________________
સર્વના હિતચિંતક
૧૧૭ પક્ષકાર અને વિરોધી અગ્રણીઓને બેઠેલા જોઈને તેમને ઘણું આશ્ચર્ય થયું. પૂજ્યશ્રીએ તેમને તથા સામા પક્ષવાળાઓને સમાધાન માટે ઉપદેશ આપ્યું.
અંબાલાલભાઈ તો એ માટે તૈયાર જ હતા. તેમણે પૂજ્યશ્રીને કહ્યું સાહેબ! મારે તે આપ ફરમાવે તેમ કરવાનું છે. આપ કહે તો કોરા કાગળ પર સહી કરી આપું.
આ સાંભળી પૂજયશ્રીએ સામા પક્ષવાળાઓને કહ્યું જુઓ ! અંબાલાલભાઈ સમાધાન માટે તૈયાર છે. તમે બધાં તૈયાર છે ?
“વાર્યા ન માને, એ હાર્યા માને” એ પરિસ્થિતિમાં મુકાયેલા પેલા લોકોએ હકારાત્મક જવાબ આપે. એટલે પૂજ્યશ્રીએ સમાધાનનું લખાણ કરાવ્યું. અને અંબાલાલભાઈને વાંચવા આપ્યું. ત્યારે અંબાલાલભાઈ કહેઃ સાહેબ ! મારે કાંઈ વાંચવાનું નથી. હું તો આપ ફરમાવે એટલે સહી કરી આપું. આપે જે લખાણ કરાવ્યું હશે, તે અમારા હિતને માટે જ હશે.
આ પછી પૂજ્યશ્રીએ સામા પક્ષવાળાને તે વાંચવા આપ્યું. તેમણે પણ તે સહર્ષ માન્ય રાખ્યું. બંનેએ સહીઓ કરી, અને પૂજ્યશ્રીમાનની સમક્ષ પરસ્પર “મિચ્છામિ દુક્કડ” દીધા.
ત્યારપછી તે જ વખતે પૂજ્યશ્રીની પ્રેરણાથી શેઠે સામા પક્ષવાળાઓને નવકારશીમાં તથા મહોત્સવમાં આવવાનું આમંત્રણ કર્યું.
આમ પૂજ્યશ્રીના અદ્દભુત બુદ્ધિપ્રભાવથી સંઘ અને દશાશ્રીમાળી જ્ઞાતિ ઉપરથી ભેદવિખવાદના વાદળ-દળ વિખરાયા, અને એનું સ્થાન શાન્તિ તથા સંપે લીધું.
ત્યારપછી તઉત્તમ-મંગલકારિ મુહુર્ત પ્રતિષ્ઠાને વિધિ મહોત્સવ પૂર્વક સંપન્ન થયે. તેમાં નવગ્રહાદિપાટલાપૂજન શેઠ અંબાલાલભાઈએ પોતે કરેલું. અમદાવાદના શ્રીસંઘની નવકારશી પણ તેમના તરફથી સુંદર રીતે થઈ. પ્રસ્તુત વિખવાદને કારણે બે વર્ષથી બંધ પડેલી નવકારશી આ રીતે ચાલુ થઈ.
[૩૦]
સર્વના હિતચિંતક
માનવતાના મૂલ ઘટયા હતા. પશુતાના આદરમાન વધ્યા હતા. આદમિયતની ટહેલ હતી કે મને કેઈક તો સ્વીકારો. પશુતાને તે પડ્યો હતો, કારણકે-આદમી એને મેં માંગ્યા મૂલે ખરીદતે હતે.
ગત વર્ષમાં મેઘરાજાની મહેર એછી થયેલી. એટલે ૧૯૮ નું ચાલુ વર્ષ દુષ્કાળના ઓળા લઈને આવેલું.
માનવીની ભૂખ અપરંપાર હતી. એને શમાવવા માટે એણે માનવતાને ઠેકરે મારી હતી, પશુતાને સત્કારી હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org