________________
જય શેરીસાનાથ
[૩૧]
ઇતિહાસના એ પ્રકાર છે. સજીવ અને નિવ
નિવ ઇતિહાસની જડ છે કલ્પના.
મનઘડંત કલ્પનાઓને જ્યારે સત્ય પુરવાર કરવાના પ્રયત્ન થાય, પછી તે તક શક્તિથી, કે દલીલબાજીથી, ગમે તે રીતે-ત્યારે તે ઇતિહાસ જરૂર બને છે; પણ નિર્જીવ. એમાં જીવ નથી હાતા. એવા પણ ઈતિહાસના પ્રસંગેા જોવા મળે છે કે જેમાં કલ્પના-કેવળ કલ્પના સિવાય બીજી કાઈ વાસ્તવિકતા હૈાતી નથી. પાષાણુમાં કલાત્મક રીતે કંડારેલી પણ પ્રાણના સમારાપ વિનાની દેવ-પ્રતિમા જેવા એ ઇતિહાસ હાય છે.
સજીવ ઈતિહાસના જીવ છે—સત્ય, નિર્ભેળ સત્ય.
દેવ-પ્રતિમામાં પ્રાણનું પ્રતિષ્ઠાન કરવામાં આવે, ત્યારે આપણને સાક્ષાત્ એ પ્રતિમાના અધિષ્ઠાતા દેવ જ દેખાય છે. બસ, એ જ રીતે ઈતિહાસમાં જ્યારે નિર્ભેળ સત્ય મળે છે, ત્યારે આપણી સામે જીવંત ઈતિહાસ ખડા થાય છે.
અત્યારે આપણે ઈતિહાસ વિષે વિચારણા કરવા નથી માગતા. આપણે તે। સપ્રાણ ઈતિહાસનું એક પાનુ જ ફક્ત વાંચવું છે.
આ રહ્યું એ પાનુંઃ—
અવન્તીપતિ સમ્રાટ્ વિક્રમાદિત્યના ૧૨ મા શતકના પૃષ્ઠકાળ, અને ૧૩ મા શતકના પ્રારભકાળની આ વાત છે.
ગુજરાતની ગરવી ઉરવી છે.
એના પર ચાલુક્યચક્રવતી રાજા કુમારપાળનું શાસન-ચક્ર છત્રવત્ વિસ્તરી રહ્યુ છે. જિનશાસનના મધ્યાહ્ન–વિ અવની પર સહસ્ર કરણાએ પ્રકાશી રહ્યો છે. તેવે વખતે એક મહાન્ જૈનાચાય શ્રીદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ પૃથ્વીમંડળને પેાતાના પાદ– કમળા વડે પાવન કરતા વિચરી રહ્યા છે.
ભારે પ્રભાવશાળી છે એ આચાય દેવ.
શાસન–પ્રભાવના એમની રગેરગમાં વ્યાપેલી છે.
કલિકાલ સર્વૈજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમકાલીન અને સહાધ્યાયી એ સૂરિપુંગવ છે.
ધરણેન્દ્ર અને પદ્માવતી જેવા દેવ-દેવીએ એમની આજ્ઞા પાળવા હોંશિયાર રહે છે, મત્રવિદ્યામાં તેઓ અજોડ છે.
નાગેન્દ્રગચ્છના શિતાજ એ સૂરિરાજ છે,
૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org