________________
૧૧૨
શાસનસમ્રાટું અને એથી ઠીક લાગે તે આપ મને જણાવશે તો તુરત બીજે તૈયાર કરાવીને મોકલીશ તેમજ આપશ્રીને ફાયદો જણાતો રહેશે તો ખુદાજુદ હંમેશાં આપ જ્યાં હશે, ત્યાં મેકલતો રહીશ.
આપની તબીયતના હવેફેર માટે જે આપ લીંબડી પધારશે તે જરૂર આરામ થઈ જાશે.
શ્રી ગુલાબચંદજી મને મળવા આવતા આપશ્રી પાસે આવવાની વાત નીકળતા મને યાદ આવી જવાથી મોકલાઉ છું. રાત્રે જ તૈયાર કરાવતા આટલે જ હાજર હોવાથી છેડે મોકલાવ્યું છે. પણ તેથી ફાયદો જણાશે તે વિશેષ સેવા કરવા ભાગ્યશાળી થઈશ.
એજ લી. સેવક દૌલતસિંહજીના દંડવત્ સ્વીકારશે.” કે વિનય આ પત્રના શબ્દેશબ્દ ભર્યો છે? ખરેખર ! આપણા શાસ્ત્રોમાં અનેકવિધ વિનાની ગણના કરતાં જૈન-મુનિઓના વિનય પછીના શ્રેષ્ઠ વિનય તરીકે રાજ-વિનય ગણાવ્યું છે, તે યથાર્થ જ છે. અને તેનું આ જવલંત ઉદાહરણ છે. આ પત્રને પૂજ્યશ્રીએ આપેલો પ્રત્યુત્તર પણ વાંચવા જેવું છે. એ આ રહ્યો
“અમદાવાદથી વિજયનેમિસૂરિ.” “તત્ર નામદાર ઠાકોર સાહેબ, એગ્ય ધર્મલાભ.
ઢઢાજી સાથે મોકલાવેલ પત્ર તથા દવા મલ્યા. દવા શ્રાવક પાસે છે. તે શ્રાવક પાસેથી અમારા વ્યવહાર પ્રમાણે વહેરી લેવાય છે, અને વાપરી છે.
આજે મારા શરીરની તન્દુરસ્તી માટે રાખેલ કાળજી અને કુમારશ્રીને આપેલ તસ્ટી ભૂજી શકાય તેમ નથી. તે આપને ધર્માનુરાગ અને ગુણાનુરાગ જણાવી આપે છે.
ભારતવર્ષના રાજા-મહારાજાઓમાં આપના જેના ધર્માનુરાગ–વિવેક-પ્રજાવાત્સલ્યાદિ ગુણો હોય તે આ ભારતવર્ષની જરૂર ઉન્નતિ થાય, એ દરેક સુજ્ઞ માણસ સમજી શકે તેમ છે.
આપે લીંબડી આવવા માટે કહેવરાવ્યું તથા લખ્યું પણ હાલ તે શારીરિક શક્તિ ચાલવાની તેટલી નહીં હોવાથી બનવું મુશ્કેલ લાગે છે. છતાં ક્ષેત્રસ્પર્શના હશે તે બની રહેશે.
પવિત્ર આર્યાવર્તન આર્યમાનને ધર્મારાધન કરવું તે જ ગ્ય છે. આપ હંમેશા તેમાં યથાશકિત તત્પર રહે છે અને રહેશે તેમ ઈચ્છું છું.
આ ભવમાં સુખનું સાધન અને પરભવમાં સાથે આવનાર અને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડનાર તે જ છે. એ જ. આપે મોકલાવેલ દવા બીજા બે સાધુ બીમાર હોવાથી તેમણે પણ વાપરી છે.” ૧ હવાફેર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org