________________
શાસનસમ્રાટ્
“હુંમેશાં પ્રાણિમાત્રને સુખની જ ચાહના હાય છે, મંગળની જ કામના હાય છે. કાઇને દુઃખની જરૂર નથી, કોઈ ને દુઃખ ગમતું પણ નથી.
પણ સાચું સુખ કયું ?
૧૧૦
કાઈ એ લક્ષ્મીમાં સુખ માન્યું. કાઈ એ વાડી-ખંગલામાં સુખ માન્યુ. કોઈએ વળી સ્ત્રીમાં સુખ માની લીધું. અને કોઈ એ પુત્રાદ્ઘિ પરિવારમાં જ સુખ માની લીધું. સૌએ પેાતાને ગમતી ચીજને સુખ તરીકે માની.
પણ હે માનવ ! તું વિચાર કર કે–સાચું સુખ કાને કહેવાય ?
શાસ્ત્રકારો આના ઉત્તરમાં એક જ ફરમાવે છે કે-સર્વે નવ દુઃડ્યું. સર્વમાત્મવા સુલમ્ ॥
લક્ષ્મી હોવી એ સુખ ખરૂં. પણ એ સુખ લક્ષ્મીને આધીન છે. એ લક્ષ્મી મેળવવામાં કેટલું દુઃખ ? મેળવ્યા પછી એને સાચવવાનું કેટલું દુઃખ ? કોઈ ચાર-લુંટારૂ ઉપાડી જાય તા ય દુઃખ. અને કદાચ ન મળે તે અપાર દુઃખ.
કેાઈ એ પુત્રમાં સુખ માન્યું. પણ પ્રથમ તે એને પેદા કરવામાં દુઃખ. એને ઉછેરીને મોટા કર્યાં, અને એ નાસી ગયા યા મરી ગયા, તા ચ દુઃખ. એ પુત્ર દુર્ગુÖણી નીવડ્યો તે
ય દુઃખ જ દુઃખ.
આમ હું આત્મન્ ! જેને તું સુખ માની રહ્યા છે, એ બધું તે તે વસ્તુને આધીન છે. તારે આધીન નથી. અને જે વસ્તુ પરાધીન છે, તે દુ:ખનુ જ મૂળ છે.
ત્યારે પ્રશ્ન થાય કે–સાચુ' સુખ કાને કહેવું ? આના જવામમાં જ્ઞાનીઓ ફરમાવે છે કેयन्न दुःखेन संभिन्नं, न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनीतं च तज्ज्ञेयं परमं पदम् ॥
જે સુખમાં દુઃખના અંશ પણ ન હેાય, જે મળ્યા પછી કદી પાછું ન જાય, અને જે મળ્યા પછી આગળ વધુ સુખ મેળવવાની અભિલાષા પણ ન થાય, તેનું નામ સાચું સુખ.
ત્યારે સંસારના સર્વ સુખા દુઃખથી મિશ્રિત જ છે. માનવીએ માનેલું કાઈ પણ સુખ એવું નહિ હાય કે જે દુ:ખમિશ્ર ન હેાય. તેમ-એ સુખા કાયમના–શાશ્વત નથી. આજે લક્ષ્મી કે સ્રીપુત્રાદિ મળ્યા હાય, એ કાલે નાશ પણુ પામે છે. એટલું જ નહિ, પણ જેમ જેમ એ સુખ મળતું જાય, તેમ તેમ તે વધારે કેમ મળે ? તેની અભિલાષા રહ્યા જ કરે છે. માટે એ સુખ–સાચુ સુખ ન જ મનાય.
હવે એ સાચું સુખ મેળવવાનું પરમ સાધન ધમ છે. જે અહિંસામય છે, સંયમમય છે, અને તપશ્ચર્યામય છે. તેમજ-દુર્ગતિમાં પડતા પ્રાણિઓને અટકાવનાર છે, પાપથી અચાવનાર છે.
આવા મંગલકાર ધર્મની આરાધનામાં હે માનવ ! તું પરાયણ રહીશ, તેા જ તને સાચા સુખની પ્રાપ્તિ થવાની છે.” ઈત્યાદિ.
| પૂજ્યશ્રીની સાંભળવે મીઠી, આબાલ ગોપાલને સમજાય તેવી, અને હૈયા સાંસરવી ઉતરે એવી વાણી સાંભળીને ના. મહારાજા સહિત સજને પેાતાના કાન ને કૃતકૃત્ય લાગ્યા. અને પૂજ્યશ્રીના શુદ્ધ બ્રહ્મ તેજથી દેદ્દીપ્યમાન દેહના દર્શન કરીને પેાતાના નેત્રાને પવિત્ર થયેલા માનવા લાગ્યા. કારણ કે 'તુપુખ્યહમ્ચ ત્તિ માત્માનમ્'.]
માનવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org