________________
શ્રેષ્ઠ રાજવિનય
૧૧૩
આ તરફ-પૂજ્યશ્રી ગ્રામાનુગ્રામ વિહરતાં અમદાવાદ તરફ આગળ વધી રહ્યા છે. ત્યાં માગમાં ધોલેરાને શ્રીસંઘ પૂજ્યશ્રીને વિનંતિ કરવા આવ્યો. ત્યાંના શા. પુરૂષોત્તમદાસ નાગરદાસની ભાવના પૂજ્યશ્રી ધેરા પધારે તે અઠ્ઠાઈ-મોત્સવ કરવાની હતી. આથી શ્રીસંઘને વિશેષ આગ્રહ થતાં તેઓશ્રી શિયાણી તીર્થની યાત્રા કરી, ધંધુકા થઈને ધોલેરા પધાર્યા.
ધોલેરા–એક વખત વ્યાપારનું મોટું મથક હતું. અમદાવાદના લબ્ધપ્રતિષ વ્યાપારીઓ નગરશેઠ પ્રેમાભાઈ, શેઠ હઠીસિંગ કેસરીસિંગ વિગેરેની પેઢીઓ ત્યાં હતી. જોકે અત્યારે તે આ ધોલેરાના રૂપરંગ ફરી ગયા હતા. અહીંના ધમધોકાર વ્યાપાર-વણજ હવે ઠંડા પડ્યા હતા. - સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશનું આ ગામ હોવાથી ત્યાં, ધૂળ ઘણું ઉડ્યા કરે. આથી કંટાળેલા કેઈ કવિએ વર્તમાન ધૂળરાનું “પૂઢિrs' તરીકે વર્ણન કરતાં કહ્યું કે
अन्तधूलिबहिलिः, धूलिः सर्वदिशासु च । वदतां च मुखे धूलि-धूलिराट् कथ्यते बुधैः ॥ (અંદર ધૂળ ને બહાર ધૂળ, દશે દિશે વળી દીસે ધૂળ,
બોલનારના મુખમાં ધૂળ, ધાનેરા નામનું એ મૂળ.) છતાંય એ “ભાંગ્યુ તેય ભરૂચ ની જેમ ઝાલાવાડના મુખ્ય શહેર સમું ગણાતું. અહીં ભવ્ય જિનાલય, વિશાળકાય ઉપાશ્રય, આદિ અનેક ધર્મસ્થાનકે હતા, અને છે.
પૂજ્યશ્રી પધારતાં જ શા. પુરુષોત્તમદાસે મહોત્સવની તૈયારીઓ કરવા માંડી. શ્રીશત્રુ જ્ય, અષ્ટાપદ, આબુ, વિગેરે પાંચ તીર્થોની મરમ રચનાઓ કરાવી. અને અનેરા ઠાઠથી પૂજ્યશ્રીની નિશ્રામાં મહત્સવ ઉજળે.
મહોત્સવ ઉજવાયા પછી પૂજ્યશ્રીમાન પેળકા આદિ ગામોને પિતાના ચરણ-કમળ વડે પાવન કરતા કરતા અમદાવાદ પધાર્યા.
[૨૯]
જ્ઞાતિભેદનિવારણ
અમદાવાદમાં પૂજ્ય મહારાજશ્રી છએક વર્ષે પધાર્યા હોવાથી જનતામાં ઉત્સાહની છેળે ઉછળી રહી. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં ઝવેરી છોટાલાલ લલ્લુભાઈ રાવસાહેબ મોહનલાલ લલ્લુભાઈ વિગેરે સમજદાર અને બહુશ્રુત શ્રેતાઓ હંમેશા આવતા. - સં. ૧૯૬૭ના આ ચાતુર્માસમાં આગેવાન શ્રોતાઓની ભાવના પૂજ્યપાદશ્રીના શ્રીમુખે શ્રીભગવતીસૂત્રની દેશના સાંભળવાની થઈ, જોકે તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી જ એવી અજોડ
૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org