________________
૧૦૬
શાસનસમ્રાફ્ટ આવી રદેશી ભાવનાથી તેઓશ્રીએ કુંડ પાસેની જમીન ગરાશિયાઓ પાસેથી પેઢી દ્વારા ખરીદી લેવા વિચારણા કરી. અને એ માટે એ ગરાસિયાઓને ઉપદેશ પણ આપ્યું. એથી ગરાશિયાએ એ જમીન પેઢીને વેચવા માટે તૈયાર થયા.
દીર્ધદશી પૂજ્યશ્રીની દૂરંદેશીપૂર્વકની આ ભાવના શેઠ કુંવરજી આણંદજી, શેઠ અમરચંદ જસરાજ, તથા શેઠ મનસુખભાઈ ભગુભાઈ વગેરે પેઢીના સર્વ અગ્રણીઓને ખૂબ જ ગમી ગઈ. તેઓએ વિચાર્યું કે-લાખો રૂપિયાના ખર્ચે ન બને એવું કાર્ય પૂજ્યશ્રીના હાથે સરળતાથી બની રહ્યું છે. માટે તે કાર્યને વધાવી લઈને, એમાં વેગ મળે તેવું આપણે કરવું જોઈએ.
પણ પિઢીના કેટલાક પ્રતિનિધિઓનું કહેવું એમ થયું કે પેઢી અને પાલિતાણ-ઠાકર, બને વચ્ચે સમાધાનની વાતે ચાલે છે. એ માટે સીમાના નકશાઓ પણ તૈયાર થાય છે. માટે આ કાર્ય ન કરાય તો સારું.
આથી, સૌના સલાહ-સંપથી જ કાર્ય કરવામાં માનનારા પૂજ્યશ્રીમાને એ કામ બંધ રાખ્યું, અને રોહિશાળા-ડુંગરવાળી જમીનને અર્ધા તૈયાર થયેલ દસ્તાવેજ રદ કર્યો.
જે આ વખતે હિશાળાની આ જમીન ખરીદીને તેમાં દેરાસર આદિ તૈયાર કરવામાં આવ્યું હતું, તે સં. ૧૯૮૨ માં શ્રી સંઘને ગિરિરાજની યાત્રા બંધ કરવાને દુખદ પ્રસંગ ન આવત. પણ ભવિતવ્યતા અન્યથા નથી કરાતી.
ત્યારપછી પૂજ્યશ્રી ભંડારીયા આદિ ગામોમાં વિચરીને પુનઃ ચેક પધાર્યા. અહીંયા તેઓશ્રીના શિષ્યરત્ન મુનિશ્રીઉદયવિજયજી માની તબીયત એકાએક નરમ થઈ ગઈ. તેઓશ્રી ડબલ ન્યુમેનિયાના તથા સંન્નિપાતની ભયંકર માંદગીમાં સપડાયા.
તેઓને યોગ્ય ઔષધોપચાર મળી શકે, એટલા માટે પૂજ્યશ્રી તરત જ ત્યાંથી વિહાર કરીને પાલિતાણું પધાર્યા. ત્યાં ગ્ય-ઉપચાર શરૂ કર્યા.
આ સમાચાર ખંભાત પહોંચતાં ત્યાંથી શેડ પરષોત્તમભાઈ વિગેરે શ્રાવકે ખંભાતના વિખ્યાત વિદ્યશ્રી રણછોડભાઈને લઈને આવી પહોંચ્યા. અમદાવાદથી શેઠ મનસુખભાઈ એ પિતાના ફેમીલી (Family) ડોકટર ઝવેરભાઈને મેકલ્યા. મુનિરાજશ્રીની આ માંદગી પ્રાણઘાતક નીવડે એવી હતી. પૂજ્યશ્રીની સાથે રહેતા વિદ્વાન શાસ્ત્રીશ્રી શશિનાથ ઝાએ સ્વમાન્યતા અનુસાર મૃત્યુંજય મંત્રજાપ આદરી દીધો હતો. સૌએ આશા મૂકી દીધી હતી. પણ ડો. ઝવેરભાઈની કાબેલિયતે સૌને આશ્ચર્ય – ગરકાવ કરી દીધા. તેઓએ અદ્દભુત અને કુશળતાપૂર્વકના ઉપચારથી બેભાન મુનિવરને ભાનમાં લાવી દીધા, અને સૌની નિરાશાને આશામાં ફેરવી દીધી. ત્યારપછી તે સતત ઉપચારથી થોડા દિવસમાં તેઓને સંપૂર્ણ આરામ થઈ ગયો.
પાલિતાણાથી ચૈત્રીપૂનમ બાદ વિહાર કરીને પૂજ્યશ્રીમાન સપરિવાર વલભીપુર પધાર્યા. અહીંના ના. ઠાકોર સાહેબ શ્રીવખતસિંહજી પૂજ્યશ્રીના પરમભકત હતા. તેઓએ પૂજ્યશ્રીને અમૃત-મીઠો ઉપદેશ સાંભળવા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરીને તેઓશ્રીને થોડા દિવસ રક્યા, અને ઉપદેશ–પાનને અણમોલ લહાવે લીધે.
આ વખતે વળા-શ્રીસંઘે તથા ના. દરબારશ્રીએ ચેમાસા માટે આગ્રહભરી વિનંતિ કરી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org