________________
તીર્થોદ્ધારના શુકનિયાળ શ્રી ગણેશ
૧૦૫ છેવટે નિર્ણય થયે કેઃ “પૂજ્યશ્રીએ અને (કામળિયા દરબારોને ઉપદેશ આપીને અમારા દુર્વ્યસને છોડાવ્યા છે.” એવી હકીક્ત દસ્તાવેજમાં આવે તો અમારે આ દસ્તાવેજ કબૂલ છે.
સૌ આ વાતમાં સંમત થયા. દસ્તાવેજ લખાયે. તેમાં ઉપરવાળી હકીકત લખાઈ. અને કામળિયા દરબારે એ ડુંગર ઉપર પસંદ કરાયેલા ૯ ઑટે શેઠ આ. ક.ની પેઢીને વ્યાજબી કિંમતે વેચાણ આપ્યા.
દસ્તાવેજ રજીસ્ટર્ડ (Registered)કરાવવા માટે સોનગઢ થાણાના ઉપરી અધિકારી પાસે જવું પડતું, તેથી પેઢીને મુનીમજીને બોલાવી દસ્તાવેજ લઈને સોનગઢ મોકલ્યા. બધાના સહી-સિક્કા સાથે દસ્તાવેજ રજીસ્ટર્ડ થઈ ગયે.
આમ તીર્થોદ્ધારના શ્રીગણેશ મંડાયા. તીર્થોદ્ધાર એ આપણા પૂજ્યશ્રીના જીવનના અનેક ઉચ્ચતમ ધ્યેયમાંનું એક પરમધ્યેય હતું. અને એ ધ્યેય સિદ્ધ થવાને મંગલ-પ્રારંભ તેઓશ્રીના પવિત્ર હસ્તે નિર્વિઘતયા થઈ ગયે. “મિનાર્થે મહામનામ.”
બેદાનાનેસથી પૂજ્યશ્રી ચોક પધાર્યા. અહીંના કામળિયા દરબારોએ પૂજ્યશ્રી પ્રત્યેની ભકિતથી પ્રેરાઈને શ્રી હસ્તગિરિરાજના ડુંગર ઉપરની અમુક જગ્યા પેઢીને વેચાણ આપવા નક્કી કર્યું. પણ તત્કાલીન અમુક સંયેગોને અનુસરીને પૂજ્યશ્રીએ તે જગ્યા લેવાની ના
જણાવી.
ચેકથી રોહિશાળા ગામ નજીક હતું. ત્યાં પધાર્યા. અહીં પેઢીની એક જુની ધર્મશાળા, બે એરડા, તથા પશુઓ માટે ઘાસ ભરવાનું એક છાપરૂં વિ. હતું. પહેલાં અહીં ગરાસિયાઓ પાસે પેઢીને અમુક રકમ લેણી હતી. પણ પેઢીએ તે રકમ માંડી વાળી, અને બીજી ડી રકમ આપીને અમુક એકર જમીન તેઓની પાસેથી વેચાણ લઈ લીધી હતી. - રહિશાળાના પાદરે શેત્રુંજી નદી વહેતી હતી. અહીંયા શ્રી આદીશ્વર પ્રભુના ચરણપાદુકાની વર્ષો જુની દેરી હતી, જે રહીશાળાની પાજ–પાગના નામે ઓળખાતી હતી. અહીંથી શ્રી શત્રુંજયગિરિરાજની યાત્રા માટે ચઢાતું હતું. ઉપર ચઢતાં અધ-રસ્તે એક કુંડ (કનેરામને કુંડ) આવતો હતો. રેડિશાળાથી માંડીને એ કુંડ પર્યન્તની સર્વ જગ્યા એજન્સીની હકુમત હતી. અને કુંડની પેલી બાજુની સર્વ જમીન પાલિતાણા-દરબારની હકુમતની હતી. આ પાછલા રસ્તે, ઘણું યાત્રીઓ યાત્રા કરવા માટે ચઢતા.
આ બધી જમીન વિ. જોઈને આપણું પૂજ્યશ્રીમાનને વિચાર આવ્યો કે “અહીં રોહિશાળાની જમીનમાં તળાટી-ધર્મશાળા વિ. તથા ઉપર ચઢતાં કુંડ પાસે આવેલી સપાટ જગ્યા વેચાણ લઈ તેમાં ભવ્ય જિનમંદિર બાંધવામાં આવે તે ઘણું ઉત્તમ કાર્ય થાય.
કેઈકવાર પાલિતાણા–રાજ્ય તરફથી કનડગત થાય, ને જયતલાટીવાળા રસ્તે યાત્રા બંધ કરવાને પ્રસંગ આવે, તો આ રહીશાળાની પાગના પાછલે રસ્તે લોકો સુખપૂર્વક દાદાની યાત્રા કરી શકે, અને સ્ટેટને કાંઈ પણ રખેવું આપવું ન પડે.
ઉપર ચઢતાં માર્ગમાં કુંડની પેલી તરફ પાલિતાણ સ્ટેટને રસ્તો આવે, પણ તે જાહેર માર્ગ–રાહદારી માગ ગણાય, એટલે તે માટે સ્ટેટ કાયદેસર કાંઈ વાંધે લઈ ન શકે.”
૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org