________________
૭૮
શાસનસમ્રાફ્ટ
અમદાવાદ શ્રીસંઘના અગ્રણીઓ પૂજ્યશ્રીની અમદાવાદ પધારવાની વિનંતિ કરવા અહીં આવ્યા. તેમની વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રી કેડ–ગાંગડ-બાવળા વિ. માર્ગ–આગત ગામને પાવન કરતા કરતા અમદાવાદ પધાર્યા. અહીં ગદ્વાહી ત્રણે મુનિવરેને મહોત્સવપૂર્વક ગણિ-પંન્યાસ પદ તેઓશ્રીએ અર્પણ કર્યું. એ ત્રણે મુનિવરે અનુક્રમે-પંન્યાસશ્રી આનંદ. સાગરજી મ, પંન્યાસશ્રી પ્રેમવિજયજી મ. તથા પંન્યાસશ્રી સુમતિવિજયજી મ. તરીકે પ્રસિદ્ધ થયા.
સં. ૧૯૬૦નું એ ચેમાસું પૂજ્યશ્રી તથા શ્રીસાગરજી મ., મણીવિજયજી મ. આદિ સર્વ મુનિવરેએ અમદાવાદમાં સાથે કર્યું.
પૂજ્યશ્રીને કઈ અદ્ભુત પ્રભાવ હતો કે-જ્યારથી તેઓશ્રીએ સ્વતંત્ર ચાતુર્માસ કરવાની શરૂઆત કરી, ત્યારથી દરેક ચોમાસા પછી તેઓશ્રીના ઉપદેશથી તેઓશ્રીની નિશ્રામાં શ્રીસિદ્ધાચલજી આદિ મહાતીર્થોના છ “રી પાળતા સંઘ પ્રાયઃ નીકળતા હતા. આ વખતે પણ ચોમાસું પૂરું થયા બાદ શેઠ વાડીલાલ જેઠાભાઈએ પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને છે “રી’ પાળતે સંઘ કાઢયે.
પિતાના શિમુનિશ્રી ઋદ્ધિવિજયજી, યશવિજ્યજી, આદિ મુનિઓનો અભ્યાસ ચાલતો હોવાથી તેઓને અમદાવાદ રાખીને બીજા શિષ્યો તથા શ્રીસાગરજી મે, શ્રીમણિ વિજયજી મ. ની સાથે પૂજ્યશ્રી સંઘમાં પધાર્યા.
પાલિતાણા પહોંચીને હૈયાના ઉમંગથી સૌએ દાદાને જુહાર્યા. અને પૂજયશ્રીના પવિત્ર હસ્તે તીર્થમાળ પહેરીને સંઘવી વાડીલાલભાઈ કૃતકૃત્ય બન્યા.
[૨૩] તીર્થ-આશાતનાનું નિવારણ અને પિતાજીને આત્મ-સંતેષ
જૈનોનું મહાન તીર્થ ! જેનો મહિમા વર્ણવતાં શાસ્ત્રકારે થાકતાં નથી! જેની પવિત્રતાને કઈ પાર નથી ! સકલ તીર્થોનાં જે રાજા સમું ગણાય છે ! જે મહાતીર્થ શાશ્વતપ્રાય છે!
જ્યાં પ્રથમ તીર્થપતિ, પ્રથમ મુનિ પતિ અને પ્રથમ નરપતિ ભગવાન્ ઋષભદેવ પરમાત્મા વિરાજે છે !
જેના દર્શન-માત્ર કરનાર આત્મા મોક્ષે જવાની યેગ્યતા પ્રાપ્ત કરે છે. ભવ્યત્વની - મહોરછાપ મેળવે છે!
આવું મહાતીર્થ શ્રી સિદ્ધાચલજી!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org