________________
શાસનસમ્રાટું.
પછી તે શી વાર? શેઠે સંઘની પાસે બન્ને ટંકની નવકારશીના આદેશની માગણી કરી. એટલે સંઘે તેમને આદેશ આપ્યો. શેઠની ભાવના ફળી. તેમના હર્ષને પાર ન રહ્યો.
કેવી હશે એમની ગુરૂદેવ પ્રત્યેની શ્રદ્ધા ? અને કેવી હશે એમની ધર્મભાવના ? આપણે તે એની વાત જ સાંભળવાની રહી.
કાર્તક વદ ૭ નો દિવસ આવ્યું. આજે ગણિત પ્રદાનની ક્રિયા કરવાની હતી. સમય થતાં જ હજારો ભાવિક–જને મંગળ ક્રિયાને નિહાળવા માટે આવવા લાગ્યા. મંગળ-ગીતે ગવાવા લાગ્યા. વળાના આબાલવૃદ્ધ જૈને-પિતાના આંગણે આ મહોત્સવ ઉજવાય છે, એ માટે ગૌરવ અનુભવતા હતા.
ઉત્તમ ચેઘડીયે પૂજ્યપાદ પંન્યાસજી મહારાજ શ્રીગંભીરવિજયજી મહારાજ સાહેબે ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ સંપૂર્ણ મંગલ-ક્રિયા કરાવવાપૂર્વક આપણું ચરિત્રનાયક પૂજ્ય મુનિશ્રી નેમવિજયજી મહારાજને સર્વાનુગમયી “શ્રી ભગવતી' નામક પાંચમા અંગેની અનુજ્ઞા સાથે-ગણિપદવી અર્પણ કરી. અને
આકાશ–તલ જયનાદથી ગૂંજી ઉઠયું. ઉત્સાહના પૂર ઉમટયા, ઉમંગના ઓઘ ઉભરાયા, અને આનંદની છોળે સકલ સંઘમાં ઉછળી રહી.
ત્યારપછી માગશર શુદિ ‘૩ના દિવસે પૂજ્ય પંન્યાસજી મહારાજે ગણિપદની જેમ જ વિશુદ્ધ અને સંપૂર્ણ મંગલ-ક્રિયા કરાવવાપૂર્વક પૂજ્યશ્રીને પન્યાસપદથી વિભૂષિત કર્યા. આપણું ચરિત્રનાયક પૂ. મુનિશ્રી નેમવિજયજી મ. હવે પૂજ્ય પંન્યાસશ્રી નેમવિજ્યજી ગણિવર્ય બન્યા.
તેઓશ્રીએ જૈન આગમો તથા વ્યાકરણ–ન્યાય આદિ છએ દશનોનું તલસ્પર્શી અવગાહન-અધ્યયન કર્યું હોવાથી તેઓશ્રી પ્રકાંડ પાંડિત્ય ધરાવતા હતા. તે સમયના મુનિ સમુદાયમાં તેઓશ્રી પ્રથમ-પંક્તિના બહુશ્રુત-વિદ્વાન પરમગીતાર્થ અને ગુણવાન મુનિપ્રવર હતા. તેઓશ્રીનું વ્યાખ્યાન પણ અજોડ હતું. આમ દરેક રીતે તેઓશ્રી ગણિ-પંન્યાસ પદવીને માટે યોગ્ય જ હતા. તેથી સમસ્ત શ્રીસંઘના દિલમાં લાયકને લાયક માન-પદ મળ્યાને અપાર હર્ષ વર્તાઈ રહ્યો હતો.
તે વખતના જૈન સંઘના પ્રતિનિધિ માસિક પત્ર “શ્રી જૈન ધર્મપ્રકાશમાં આ પદવી પ્રસંગ અને તેનાથી સકલ સંઘમાં પ્રગટેલા અપાર હર્ષને નીચેના શબ્દોમાં વર્ણવવામાં આવ્યા હતા :
માગશર સુદ ૩ ના દિવસે શ્રીવળા ગામમાં મુનિશ્રી નેમવિજયજીને પંન્યાસપદવી પંન્યાસશ્રી ગંભીરવિજયજીએ આપી છે. આ પ્રસંગે દેશપરદેશના શ્રાવકે પણ સારી સંખ્યામાં હાજર હતા. પ્રસંગનુસાર અઠ્ઠાઈ મહેત્સવ, સ્વામીવાત્સલ્ય પણ થયા હતા. મુનિ નેમવિજ્યજી બહુ વિદ્વાન છે. તેઓએ સંસ્કૃત ભાષા પર સારો કાબૂ મેળવ્યા છે. અને ન્યાયના વિષયમાં પ્રખ્યાત મુનિ દાનવિજયજી પછી તેઓ પ્રથમ પંકિત ધરાવે છે. આવા જ્ઞાનવાળા મુનિ પંન્યાસ પદવીને પૂરી રીતે લાયક છે. પંન્યાસ પદવી એ પંડિતની જ પદવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org