________________
તી આશાતનાનું નિવારણ અને પિતાજીના આત્મસ ંતેાષ
એની આજે ધાર-આશાતના થઈ રહી હતી, પાલિતાણાના નામદાર મહારાજાના હાથે. આથી સારાયે જૈન સંઘ-ખળભળી ઉઠયેા હતા.
વાત એવી મનેલી કે-પાલિતાણા સ્ટેટના નામદાર મહારાજા શ્રી માનસિંહજી જૈનોની લાગણી દુભાય એટલા જ માટે ગિરિરાજ ઉપર દાદાની યાત્રાના બહાને ચઢતા, અને પગમાં ખૂટ (Boot) પહેરીને, બીડી પીતાં પીતાં દાદાના દરબારમાં જતા.
૭૯
આથી શ્રદ્ધાળુ જૈનેની લાગણી ઘણી દુભાવા લાગી, હિંદભરના જનામાં તે વિષે જબ્બર ઉહાપાતુ જામી ગયા. કાણુ એવા જૈન હાય કે–જે પેાતાના મડાન તીર્થાધિરાજની થઈ રહેલી આવી ઘાર આશાતના સાંખી લે ?
શાન્તિપ્રિય જેને જેએ મહારાજા સાથે સંબંધ ધરાવતા હતા, તેઓએ ગામેગામ સભાએ ચૈાજીને આવી આશાતના બંધ કરવા માટેના. મહારાજાને તાર-પત્ર દ્વારા વિનતિ કરી. પણ પરિણામમાં સરિયામ નિષ્ફળતા જ મળી.
ભારતના સમસ્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘનુ પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર પણ આ ખાખતમાં તાત્કાલિક અને ચાંપતાં પગલાં લેવાની સૂચનાઓવાળા ઢગલા બંધ તાર-ટપાલ આવવા લાગ્યા.
આ વખતે અમદાવાદથી શેઠ વાડીલાલ જેઠાલાલના સંઘમાં પધારેલા આપણા પૂજ્યશ્રી પાલિતાણામાં બિરાજતા હતા. પેઢીના પ્રતિનિધિઓએ તેઓશ્રીની સલાહ લીધી. તેઓશ્રીએ સૂચવ્યુ. કે“અને ત્યાં સુધી શાન્તિ-સલાહ અને સમજાવટથી કામ પતે તે સારૂ. ન પતે તે પછી કાટ (coart) તેા છે જ.”
પૂજ્યશ્રીની સૂચનાનુસાર પેઢીના પ્રતિનિધિઓએ નામદાર મહારાજાને સમજાવવાની કાશીષ કરી, પણ વ્યર્થ. મહારાજાએ તે એ આશાતના ચાલુ જ રાખી.
આથી પેઢીએ રાજકોટની એ. જી. જી. (Agent to the Governar General)ની કોટમાં ના. મહારાજા સામે કેસ (case) દાખલ કર્યાં.
આ જાણીને ના. મહારાજા ખૂબ ક્રોધિત થયા. હઠાગ્રહને વશ થઇને જૈનેાની લાગણી વધારે દુભવવા માટે તે તૈયાર થયા. તેમણે ગામના મુસલમાનાને ખેલાવીને તેમના દ્વારા ગિરિરાજ ઉપર આવેલા ઈંગારશાપીરના સ્થાનકે છાપરું' અને પાકી દીવાલે સ્ટેટના ખર્ચે બંધાવવા માટે ઇંટ–ચુના-પતરાં વિ. સામાન પહાડ ઉપર મેાકલ્યા. અને પોતે ખેલવા લાગ્યા કે—“હું ઈંગારશાપીરના સ્થાનકે મુસ્લીમા પાસે બકરાને ભેગ ચઢાવરાવીશ, અને દાદા આદીશ્વર ઉપર તેનું લેાહી છાંટીશ, ત્યારે જ જપીશ.”
‘રક્ષક જ જ્યારે ભક્ષક અને,” ત્યારે પ્રજા ઉપર તેના કાબૂ રહેવા બહુ મુશ્કેલ છે. જોકે સત્તાના જોરે તે પ્રજાને દબાવી શકે છે, પણ ખડુ તે થાડા માટે જ હાય’–એમ એ સત્તાનુ જોર લાંબે સમય ટકતું નથી, એ અનુભવ-સિદ્ધ વાત છે.
મહારાજાના આવા વિચારની જાણ થતાં જ પાલિતાણાના શ્રી સંઘે ત્યાં રહેલા તમામ નાની એક સભા (Meeting) આપણા પૂજ્યશ્રીની નિશ્રામાં યાજી. તમામ સાધુ-સાધ્વી– શ્રાવક-શ્રાવિકાએ તેમાં હાજર રહ્યા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org