________________
[૧] સોહામણે સરક, ને મનોહર મહુવા
સોહામણે સોરઠ દેશ છે. અદ્ભૂત એની શોભા છે. અજબગજબને એને ઈતિહાસ છે.
શૂરવીરતા, દાનવીરતા, ને ધર્મવીરતાભર્યા એના ઇતિહાસની એક એક વાત જીવનમાં અપૂર્વ તાજગી સાથે ઉત્સાહ જન્માવે છે.
શ્રીકૃષ્ણ વાસુદેવની જગપ્રસિદ્ધ સુવર્ણનગરી દ્વારકા સોરઠમાં જ હતી.
ભગવાન શ્રી નેમિનાથની તપોભૂમિ-કલ્યાણકભૂમિ પણ સોરઠમાં જ છે. આજે પણ એ જુગજુની ઘટનાને અમરસાક્ષી ગરવો ગિરનારગિરિ સોરઠની પર્વત-માળામાં એક ચમકતા મેતીની જેમ વિલસી રહ્યો છે.
આ ગરવા ગઢની છાયામાં રહીને જ જુનાણું (જીર્ણદુર્ગ)ના રા નવઘણ, રા' ખેંગાર વિગેરેએ ગુજરાત-કચ્છ-સિંધના સમ્રાટને ને ગઝનવીના સુલતાનને હંફાવેલા.
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય, ને એના અંગસમા શ્રીકદંબગિરિશ્રી તાલધ્વજગિરિ વિગેરે પર્વત-ટુંકેસોરઠની આંતર-સમૃદ્ધિની અલૌકિકતા અને પવિત્રતાનું ભાન કરાવે છે.
પૂર્વધર ભગવંત શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ-મહારાજાની જન્મભૂમિ વેરાવળ પત્તન પણ સેરઠનું જ સમૃદ્ધ બંદર હતું, અને છે. તેઓશ્રીના નેતૃત્વ હેઠળ મળેલી ૫૦૦ આચાર્યોની પર્ષદામાં થયેલી વાચના, કે જે વલભી-વાચનાને નામે સુપ્રસિદ્ધ છે, અને જેમાં સિદ્ધાન્તને-આગમને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા હતા, તે (વાચના) પણ સૌરાષ્ટ્રના મહાન સમૃદ્ધ ને ઐતિહાસિક નગર વલભીપુરની પુણ્ય-ભૂમિમાં થઈ હતી.
ભૃગુકચ્છ-ભરૂચની રાજસભામાં અખંડવાદ વડે બૌદ્ધાચાર્યને પરાભવ કરનાર તાર્કિક શિરોમણિ આચાર્યશ્રી મલવાદીસૂરિજી મહારાજ આ વલભીપુરના રાજા શિલાદિત્યના ભાણેજ હતા.
આવા આ સોરઠ દેશની રમણીય ધરણીમાં તિલકસમી છે મધુમતી–મહુવા નગરી. અલબેલી ને રળીયામણી એ નગરી છે.
ચારે તરફ ખીલી નીકળેલી લીલીછમ વનરાજને લીધે એ નગરી સોળ શણગાર સજેલી નમણી નારી શી શોભી રહી છે.
નાકર-સાગરદેવની એના ઉપર સંપૂર્ણ માહેર છે. પિતાના શ્વેત અને નિર્મળ નીર–સભર મેજાં ઉછાળો ઉછાળતો સાગરદેવ મહુવાના પાદરને પખાળે છે, એથી એ મહુવાબંદર પણ કહેવાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org