________________
શાસનસમ્રાટ
માટે ખરા અંતરથી ઉત્સુક અને અભિલાષી છે. પણ તમે દીક્ષા માટે તમારા માતા-પિતાની અનુમતિ લઈને આવ્યા છે ને ?”
“ગુરુદેવ! આપશ્રી અમારા માતા-પિતાથી સારી રીતે પરિચિત છે. તેઓ કઈ રીતે અમને દીક્ષાની રજા આપે એમ નથી. અરે ! હું દીક્ષા લઈ લઈશ, એવા ડરથી તો મને આપની પાસેથી ઘેર બોલાવી લીધું હતું. પછી રજા આપવાની તો વાત જ ક્યાંથી હોય ! આ દુર્લભજીની પરિસ્થિતિ પણ એવી જ હતી. તેથી અમે બન્ને નક્કી કરીને કેઈને કહ્યા સિવાય અહીં ભાગી આવ્યા છીએ. નેમચંદભાઈ એ સ્વસ્થતાથી પિતાની વાત પૂ. ગુરુ મ.શ્રીને નિવેદિત કરી. સાથે પોતે કઈ રીતે નીકળ્યા રસ્તામાં કઈ રીતે બે દિવસે વીતાવ્યા. વિગેરે વાત પણ સવિસ્તર જણાવી. અને છેલ્લે વિનીતભાવે વિનંતિ કરી કે–સાહેબ ! હવે કૃપા કરીને અમને પ્રવજ્યા આપે, અને અમારે ઉદ્ધાર કરો.”
બને મુમુક્ષુઓની સાહસવૃત્તિ અને નિર્મળ–ત્યાગભાવના જોઈને ગુરુ મહારાજ ખૂબ રાજી થયા. પણ તેઓશ્રી મા-બાપની રજા સિવાય દીક્ષા ન અપાય એવી પિતાની મર્યાદા સમજતા હતા. એટલે તેઓશ્રીએ નેમચંદભાઈને કહ્યું : “નેમચંદ! તમારી બન્નેની ભાવના ઘણું ઉત્તમ, સુન્દર અને અનુમોદનીય છે. પણ હું તમારા માતા-પિતાની અનુમતિ સિવાય તમને દીક્ષા ન આપી શકું ! તમે અને અહીં રહો-ભણો જરૂર. પણ દીક્ષા તે તમારાં માતા-પિતાની સંમતિ મળ્યા પછી જ આપી શકાય.”
આ સાંભળતાં જ આપણું ચરિત્રનાયકશ્રી ખિન્ન બની ગયા. પગ તળેથી ધરતી સરી રહી હોય એવું મને લાગ્યું. તેઓ વિચારમાં પડી ગયા કે ગુરુમહારાજની વાત સંપૂર્ણ રીતે વ્યાજબી હતી. બીજી તરફ પિતાની ભાવના પણ અટલ હતી. માતા-પિતાની રજા તે હવે કઈ પણ હિસાબે મળી શકે તેમ ન હતી. અને એ વિના ગુરૂમહારાજ દીક્ષા આપી શકે તેમ પણ ન હતું. હવે શું કરવું ? તેઓના મનમાં જમ્બર મન્થન ચાલ્યું.
એમના મનમાં બે વાત તે વજની જેમ જડાઈ ગયેલી –(૧) કે ઘરે પાછાં જવું નથી, અને (૨) કોઈ પણ ઉપાયે પ્રવ્રજ્યા લેવી છે. એટલે હવે તે પ્રવજ્યા માટે કેઈ ઉપાય શોધી કાઢવે જ રહ્યો. એને માટે એમના મનમાં જોશભેર મન્થન ચાલ્યું.
આ બાજુ-મહુવામાં તેમના ઘેર સૌના હૈયામાં ભારે ખળભળાટ મચી ગયો છે. નેમચંદભાઈએ રાત્રે કહ્યું કે, હું બહાર જઈને આવું છું' પછી થોડીવાર રાહ જોઈ છતાં ન આવવાથી શ્રીલક્ષમીચંદભાઈને એમ લાગ્યું કે એના કોઈ ભાઈબંધને ત્યાં કે રૂપશંકરભાઈને ત્યાં જ સૂઈ રહ્યો હશે, એટલે તત્કાળ બીજી કોઈ ચિન્તા કરવા જેવું હતું નહીં. પણ સવાર પડી ગઈ, ને સૂર્યનારાયણ આકાશમાં રાશવા ચડી ગયા છતાંય નેમચંદભાઈ ઘરે ન આવ્યા, એટલે લક્ષ્મીચંદભાઈને મનમાં બીક પિઠી, કે ક્યાંય જો તે નહિ રહ્યો હોય ને! તેમણે તરત જ સૌ પ્રથમ રૂપશંકરભાઈને ત્યાં તપાસ કરી. પણ ત્યાં જાણવા મળ્યું કે – નેમચંદ અહીં બે-ત્રણ દિવસ થયા આવ્યો જ નથી. બીજાં સગાં-સંબંધીઓને ત્યાં અને નેમચંદભાઈના મિત્રોને ત્યાંય તપાસ કરી. પણ એમાંના કોઈ કહેતાં કેઈને એને વિષે કાંઈ ખબર નહતી. દુર્લભજીના ઘરે તપાસ કરી, તે ત્યાં તે વળી તેમને જ સામેથી પૂછાયું : અમારે દુર્લભજી કાલ રાતને નથી, તે તમારા ઘરે આવ્યો છે ? દુર્લભજીને ત્યાંય એની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org