________________
ગેહન
પણ આપણા ચરિત્રનાયકશ્રીને પ્રભાવ કહે કે તેમના વ્યાખ્યાનને જાદુ ગણે, તેઓ શ્રીના વ્યાખ્યાનમાં બંને પક્ષના શ્રાવકો શ્રદ્ધાપૂર્વક આવતા. - પેટલાદની જેમ ખેડામાં પણ પૂજ્યશ્રીએ જીવ-દયાને ઉપદેશ આપીને પાંજરાપોળના નિર્વાહની સુંદર વ્યવસ્થા કરાવી આપી.
ખેડામાં માસ-કપ કરીને તેઓશ્રી બારેજા થઈને મહીજ પધાર્યા. અહીંયા અમદાવાદના આગેવાન શ્રેષ્ઠિર્યો તેઓશ્રીને અમદાવાદ પધારવા માટે વિનંતિ કરવા આવ્યા. નગરશેઠ મણભાઈ તે વખતે સ્વર્ગવાસ પામ્યા હતા. અને તેમના સ્થાને નગરશેઠ તરીકે શેઠ ચીમનલાલ લાલભાઈ હતા.
એમની વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા. શરૂઆતમાં કેટલાક સમય બહારની વાડીમાં બિરાજ્યા. ત્યાં નિયમિત વ્યાખ્યાન ચાલતું. શહેરમાંથી ઘણું શ્રાવકે સાંભળવા માટે આવતા. પાંજરાપોળ-ઉપાશ્રયે સ્થાપેલી પાઠશાળા પણ અહીં લાવવામાં આવી હતી.
ત્યાંથી પાંજરાપોળના ઉપાશ્રયે પધાર્યા. અને ૧૫૬નું એ ચાતુર્માસ ત્યાં જ કર્યું. આ ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીએ ઉપદેશ દ્વારા બે સ્થાયી કાર્યો કરાવ્યા.
(૧) અમદાવાદમાં અબોલ પશુઓની પાંજરાપોળના નિર્વાહ માટે લગભગ બે લાખ રૂપિયાનું ફંડ (fund) કરાવ્યું.
(ર) જેનધર્મનું મહાન તત્ત્વજ્ઞાન ભણવા-જાણવાનો લાભ શ્રાવકોને પણ મળે, એ હેતુથી પૂજ્યશ્રીએ “જૈન તત્ત્વવિવેચક સભા”ની સ્થાપના કરી. તેના મુખ્ય-મુખ્ય સભાસદો
–નગરશેઠ ચીમનલાલ લાલભાઈ, નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ ઈટાલાલ લલુભાઈ ઝવેરી, ભેગીલાલ મંગળદાસ, તારાચંદ લસણવાળા, શેઠ જેસીંગભાઈ હઠીસિંગ, શેઠ પ્રતાપસીંહ મેહેલાલભાઈ, શેઠ વાડીલાલ સારાભાઈ (વી. એસ. હોસ્પીટલવાળા), શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ શેઠ દલપતભાઈ મગનભાઈ શેઠ પુરૂષોત્તમદાસ મગનભાઈ, શેઠ જેસીંગભાઈ કાળીદાસ શેરદલાલ, શેઠ લાલભાઈ ભેગીલાલ, શેઠ ચંદુલાલ જેસીંગભાઈ, શેઠ જગાભાઈ ભેગીલાલ, શેઠ અમુભાઈ રતનચંદ વગેરે હતા.
આ બધાં શ્રેષ્ઠિવ પૂજ્યશ્રીના પરમભકત હતા અને આજીવન રહ્યા હતા. પૂજ્યશ્રીના ઉપદેશથી તવવિવેચક સભાના માધ્યમે તેઓ અનેકવિધ ધર્મ-પુણ્ય કાર્યો કરતા હતા.
[૨૦] ગોદ્ધહન
અમદાવાદના આ ચાર્તુમાસમાં એકવાર ફતાસાની પિાળના રહીશ શ્રી મનસુખમામા નામના એક શ્રાવક એક છોકરાને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. એ છોકરે તેમને ત્યાં રહેતા હતે. એની તેજસ્વિતા અને ભવ્યતા જોઈને તેમને વિચાર આવ્યો કે જે આ છોકરી જેસીંગભાઈ જેવા શેઠને ત્યાં હોય તે તેને સારે વિકાસ થઈ શકે. આથી તેઓ તેને જેસીંગભાઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org