________________
ગોહન
સં. ૧૯૫૭માં સેદરડા ગામના રહીશ ત્રિભવનદાસ નામે એક શ્રાવક પૂજ્યશ્રી પાસે દીક્ષા લેવા માટે આવ્યા. તેમને દમનો વ્યાધિ હતો. આ કારણથી પૂજ્યશ્રીએ તેમને કહ્યું : “તમારે તમારી શારીરિક અનુકૂળતાને વિચાર કરે જઈએ. સંયમમાં આચાર-વિચારની અનેક પ્રકારની વિકટતા હોય છે. રોગને લીધે એ આરાધનામાં વિક્ષેપ ન થાય એ વિચારીને તમારે દીક્ષાની વાત કરવી ઉચિત છે.”
ત્રિભોવનદાસ કહેઃ કૃપાળુ ! હું દરેક પ્રકારને વિચાર કરીને જ આપની પાસે આવ્યો છું. અને હવે એ જ ભાવના છે કે સાધુપણામાં જ મારૂં શેષ જીવન વ્યતીત થાય.
આમ તેમને પૂર્ણ વૈરાગ્ય જોઈને પૂજ્યશ્રીએ તેમને દીક્ષા માટે સંમતિ આપી.
આ વાત જાણીને પેલા છોકરાની ભાવના પ્રબળ બની. દીક્ષા માટેની ભાવના તો તેને પહેલેથી જ થયેલી. હવે તે સવિશેષ દઢ બની. તેણે પૂજ્યશ્રીને કહ્યું : “પહેલાં હું આપની પાસે આવ્યો છું, માટે મારી દીક્ષા જ પહેલી થવી જોઈએ.” - પૂજ્યશ્રીએ તેને ઘણો સમજાવ્યું. પણ તે એકનો બે ન જ થયું. તેણે તે જાણે દીક્ષા લેવાની હઠ પકડી.
પૂજ્યશ્રીએ તો તે આવ્યા તે દિવસથી જ પોતાના જ્ઞાન-ચક્ષુ વડે તેનામાં રહેલા જ્ઞાન-તેજને પારખી લીધેલું. તેથી તેની ઘણી વિનંતિ થવાથી તેઓશ્રીએ તેને પણ દીક્ષા લેવાની સંમતિ આપી.
આ એ વખતની વાત છે, જયારે દીક્ષા પ્રત્યે હજી જનતાની રૂચિ સંપૂર્ણપણે નહેતી જાગી. તેમાં પણ આવા નાના બાળકની દીક્ષાથી તો લોકે ભડકતા હતા. એટલે તે બંનેને દીક્ષા આપવા માટે પૂજ્યશ્રીએ મુનિવર શ્રી આનન્દસાગરજી મ. (પૂ. સાગરજી મ.) તથા મુનિશ્રી સુમતિવિજયજી મ. ને કાસીંદ્રા ગામે મોકલ્યા. ત્યાં બન્નેને દીક્ષા આપવામાં આવી.
શ્રી ત્રિભોવનદાસ નામ મુનિશ્રી ઋદ્ધિવિજ્યજી રાખીને, તેમને શ્રી સુમતિવિજયજી મ. ના શિષ્ય કર્યા. અને પેલા બાળકનું નામ મુનિશ્રી યશોવિજયજી રાખીને તેમને પૂ. મહારાજશ્રીના શિષ્ય કરવામાં આવ્યા. દીક્ષા સમયે તેની ઉંમર ૯ વર્ષની હતી.
દીક્ષા આપ્યા પછી બને નૂતન-દીક્ષિતની સાથે પૂ. મુનિશ્રી સુમતિવિજયજી મ. થે વખત અન્યત્ર વિચરીને ચાતુર્માસ પૂર્વે અમદાવાદ પૂ. ગુરૂભગવંતશ્રીની નિશ્રામાં આવી ગયા.
આ વર્ષે શેઠશ્રી મનસુખભાઈ તરફથી પૂજ્યશ્રીની પુનિત નિશ્રામાં વાઘણપોળના શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુના, તથા ઝવેરીવાડના શ્રીસંભવનાથ પ્રભુના ( સંભવનાથની ખડકીવાળા ) એમ બે દેરાસરને પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયે.
પ્રતિષ્ઠાનું મુહૂર્ત અમદાવાદના પ્રખ્યાત છેષી હેરાજોષી ને પૂછવામાં આવતા તેમણે શુક્રાસ્તને દેષ હોવાથી આ વર્ષે મુહૂર્ત સારૂં નહિ આવે એમ કહ્યું.
ત્યાર બાદ નાથા જોષી નામના બીજા વિદ્વાનને પૂછતાં તેમણે પૂ. મહારાજસાહેબ પાસે આવી, ચર્ચા વિચારણા કરીને તે જ વર્ષમાં સર્વદેષરહિત અને ઉત્તમ મુહૂર્ત કાઢી આપ્યું. એ મુહૂર્ત પ્રમાણે પ્રતિષ્ઠા કરવાનું નકકી કરવામાં આવ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org