________________
35
શાસનસમ્રાટ્
એક દહાડા એ છેકરો પૂજયશ્રીના વ્યાખ્યાનમાં આવીને બેઠા. તે દોઢ કલાક સુધી એને સ ́પૂર્ણ રાહત રહી, એટલે વ્યાખ્યાન પતી ગયા પછી પણ તે ત્યાં ચાર-પાંચ કલાક સુધી બેસી રહ્યો. આટલા સમય દરમ્યાન તેને થુંકમાં પણ લેાહી ન આવ્યું. આ જોઈ ને તેને તથા તેના કુટુંબીજનોને ભારે આશ્ચય થયુ. તેમને લાગ્યુ કે,મહારાજશ્રીના જ આ પ્રભાવ છે.
ગેાચરીના સમય થવાથી પૂજ્યશ્રીએ તેને બહાર જવા કહ્યુ.. જેવા એ ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા, કે થુંકમાં લેહી આવવા માંડયું. આથી તેના કુટુંબીજનોને નિઃસ ંદેહ નિ ય થઈ ગયા કે–જરૂર મહારાજ સાહેબના પ્રભાવે જ આટલા સમય સારૂ રહ્યુ.
તેઓ બધાં તે ઘેાડીવાર પછી પૂજ્યશ્રી પાસે આવ્યા. બધી હકીકત જણાવી વિન ંતિ કરી કે : સાહેબ! આપ કાંઈ ઉપાય બતાવે.
પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “હું કાંઈ મંત્ર-તંત્ર કે દવા–ઔષધ જાણતા નથી.” પછી પેલા કરાને કહ્યું : “જા ! તું હ ંમેશાં નવકાર મંત્ર ગણુજે. અને ખેાટો વહેમ રાખીશ નહિ.”
પૂજ્યશ્રીના જીવન-ઔષધ સમા આ વચનને કરાએ તથા તેના કુટુંબીજનોએ અંતરથી સ્વીકાર્યું. આ પછી એ છેકરાએ નવકાર–મંત્રનું સ્મરણ ચાલુ કર્યું કે ચમત્કાર સર્જાયા. તે જ દિવસથી તેને રાગ ગાયબ. સૌ અજાયખીમાં પડી ગયા. તેમને લાગ્યું કે: ખરેખર ! પૂજ્યશ્રીના વચનના આ પ્રતાપ છે.
પૂજ્યશ્રીની નષ્ઠિક–બ્રહ્મચર્ય મૂલક વચનસિદ્ધિના આ અદ્દભુત અને પ્રેરક પ્રસંગ છે.
કાસેારથી વિહાર કરી પૂજ્યશ્રી દેવા-ખાંધલી થઈને શ્રીમાતરતી પધાર્યાં. અહી સાચાદેવ શ્રી સુમતિનાથ પ્રભુની યાત્રા કરી, અને થાડા દિવસ સ્થિરતા કરી. અહીં તેઓશ્રીના વ્યાખ્યાનમાં અહીંના મામલતદાર શ્રી હરિભાઈ આદિ હંમેશાં આવતા. પૂજયશ્રી પ્રત્યે તેમને ખૂબ ભકિતભાવ હતા.
ત્યાંથી તેઓશ્રી ખેડા પધાર્યાં. અહી` માસકલ્પ કર્યાં. ખેડા એ જિલ્લાનું મુખ્ય શહેર હાવાથી ત્યાં શિક્ષિત (Educated) વર્ગ સારા પ્રમાણમાં વસતા. જિલ્લા કલેકટર (Callector) નું રહેઠાણ પણ અહીં હતું. તેઓ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં હુ ંમેશાં આવતા. અધિકારી-વમાં પૂજ્યશ્રીની પ્રખ્યાતિ સ્વયમેવ એટલી ફેલાયેલી હતી કે તેઓશ્રી જ્યાં જાય, ત્યાંના અધિકારીએ તેમનું વ્યાખ્યાન સાંભળવા, તેમના દન કરવા હાજર જ હોય. પ્રથમ પરિચયે, પ્રથમ વ્યાખ્યાન સાંભળીને જ તેઓ પૂજ્યશ્રીના ભકત બની જતા. અહીં કલેકટરને માટે પણ એમ જ બન્યું. પૂજ્યશ્રીનુ દલીલ-યુકિત અને પ્રમાણેાથી ભરપૂર વ્યાખ્યાન સાંભળીને તેઓ પ્રભાવિત થઈ ગયા. પછી તે તેઓ હમેશાં વ્યાખ્યાન શ્રવણુ માટે આવવા લાગ્યા.
ખેડાના શ્રીસ’ઘમાં એ પક્ષ (તડા) હતા. એક સંવેગી પક્ષ. બીજો તિપક્ષ. સ ંવેગી પક્ષ સંવેગી સાધુઓને જ માને. જ્યારે યતિપક્ષ શ્રી પૂજ્યેયને જ ગુરુ માને. બન્ને પક્ષો વચ્ચે એવી મડાગાંઠ પડી ગયેલી કે એક પક્ષના શ્રાવફા અન્ય પક્ષના ઉપાશ્રયે વ્યાખ્યાન—શ્રવણ માટેય જતા નિહ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org