________________
શાસનસમ્રાદ્
પાંજરાપાળના શ્રાવકવાની વિનંતિથી પ.પૂ.શ્રી દાનવિજયજી મહારાજે વ્યાખ્યાનમાં શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર-મૃડવૃત્તિ વાંચવી શરૂ કરી.
મીઠાં પાણીની પરબે સૌ કેાઈ પેાતાની તરસ છીપાવવા જાય.
४८
અહી' પણ એમ જ બન્યું. પાંજરાપોળ-ઉપાશ્રયમાં માઁડાયેલી આ જ્ઞાનામૃતની પરખ પર અનેક ભાવિક જીવેા એ અમૃતને આસ્વાદ માણીને પેાતાની ભાવ-તૃષા છીપાવવા માટે આવવા લાગ્યા. પાંજરાપોળ એ અમદાવાદનું હૃદયસ્થાન-કેન્દ્રસ્થાન (Heart of Ahmedabad) ગણાય. તેથી ત્યાં વ્યાખ્યાન સાંભળવા માટે જુદી જુદી પાળેાના સેંકડા પ્રતિષ્ઠિત સનૃહસ્થો આવવા લાગ્યા. પૂ. શ્રી દાનવિજયજી મ. વિદ્વાન્ હતા, વકતા હતા. એટલે લેકેને તેમનું વ્યાખ્યાન રૂચી ગયું.
કેટલાએક દિવસેા પછી પૂ. શ્રીદાનવિજયજી મ. ને શારીરિક અસ્વસ્થતાને કારણે આરામ લેવા માટે શેઠ હઠીસિંહ કેસરીસિંહની-ખડારની વાડીએ પધારવાના વિચાર થયા. આથી શેઠ જેસી’ગભાઈ આદિ અગ્રણી ગૃહસ્થોએ તેઓશ્રીને વિનતિ કરી કે; સાહેબ ! આપશ્રી વ્યાખ્યાન કોઈ મુનિરાજને ભળાવતા જાએ. વ્યાખ્યાન અંધ ન રહેવુ જોઈ એ.
તેઓશ્રીએ આપણા પૂજ્યશ્રીને વ્યાખ્યાન સાંપ્યું.
પૂજ્યશ્રીએ કહ્યું : “ સાહેબ! આપનું તત્ત્વાર્થનું વ્યાખ્યાન ધારાબદ્ધ ચાલુ રહે, માટે હું ખીજું કાંઈ વાંચીશ. આપશ્રી પુનઃ અડી' પધારા, ત્યારે તત્ત્વાર્થે વાંચશે.”
ત્યારે તેઓશ્રીએ ફરમાવ્યુ’:ના ના! તમે પશુ તત્ત્વાર્થ સૂત્ર જ ચાલુ રાખજો. પૂજ્યશ્રીએ, ‘તદ્ઘત્તિ’ કહી એ વચન સ્વીકાર્યું, અને ખીજા દિવસથી તત્ત્વાર્થ-વિષયક વ્યાખ્યાનના મંગળમય પ્રારંભ કર્યાં.
આપણા મહાન ચરિત્રનાયકશ્રી એ દિવસે પ્રથમવાર પાંજરાપાળની પાવન પાટે બિરાજ્યા. તેઓશ્રીની મેઘ-ધ્વનિ શી સ્વર-ગંભીરતા, એજસ્વિની છતાંય આબાલવૃદ્ધજન સમજે એવી સરલ ભાષા, અને આકર્ષક શૈલી વગેરેથી જનતાને શ્રવણરસ દિનપ્રતિઢિન વધવા લાગ્યા. એની સાથે શ્રેતાઓની સંખ્યા પણ વધતી ગઈ.
એ વખતના પ્રતિષ્ઠિત આગેવાન અને વિદ્વાન્ શ્રેાતાઓના થોડા પરિચય આપણે મેળવી
લઈ એ.
(૧) શ્રાદ્ધવ શ્રી પાનાચંદ્ર હુકમચંદભાઈ. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા. પણ પૂ.પં.શ્રી પદ્મવિજયજી મ., પૂ. પં. શ્રી રૂપવિજયજી મ., પૂ. પં. શ્રીવીરવિજયજી મ., આદિ આગમધર મુનિપુરંદરા પાસે તેમણે ઘણાં વર્ષોં પન્ત આગમાનું શ્રવણ કરેલું. આથી તેઓ એક અનુભવવૃદ્ધ બહુશ્રુત શ્રાવક કહેવાતા. આગમેામાં શ્રમણેાપાસકને – “ઠ્ઠા-ચિટ્ટા' વિશેષણેા આપવામાં આવ્યા છે. શ્રીપાનાચંદભાઈ પણ એવા જ બહુશ્રુત (અથ જ્ઞાનથી) શ્રમણાપાસક હતા. એમના સહકારથી રાધનપુરવાળા મુનિ શ્રી વીરવિજયજી મ. (પાછળથી આ. શ્રીવીરસૂરિ– જી) વિગેરે મુનિવરે ‘શ્રી પન્નવા સૂત્ર’ વાંચી શકયા હતા. તેમ જ શ્રી રામચંદ્ર દીનાનાથ શાસ્ત્રી તથા શ્રી કેશવલાલ પ્રેમચંદ મેાદી વિગેરે વિદ્વાન શ્રાવકા ‘શ્રી લેાકપ્રકાશ' વાંચી
શકયા હતા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org