________________
૫૨.
શિાસનસમ્રાટે
છે, કાંઈ તત્વજ્ઞાન ચર્ચાતું નથી. એવાં વ્યાખ્યાન સાંભળવાથી શું ફાયદે? તેમની તર્કપ્રધાન બુદ્ધિ આત્મા વગેરે પદાર્થોના અસ્તિત્વ વિષે સંદિગ્ધ હતી. - તેમના પરમમિત્ર શ્રી ધોળશાજી તેમના આ વિચારે સારી રીતે જાણતા હતા. તેમની ભાવના એવી કે-શ્રીસંઘના સમર્થ નાયક નગરશેઠ જે દઢ શ્રદ્ધાળુ બને તે શ્રીસંઘને મહાન લાભ થાય. અને આવી ઉત્તમ ભાવનાથી પ્રેરાયેલા તેઓ નગરશેઠને રૂચિકર અને સંતેષપ્રદ વ્યાખ્યાનની તપાસ વારંવાર કરતા.
આપણા પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળીને તેમને લાગ્યું કે–આ વ્યાખ્યાન-શૈલી નગરશેઠ માટે સચોટ અસરકારક નીવડશે. એટલે તેઓ પહોંચ્યા નગરશેઠ પાસે. શેઠની પાસે પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વ્યાખ્યાનશૈલી વિ.ની ભારોભાર પ્રશંસા કરતાં તેમણે કહ્યું: “શેઠ! આપ એકવાર વ્યાખ્યાનમાં પધારે, આપને ઘણે આનંદ આવશે.”
ધળશાજીની પરમાર્થ–વૃત્તિ માટે શેઠને ઘણું સન્માન હતું. તેથી તેઓ તેમની વાતને અનાદર કરી શકતા નહીં, એટલે તેઓ “આજે અમુક મહેમાન આવવાના છે, આજે અમુક કાર્યક્રમ છે એમ બહાના કાઢીને વ્યાખ્યાનની વાત ટાળવા લાગ્યા.
પણ ધૂળશાજી ગંભીર અને અડગ હતા. સતત ઉદ્યમથી દરેક કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે, એમ મક્કમપણે માનનારા હતા. તેમણે હંમેશાં પ્રેરણા કરવી ચાલુ રાખી. પરિણામે એક દિવસ નગરશેઠના મનમાં વિચાર આવ્યો કે આ ધળશાજી હંમેશાં મહારાજ સાહેબનું વ્યાખ્યાન સાંભળવાની પ્રેરણા કરે છે, તે એક દિવસ સાંભળીએ તે ખરા. તેમણે ધૂળશાજીને કહ્યું કે આવતી કાલે હું વ્યાખ્યાનમાં જરૂર આવીશ.
ધૂળશાજી તે રાજીના રેડ થઈ ગયા. તેમની ઉમદા ભાવના અને ઉદ્યમ આજે સફળ બન્યા.
બીજે દિવસે સવારે વ્યાખ્યાન સમયે તેઓ શેઠના બંગલે પહોંચી ગયા, અને શેઠને લઈને ઉપાશ્રયે આવ્યા. આ વ્યાખ્યાન ચાલતું હતું. અનેક શ્રેતાજને પૂજ્યશ્રીના વચન-પીયૂષને પિતાના હદયપાત્રમાં ઝીલી રહ્યા હતા. નગરશેઠ પણ બેઠા. પૂજ્યશ્રીની તક–પરિશુદ્ધ અને વૈરાગ્યરસઝરતી વાણી સાંભળીને તેમનું ચિત્ત પ્રસન્ન બન્યું. ઘણું સમયથી દઢ વીંટળાયેલા પૂર્વગ્રહના બંધને આજે આપમેળે છૂટી ગયા. તેઓ જેવું ઈચ્છતા હતા, તેવું જ – બલકે તેના કરતાંય ઉચ્ચ કેટિનું વ્યાખ્યાન આજે તેમને સાંભળવા મળ્યું. આથી તેઓ ખૂબ પ્રભાવિત બન્યા.
ત્યારપછી બીજે દિવસે સવારે ધોળશા શેઠને બોલાવવા ગયા, તે શેઠ તે કયારનાય તૈયાર થઈને જ બેઠા હતા. તેમણે કહ્યું : “ચાલે ! હું તો તૈયાર જ છું. ધળશાજી પણ તેમના આ અદ્ભુત પરિવર્તનથી સાનંદાશ્ચર્ય પામ્યા. પછી તે પ્રતિદિન વ્યાખ્યાનમાં આવઠ્ઠ એ નગરશેઠને નિત્યનિયમ થઈ ગયો. ત્યાં સુધી કે–વ્યાખ્યાન બેસવાને હજી પા કલાકની વાર હોય, કોઈ આવ્યું ન હોય, ત્યારે નગરશેઠ હાજર થઈ જાય. અને વ્યાખ્યાનના આરંભથી માંડીને અંત સુધી અક્ષરેઅક્ષર સાંભળે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org