________________
જય થંભણ પારસનાથી
૬૩
સમયે આવ્યા. જ્યારે દેરાસરમાં કેઈની ય અવર-જવર ન રહી, ત્યારે તેઓ સાતેક ઇંચની શ્રી સ્તંભન પાર્શ્વનાથની નીલમમય પ્રતિમા ચેરી ગયા.
સાંજે દર્શન કરવા માટે શ્રાવકે દેરાસરે આવ્યા ત્યારે મૂળનાયકની ગાદી ખાલી દેખીને તેમના દિલમાં વજાને આઘાત લાગ્યો. વાત ફેલાતાં આખા સંઘમાં હાહાકાર થઈ ગયે. દેરાસરને ખૂણે ખૂણે તપાસવામાં આવ્યું. શહેરભરમાં શેખેળ કરાવી, પણ પરિણામે શૂન્ય. શેઠ શ્રી અમરચંદભાઈએ આ વાત જાણતાં જ પ્રતિજ્ઞા કરી કે, “જ્યાં સુધી પ્રભુજી ન આવે, ત્યાં સુધી મારે ચારેય આહારનો ત્યાગ છે.” શ્રી સંઘમાં પણ અનેક ઉપવાસ, આંબેલા આદિ તપશ્ચર્યાઓ થઈ. શેખેળ ચેદિશ ચાલુ જ હતી. બે દિવસ સુધી તે કઈ પગેરું જડયું નહિ. પણ–
"अत्युग्रपुण्य पापाना-मिहेव फलमाप्यते । त्रिभि वर्षे स्त्रिभिर्मासैत्रिभिः पक्षस्त्रिभिर्दिनैः ॥
અત્યંત ઉગ્ર પુણ્ય કે પાપનું ફળ તેજ ભવમાં ત્રણ વર્ષ-માસ–પક્ષ કે દિવસમાં મળે છે. અહીં પણ એમજ બન્યું. તારાપુરમાં પેલે સોની એકાએક અંધ બની ગયે. અને એટલું ઓછું હોય તેમ એ એની અને કેળી વચ્ચે ભાગ પાડવામાં વિખવાદ પડવાથી મનદુઃખ થયું. એટલે કેળીએ કેઈકને આ વાત કહી દીધી. | ફરતી-ફરતી આ વાત શેઠપપટભાઈના પુત્ર શ્રી પુરૂષોત્તમભાઈ તથા શા. પિપટલાલ મૂળચંદ અને નગીનદાસના કાને આવી. તેઓ કાર્યકુશળ હતા. પ્રતિમાને ચેર તારાપુરમાં છે, એ જાણીને તરત જ તેઓ તારાપુર ઉપડી ગયા.
તારાપુરમાં તપાસ કરવાની તેમને ઘણું સુગમતા પડી. કારણકે શેઠ પોપટલાલ મૂળચંદના પુત્ર શ્રીવાડીલાલભાઈ ત્યાંના તલાટી હતા. તેમની મદદથી આખા ગામમાં તપાસ કરાવીને સનીને પત્તો મેળવ્યું તેને પકડવામાં આવ્યું. પ્રભુજી બાબત તેને પૂછ્યું, તે પહેલાં તે તે જાણે પોતે કાંઈ જાણતું જ નથી, એ દેખાવ કરવા લાગે. ધમકાવીને વારંવાર પૂછયું છતાં એ જ જવાબ મળવાથી છેવટે તેને ખંભાતના ફજદારની બીક બતાવી. ખંભાતના ફેજ. દારથી તે વખતે ભલભલા ચાર–ગુનેગારે ફફડતાં, તે આ સોનીનું શું ગજું? તેણે ડરના માર્યા ચેરી કબુલી લીધી. ને નારેશ્વર તળાવ પાસેથી પ્રતિમાજી કાઢીને તેમને સોંપ્યા. પ્રતિમાજી પાછાં મળવાથી પુરુષોત્તમભાઈ વિગેરે ખૂબ હર્ષિત બન્યા. ત્યાંથી ખંભાત લઈ ગયા. શ્રી સંઘે વાજતે-ગાજતે અપૂર્વ ઠાઠ-માઠથી પ્રભુને નગર-પ્રવેશ કરાવ્યા. શેઠ અમરચંદ ભાઈને હૈયે હરખ માટે નહોતા. તેમને તે નવે અવતાર મળે જાણે!
મુહૂર્ત ખબર ન હોવાથી પ્રભુજીને શ્રી સીમંધર સ્વામીજીના દેરાસરમાં પરણુદાખલ પધરાવ્યા.
પ્રભુજીની સ્તંભનાજીના દેરાસરમાં પુન:પ્રતિષ્ઠા કરવા માટે શ્રી સંઘે વિનંતિ કરતાં-વિ. સં. ૧૯૫૬ની સાલમાં આપણુ પૂજ્યશ્રીએ ૧૮ અભિષેક આદિ વિશુદ્ધ વિધિ વિધાનપૂર્વક પુનઃપ્રતિષ્ઠા કરી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org