________________
.૫૦
શાસનસમ્રાટ્
થાય એને વ્યવસાય કરે, એ તેમને બિલકુલ રૂચતુ નહિ. તેથી તેએ ડાહ્યાભાઈથી જુદા રહેતા. સ્વય ઝવેરાતના ધંધા કરતા. ઘણા સારા ક્રેડપતિ શેઠીયાએ સાથે તેમને અંગત પરિચય હતા. પણ તેમની પાસે તેઓ કદી પણ ઝવેરાત લઈ જતા નહિ, કારણ કે-આર્થિક ખાખત–પેાતાના ધાર્મિક સંબંધમાં ધક્કો પહેાંચાડનાર છે, એમ તેઓ સ્પષ્ટપણે માનતા. તેમની વ્યાખ્યાન શ્રવણ–રૂચિ અજબ હતી. પૂજ્યશ્રીની સભાના તેઓ વિદ્વાન્-સમજુ શ્રેાતા હતા.
અમદાવાદના કોટયાધિપતિ શેડીયાએ તેમની મારફત લાખા રૂપિયાનુ ગુપ્તદાન ગરીબને અપાવતા. શેઠ હઠીસિંહ કેસરીસિ’હ તરફથી તે ત્યાં સુધી હુકમ હતા કે-“પ્રથમ જૈન–પછી ખીજી હિન્દુ કામે! અને મુસલમાન આદિ અઢારે વણુ માં કાઈ પણુ દુઃખી માણસ ભૂખ્યા ન રહેવા જોઈ એ.” અને એ માટે તેઓ શ્રી ધેાળશાજી દ્વારા લાખા રૂપિયાની દાન-સરિતા વહેવડાવતા.
શેઠ મનસુખભાઈ ભગુભાઈ પણ દર મહિને હજારા રૂપિયાનું દાન તેમની મારફત કરતા. ધોળશાજી ખૂબ આબરૂદ્દારપ્રતિષ્ઠિત માણસ હતા. શ્રીમનસુખભાઈ જેવા શ્રેષ્ઠિ પેાતાના ભરાસે લાખા રૂપિયા દાન કરવા માટે આપે છે, તેથી તેમાં કોઈ સમયે કોઈ ને પણ શંકા ન ઉપજે, એટલા માટે તેએ એક ખાનગી નાંધપોથીમાં પાઈએ પાઈ ના ગણત્રીપૂર્વકના હિંસામ સંકેતરૂપે લખી રાખતા.
એક દિવસ તે સ્વાભાવિક રીતે જ શેઠ મનસુખભાઈ ને એ નોંધ ખતાવવા ગયા. પણ શેઠે તે તેમને કહી દીધું કે: “મારે એ યાદી સાંભળવી નથી, તેમ જાણવી પશુ નથી. હું સાંભળુ, ને કોઈ પ્રસ`ગે કાઇની પણ સાથે વિરોધ થતાં આવેશને લીધે મારાથી આ કરેલાં ઉપકારા–સંબંધી કાંઈ કહેવાઈ જાય, તેા કર્યાં-કારવ્યા ઉપર પાણી ફરી વળે. અને તમારા ઉપર મને સોંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે. તમારા જેવી ગંભીરતા હજી અમને અમારામાં ય નથી જણાતી.”
ધોળશાજી તે આ સાંભળીને છક્ક થઈ ગયા. તેઓ શેઠની આવી અત્યુત્તમ ભાવનાની ખૂબ-ખૂબ અનુમેદના–પ્રશંસા કરી રહ્યા.
તેઓ હુ ંમેશાં શ્રાવક ચાગ્ય આવશ્યક ક્રિયાઓ કરતા. અને પ્રતિનિ અપેારે પૂ. શ્રી મૂળચંદજી મહારાજ પાસે સામાયિક કરવા જતા. આ વખતે શેઠ પ્રેમાભાઈ પણ પાલખીમાં એસીને છૂટે હાથે દાન આપતા, શાસનની શાન વધારતા, સામાયિક કરવા આવતા. ધાળશાજીની ભાષા મીઠી તેમજ વૈરાગ્યપેાષક હતી. સામાન્ય વાતચીતમાં પણ તેઓ વૈરાગ્ય વધે તેવુ જ ખેલતા. આગમ-વિષયના તેઓ સારા જાણકાર હેાવાથી કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાખ આપવાનું કામ પૂ. શ્રી મૂળચંદજી મહારાજ તેમને ભળાવતા. તે પણ સારી રીતે સામાને સતાષ મળે તે રીતે એ પ્રશ્નોના જવાબ આપતા.
(૩) શ્રી ડાહ્યાભાઈ દેવતા. તેઓ ફતાસાની પાળમાં રહેતા, અને વિદ્યાશાળાના બેઠકીયા હતા. વિદ્યાશાળામાં તેએ કાયમ રાસ-વાંચન કરતા. કંઠે મીઠા, અને અર્થ સમજાવવાની શક્તિ પણ સરસ. એટલે ઘણા શ્રેાતાઓનુ મન તે આકષી શકતા.
અતિ વ્યવસાયી જીવનમાં ધર્મભાવના ઓછી ન થઈ જાય એટલા માટે શેઠ શ્રી મનસુખભાઈ પણ તેમને પ્રતિનિ પેાતાને ત્યાં ખેલાવતા, અને બે કલાક રાસ સાંભળતા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org