________________
રતમ્મતીર્થમાં બે ચોમાસાં
૫૭
ત્યાર પછી–આસો સુદ ૧૦ના મંગલદિને “શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંસ્કૃત પાઠશાળા” ને શુભારંભ કરવામાં આવ્યું. અધ્યાપક તરીકે શ્રીદિનકરરાવ શાસ્ત્રીજીને રાખવામાં આવ્યા. પ્રારંભથી જ ૬૦ થી ૭૦ જેટલા વિદ્યાથીઓ હોંશે હોંશે જોડાયા. એટલે બીજા બે શાસ્ત્રીજી રોકવામાં આવ્યા, શ્રીચંદ્રધર ઝા અને શ્રી કેશવ ઝા.
પાઠશાળામાં ધાર્મિક અભ્યાસની સાથે-સાથે સંસ્કૃત રૂપાવલિ, સમાસ-ચક, ભાંડારકરની બે બુક, એટલું પ્રાથમિક અભ્યાસ રૂપે કરાવીને-ચંદ્રપ્રભા વ્યાકરણ અભિધાનચિન્તામણિ કેષ વિ. ગ્રન્થ ભણાવાતા.
શ્રી દલસુખભાઈ પોપટલાલ, સોમચંદ પોપટચંદ, ઉજમશી છોટાલાલ ઘીયા (પૂ. ઉદયસૂરિજી મ.), ભેગીલાલ પોપટચંદ, વાડીલાલ બાપુલાલ, આશાલાલ દીપચંદ, પુરૂષોત્તમદાસ છગનલાલ, મેહનલાલ પોપટલાલ, વગેરે પાઠશાળાના મુખ્ય અને બુદ્ધિશાળી વિદ્યાથીઓ હતા. એમાં શ્રીદલસુખભાઈ તથા શ્રી સોમચંદભાઈને તે પૂજ્યશ્રી સ્વયં અભ્યાસ કરાવતા હતા.
આ સિવાય-પૂજ્યશ્રીએ એક જંગમ પાઠશાલા' પણ સ્થાપી. જંગમ એટલે હાલતી ચાલતી પાઠશાળા, જ્યાં સુધી પૂજ્યશ્રી ખંભાત બિરાજ્યા, ત્યાં સુધી તે વિદ્યાથીઓ ભણતા જ. પણ તેઓશ્રી જ્યારે વિહાર કરે ત્યારે વિહારમાં અને અન્યત્ર સ્થિરતા કરે છે ત્યાં આ જંગમ પાઠશાળા તેઓશ્રીની નિશ્રામાં ચાલુ જ રહેતી. તેમાં ખંભાત-અમદાવાદ આદિ અનેક સ્થળેના જ્ઞાન–પિપાસુ વિદ્યાથીએ પૂજ્યશ્રીની સાથે–પાસે રહીને ભણતાં.
ચોમાસું પૂર્ણ થયા પછી શ્રી અમરચંદભાઈને શ્રી સિદ્ધગિરિજીનો છબરી' પાળા સંઘ કાઢવાની ભાવના થઈ. તેમણે પૂજ્યશ્રીને સંઘમાં પધારવાની વિનંતિ કરી. પૂજ્યશ્રીએ કહ્યું કે–પાઠશાળા હજુ હમણાં જ શરૂ થઈ છે. માટે હાલ તો ન આવી શકાય. પણ શેઠને અત્યંત આગ્રહ થવાથી છેવટે પૂજ્યશ્રીએ સ્વીકાર કર્યો. શાસ્ત્રીજીને બરાબર અધ્યયન કરાવવાની ભલામણ કરી તેઓશ્રી સંઘમાં પધાર્યા. અમરચંદભાઈએ કાઢેલા સંઘમાં આ છેલ્લો સંઘ હતો. એમાં ૭૦૦ થી ૮૦૦ યાત્રિકો જોડાયા હતા.
શ્રીસિદ્ધિગિરિજીની સંઘ સહિત યાત્રા કરીને પૂજ્યશ્રી પુનઃ ખંભાત પધાર્યા.
આ દરમ્યાન વિખ્યાત જર્મન પ્રોફેસર ડો. હર્મન જેકેબીએ (Dr. Hermann Jacobi) શ્રીઆચારાંગસૂત્રનું કરેલું ઈંગ્લિશ ભાષાંતર (English translation) પ્રગટ થયું હતું, તેમાં “જેનેના શાસ્ત્રમાં માંસાહાર કરવાનું વિધાન છે” એવું સ્પષ્ટ વિધાન તેમણે કરેલું. આવા અશાસ્ત્રીય અને અનર્થકારક લખાણથી સારાયે જૈન સમાજમાં ઉહાપોહ જાગે, અને ડે. જેકેબીએ કરેલા આ વિધાનના વિરોધક ચક્રો ગતિમાન બન્યા.
આપણું પૂજ્યશ્રીએ પણ એ સંબંધમાં “મુંબઈ સમાચાર મારફત પત્રવ્યવહાર ચલાવ્યું. અને છેવટે તેઓશ્રી તથા પૂજ્ય મુનિશ્રી આનન્દસાગરજી મ., બંનેએ ડો. જેકેબીના વિધાનનો પ્રતિકાર કરતી, શાસ્ત્રીય પુરાવા અને યુક્તિ-પ્રયુક્તિઓથી ભરપૂર “friાર્ય-મીમાંસા નામની પુસ્તિકા રચી અને પ્રકાશિત કરાવી. એને પરિણામે ડો. જેકેબીએ પોતાની ઉપયુક્ત ભૂલને એકરાર કરતો નિખાલસ ખુલાસે પણ જાહેર કરેલે.
શા. ૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org