________________
૫૮
ખંભાતમાં જીરાવલાપાડા વગેરે સ્થળેામાં આવેલા શ્રીચિન્તામણીપાર્શ્વનાથભગવાન આદિ ૧૯ પ્રાચીન જિન મંદિર જીણુ થઇ ગયેલા. એ ૧૯ મદિરાના જીર્ણોદ્ધાર કરવા આવશ્યક હતા. પણ જો એ ઓગણીશેય દેરાસરાના જુદા-જુદા ઉદ્ધાર કરાવે, તે ખૂબ ખર્ચ થાય. વળી જ્યાં જૈનાના ઘર આછા હાય, યા ન હોય, ત્યાં ગેાઠા-પૂજારી રાખવા, રક્ષણ માટે બંદોખસ્ત કરવા, ઈત્યાદિમાં ઘણા ખચ આવે.
શેઠશ્રી પાપટભાઈ અમરચંદના મનમાં એવા વિચાર પણ આવ્યે કે-જો એક જ સ્થળે એક વિશાળ જિન મંદિર થાય, તેમાં ભિન્ન-ભિન્ન ગભારામાં એક-એક જિનાલયના શ્રી ચિન્તામણી પાર્શ્વનાથ, ગિરનાર તીર્થના મૂળનાયક શ્રીનેમિનાથ પ્રભુની પ્રતિમાસદેશ શ્રીનેમિનાથ પ્રભુ વગેરે મૂળનાયક પ્રભુજીના મહાપ્રભાવક બિમ્બે પધરાવવામાં આવે, તે એક જ ભવ્ય દેરાસરમાં એગણીશેય દેરાસર સમાઇ જાય, ને તેની વ્યવસ્થા પણ સુન્દર થઇ શકે અને ખંભાતમાં એક પણ શિખરબંધી દેરાસર ન હેાવાથી આ વિશાળ મદિર ભવ્ય શિખરબંધી પણ બની શકે, તેથી તીના મહિમા પણ વધી જાય.
શાસનસમ્રાટ્
પણ આ કાર્ય માટે માટી રકમ જોઈએ, ચેાગ્ય કા કર્તા પણ જોઈ એ. આ વિચારથી પેાપટલાલ શેઠ મુંઝાતા હતા. તેએએ પેાતાના આ બધા વિચારો પૂજ્યશ્રીને જણાવ્યા અને ચેાગ્ય માર્ગદર્શન આપવા માટે વિનંતિ કરી.
પૂજ્યશ્રીને તેમની ચેાજના ઉત્તમ લાગી. તેથી તેઓશ્રીએ તે માટે પાપટભાઈ ને ચાગ્ય દોરવણી આપીને ફરમાવ્યું: “પોપટભાઈ ! ‘શુમર્થ શોઘ્રમ્’-એ ન્યાયે વિના વિલંબે આ મહાન્ કા તમારે ઉપાડવુ જોઈએ. વ્યાપારાદિ વ્યવહારથી જેમ તમે હિન્દુસ્તાનમાં સુપ્રસિદ્ધ થયા છે, તેમ હવે આ મહાન્ ધ કાÖમાં જીવનનો ભાગ આપશે। તે તમે જરૂર ફતેહમદ થશે.”
આ સાંભળીને પાપટભાઈએ શુકનની ગાંઠ વાળી. પૂ. ગુરૂદેવના આ વચના તેમણે મસ્તકે ચઢાવ્યા. તેમને પૂ. ગુરૂદેવના વચન ઉપર અટલ શ્રદ્ધા હતી કે—એ વચન જરૂર ફળશે જ. તત્કાળ તેમણે જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરવાના નિણ ય કર્યાં. અને તે માટે પૂજ્યશ્રીને ઉત્તમ મુહૂત કાઢી આપવા કહેતાં તેઓશ્રીએ નજીકના જ સારામાં સારો દિવસ ખતાન્યા.
એ મુહૂત અનુસાર પાપટભાઈ એ પૂજ્યશ્રીની હાજરીમાં જ જીરાવલાપાડામાં ૧૯ દેરાસરાના જીર્ણોદ્ધારના મહાકાય ના મંગલ-પ્રારંભ કર્યાં.
પેાપટભાઈ શેઠ પોતે હુ ંમેશ સવા૨ે વ્હેલાસર શ્રી સ્ત ંભનાજી, શ્રી ચિન્તામણીજી, વિ. અનેક દેરાસરા જુહારીને હજી કડીયા-શિલ્પીએ ન આવ્યા હોય તે પહેલાં ત્યાં પહેાંચી જતા-નવકારશીનુ પચ્ચક્ખાણ ત્યાં નજીકમાં જ પારીને વાપરી લેતાં-અને શેઠ મૂળચંદ દીપચંદને ત્યાં જમીને બપારે જરા આરામ કરતા. ત્યારપછી મેડી સાંજ સુધી દેરાસરના કાર્યાંમાં જ વ્યસ્ત રહેતા. તેમને આ કાર્યક્રમ 'માત્ર એક-બે દિવસના નહેાતા, પશુ જ્યાં સુધી એ ઉદ્ધારનું કામ પૂર્ણ ન થયું, ત્યાં સુધી હુંમેશાં એ જ પ્રમાણે તેઓ જિનાલયના કા માં મગ્ન રહેતા.
આ રીતે-પૂજ્યશ્રીના મંગલ આશીર્વાદથી અને શેઠ પોપટભાઈ અમરચંદની અપૂર્ણ ખંત અને મહેનતથી જીર્ણોદ્ધારનુ ભગીરથ-કા ઝપાટાબંધ ચાલવા લાગ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org