________________
[૧૬]
અમદાવાદને આંગણે
ચાતુર્માસ પૂર્ણ થયા બાદ પૂજ્યશ્રીએ વઢવાણથી પાલિતાણા તરફ વિહાર કર્યો. માર્ગમાં લીંબડી ગામ આવ્યું. ત્યાં પૂજ્ય મુનિવરશ્રીઆનન્દસાગરજી મ. મન્યા. તેઓ પૂજ્યશ્રીની સાથે રહ્યા. અને પૂજ્યશ્રી પાસે વ્યાકરણદિને અભ્યાસ કરવા લાગ્યા. પૂજ્યશ્રી પણ તેમને પ્રેમપૂર્વક સરસ રીતે ભણાવતા. લીંબડીથી વિહાર કરી પાલિતાણું પધાર્યા. અહીં તાકિકશિરોમણિ પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી) બિરાજતા હતા, તેમની સાથે ઉતર્યા - આ એ સમયની વાત છે કે, જ્યારે પાલિતાણુના ઠાકોર સાથે વેતામ્બર જૈન કેમને શ્રી શત્રુંજય તીર્થ બાબત ઘર્ષણ ચાલતું હતું. પૂજ્યશ્રી દાનવિજયજી મ. નીડર-સ્પષ્ટવકતા હતા. તેઓ જૈન સંઘને લડી લેવાની પ્રેરણા આપવાની સાથે જરા પણ મચક ન આપવાનું કહેતા હતા. આ વાતની ઠાકરસાહેબને ખબર પડવાથી તેમના ઉપર ઠાકોરસાહેબની કરડી નજર થઈ-ખફા મરજી થઈ. તેમણે પૂ. મુનિશ્રી ઉપર ચાંપતી દેખરેખ રાખવા માંડી.
આ કારણથી ત્યાં હવે વધારે રહેવું એ ઉચિત નહોતું. તેમ જાહેર રીતે વિહાર કરવામાં પણ દહેશત હતી. એટલે શું કરવું તેની વિચારણા થઈ. ' ઔત્પાતિકી બુદ્ધિના સ્વામી આપણા પૂજ્યશ્રીએ એક સરસ ઉપાય શેધી કાઢયે. અને એ ઉપાય અનુસાર-સવારે સ્પંડિલ શુદ્ધિએ જતા હોય, તેમ પૂજ્યશ્રી દાનવિજયજી મ. આદિ સાધુઓ નીકળી ગયા. અને વિહાર કરીને જેસર પધારી ગયા. જેસર પહોંચીને ત્યાં સ્થિરતા કરી.
_ હવે પછીનું પાલિતાણાનું વાતાવરણ જોવા તથા તેને ચોખ્ખું કરવા માટે પૂજ્યશ્રી પાલિતાણું રેકાયા. અને થોડા જ દિવસમાં ત્યાંના વાતાવરણની કલુષતા કુનેહથી દૂર કરીને તેઓશ્રી ગારિયાધાર પધાર્યા. .
ગારિયાધારમાં–છડુંને પારણે છઠું કરતા મહાતપસ્વી પૂ. મુનિશ્રી ખાન્તિવિજયજી દાદા તથા પૂ. મુનિશ્રી મતીવિજયજી મહારાજ બિરાજતા હતા. તેમની પાસે પૂજ્યશ્રી પધાર્યા. એમને જોઈને એ પૂજ્યવરેને પણ ખૂબ આનન્દ થયા. પૂ. શ્રી મતિવિજયજી મહારાજ આપણું પૂજ્યશ્રી ઉપર ખૂબ વાત્સલ્ય રાખતા. અહીં થોડા દિવસ રહીને પૂજ્યશ્રી જેસર પધાર્યા. ત્યાં પૂ.શ્રી દાનવિજયજી મહારાજને મેળાપ થયે.
જેસરથી સૌ મુનિવરોએ સાથે અમદાવાદ તરફ વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ વિચરતાંવીતરાગની વાણીને પ્રકાશ ઠેર ઠેર પ્રસરાવતા તેઓ અમદાવાદ પધાર્યા. અહીં તેઓ સર્વ પાંજરાપોળ જૈન ઉપાશ્રયમાં બિરાજ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org