________________
જન્મભૂમિમાં જયજયકાર
૪૫ સામાં તેઓશ્રી પાસે શ્રી દિનકરરાવ શાસ્ત્રી હતા. તેમની પાસે તેઓશ્રીનું અધ્યયન ચાલુ હતું.
ભારતના વિખ્યાત ન્યાયમૂર્તિ શ્રી મહાદેવ ગોવિંદ રાનડેના સગાભાઈ કે જે ડોકટર હતા, તેઓ અહીં વઢવાણમાં રહેતા. “ડકટર રાનડે' તરીકે એ ઓળખાતા.
એકવાર શ્રી દિનકરરાવ શાસ્ત્રીજી શહેરમાં ફરવા નીકળેલા, ત્યાં એમને ડોકટરને ભેટ થઈ ગયો. શાસ્ત્રીજી દક્ષિણના, અને ડોકટર પણ દક્ષિણના–એટલે બનેનો પરિચય થયો. શાસ્ત્રીજી તે વિદ્વાન હતા જ. ડોકટર પણ સારા અભ્યાસી અને જિજ્ઞાસુ હતા. તેમણે શાસ્ત્રીજીને પૂછયું: “અહીં કોઈ વિદ્યાવિદ અને જ્ઞાન-ગડિ થાય એવું સ્થળ છે ?
શાસ્ત્રીજીએ પૂજ્ય મહારાજશ્રીનું નામ સૂચવીને કહ્યું કે, તેઓશ્રી વિદ્વાન છે. હું પણ તેઓશ્રીની પાસે રહું છું. તમે ત્યાં-ઉપાશ્રયે આવે.”
ડોકટર રાનડે પૂજ્યશ્રી પાસે આવ્યા, આકર્ષાયા અને પરિચય વધે. પૂજ્યશ્રી પણ તેમને નવનવા ધર્મ-સિદ્ધાંતે સમજાવતા. ગીતાજી અને ગદર્શનને સિદ્ધાંતે સમન્વયાત્મક દષ્ટિએ ડોકટરની સાથે ચર્ચતા. આ બધી વાતોમાં શાસ્ત્રીજી પણ રસપૂર્વક ભાગ લેતા. ડોકટરને પૂજ્યશ્રીના સ્વ-પર દર્શનના ઉંડા જ્ઞાન માટે ખૂબ બહુમાન થયું. અને પછી તે હંમેશાં આવવું, અને નવનવી જ્ઞાન–ચર્ચા કરવી, એ તેમને નિયમિત નિત્યક્રમ થઈ ગયે.
એકવાર પૂજ્યશ્રીના દાંત દુખવા તથા હલવા લાગ્યા. ડેકટર રાનડેએ તપાસીને કહ્યું કે દાંતમાં પાયોરીયા (piorrhoea) થયે છે, માટે દાંત કઢાવી નાખવા જોઈએ.
મહારાજશ્રીએ હસતાં હસતાં કહ્યું તમને ડોકટરને તે દાંત પાડતાં જ આવડે છે. પણ હાલ મારે વિચાર નથી, વિચાર થશે ત્યારે તમે તૈયાર જ છે.
પછીથી પૂજ્યશ્રીએ પિતાના સાંસારિક-પિતાજી શ્રી લક્ષ્મીચંદભાઈને અનુભૂત પ્રયોગ છીંકણી ઘસવાન” શરૂ કર્યો. પંદરેક દિવસ બાદ ફરીથી ડોકટરને દાંત દેખાડયા. દાંત જોતાં જ ડોકટરે કહ્યું કે તમારા દાંત બહુ સારા દેખાય છે. હવે પાડવાની જરૂર નથી. કઈ દવા કરી ?
મહારાજશ્રીએ પિતાને અનુભૂત પ્રયોગ જણાવ્યો. એ જાણીને ડોકટર પણ પૂજ્યશ્રીના અનુભવ-જ્ઞાન આગળ ઝૂકી પડ્યા.
આ ચોમાસામાં પૂજ્યશ્રીએ “માઘર' વગેરે ટેચના વ્યાકરણ-ગ્રન્થોનું અધ્યયન
આ ચોમાસા દરમ્યાન પૂજ્યશ્રીએ અહીં પણ એક ધાર્મિક પાઠશાળા સ્થાપી. અદ્યાપિ એ પાઠશાળા ચાલુ છે. - વઢવાણના આ ચોમાસામાં પૂજ્યશ્રીના સહવાતિ મુનિરાજશ્રી પ્રધાન વિજયજી મહારાજને કેલેરા થયે. ઘણું ઉપચાર કરવા છતાંય આયુષ્ય બળ પૂર્ણ થવાથી તેઓ કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીને એક સેવાભાવી-સહકારી સાધુને વિયોગ થયે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org