________________
જન્મભૂમિમાં જયજયકાર
કેઈપણ દુખી આત્મા દેખાય, તે હૈયામાં દયાભાવ લાવીને તેનાં દુઃખ દૂર કરવાની ઈચ્છા રાખવી, એ કરૂણાભાવના.
અને–આ જગતમાં ગુણવાન કરતાં અવગુણી આત્માઓ ઘણા જોવા મળશે, પણ તેને પ્રત્યે દ્વેષબુદ્ધિ ન રાખતાં, મધ્યસ્થપણે રહીને તેનું પણ ભલું ચિન્તવવું, એ મધ્યસ્થ ભાવના. આ ચાર ભાવના હે માનવ ! તું હંમેશા રાખજે, ભાવજે. - વિશુદ્ધ ધ્યાન–સંતતિમાં આરૂઢ થયેલા આત્માની ધ્યાન-ધારા કદાચ વ્યથાનદશાને લઈને તૂટી જાય, તો આ ચાર ભાવના એ ધારાને તરત જ સાંધી દે છે, અને આત્મા પુનઃ ધ્યાન–સંતતિમાં પરોવાઈ જાય છે. આ ઉત્તમ ચાર ભાવનાવંત આત્મા શ્રી જિનેશ્વરભાષિત ધર્મની ગ્યતાવાળે બને છે. આ વીતરાગ ધર્મ–કે જે અહિંસામય છે, સંયમમય છે, અને તપશ્ચર્યામય છે, એ જ આ જગતમાં ઉત્કૃષ્ટ મંગલ છે. અર્થ અને કામની પ્રાપ્તિ પણ એ ધર્મના પ્રભાવથી જ થાય છે. અને છેવટે મોક્ષ પણ ધર્મથી મળે છે.” ઈત્યાદિ.
વ્યાખ્યાનની શૈલી અને ભાષા એટલા બધા શ્રવણલ્લાદક હતા કે વ્યાખ્યાન પૂરું થયા પછી પણ કયાંય સુધી લોકોના કાનમાં એનો ધ્વનિ ગુંજતો રહ્યો.
શ્રી લક્ષમીચંદભાઈ અને શ્રી દિવાળીબાના હૈયે તો હરખ માતો નહતો. પોતાના કુળદીપક આજે ફક્ત કુળ-કુટુંબને જ નહિ, પણ સકલ સંઘને, સમસ્ત જગતને જ્ઞાનત વડે અજવાળી રહ્યો છે, એ જોઈને તેઓ પોતાને ધન્ય અને કૃતકૃત્ય માનવા લાગ્યા.
ચોમાસું શરૂ થયું. મેઘરાજા મન મૂકીને વરસ્યા, ને મોરલિયા મીઠ-કેકારવ કરતાં નાચી ઉઠયા.
આપણું ચરિત્રનાયકશ્રીએ પણ મુકત-મને દેશના અમૃતપ્રવાહ વહાવ્ય–વરસાવ્યા ને ભાવિક ભવ્યોના મનમયૂરે હરખી ઉઠયા. વિધવિધ તપઆરાધના, પૂજા, પ્રભાવના, અને શ્રીવીતરાગદેવની ભક્તિસ્વરૂપે એ હર્ષ પરિણમે. - જ્ઞાનીઓનું કામ જ્ઞાન-પરબ માંડીને જ્ઞાનની રસલ્હાણ કરવાનું. જે કોઈ એ રસલ્હાણું પામે એ જી.
આપણુ ચરિત્રનાયકશ્રીએ પિતાની જન્મભૂમિમાં આવી એક જ્ઞાનની પરબ-પાઠશાળા સ્થાપવાનું વિચાર્યું.
મનમાં ઉમદા વિચાર આવે કે તરત અમલમાં મૂકે એનું નામ મહાપુરૂષ. વાણીને ઉચ્ચાર માત્ર કરે ને એનાં ફળ મળે, એનું નામ સપુરૂષ.
પૂજ્યશ્રીએ ઉપદેશ આપ્યો ને પાઠશાળા સ્થપાઈ. એમાં ધાર્મિક સાથે સંસ્કૃતને અભ્યાસ પણ કરાવાતો. પાઠશાળાના નિભાવ ખર્ચ માટે-જામનગરના શ્રાદ્ધવર્ય શા. સૌભાગ્યચંદ કપૂરચંદ તથા દક્ષિણ તરફના રહેવાસી શ્રી સખારામ દુર્લભદાસ પૂજ્યશ્રીને વન્દન કરવા માટે આવ્યા, ત્યારે તેમણે પૂજ્યશ્રીના ઉપદેશથી સારી રકમ આપી. એ સિવાય કેટલાક પઠન-પાઠને પગી પુસ્તકે પણ તેમણે મંગાવી આપ્યા.
માસું પૂર્ણ થયા પછી ૧લ્પરમાં એક ગૃહસ્થને દીક્ષા આપીને પિતાના શિષ્ય કર્યા. તેમનું નામ મુનિશ્રી સૌભાગ્યવિજયજી રાખ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org