________________
[૧૫]
જન્મભૂમિમાં જ્યકાર
"जननी जन्मभूमिश्च, स्वर्गादपि गरीयसो।"
આ પંકિતમાં જનની અને જન્મભૂમિ, આ બે ચીજને કવિએ સ્વર્ગ કરતાંય મહાન ગણાવી. - આ વાતમાં તથ્ય જરૂર છે.
કારણ કે-જન્મભૂમિ એ ક્ષેત્ર છે. ક્ષેત્ર-ક્ષેત્રમાંય ફેર હોય છે. એક ક્ષેત્રમાં સેનાની ખાણ છે, તો બીજા ક્ષેત્રમાં કોલસાના દર્શન નથી થતા. આવાં અનેકવિધ ક્ષેત્રોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય
૧. ઉત્તમ, ૨. મધ્યમ, ૩. જઘન્ય.
જ્યાં ઉત્તમ બનાવે બનતા હોય, ઉત્તમ પુરુષ-રત્નો પાકતાં હોય, જ્યાં જવાથી ઉત્તમ આચાર-વિચાર થાય, તે ઉત્તમ ક્ષેત્ર. એથી વિપરીત જઘન્ય ક્ષેત્ર, અને એ બન્નેનો શેડો
ડે અંશ જેમાં મળે તે મધ્યમ ક્ષેત્ર. - આપણુ ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિ “મવાને આપણે ઉત્તમ ક્ષેત્રમાં મૂકીશું. કારણ કે એમાં ઉત્તમ ક્ષેત્રનું સ્વરૂપ આપણને પ્રત્યક્ષ જોવા મળે છે. - એની પહેલી ઉત્તમતા તે એ કે ત્યાં શ્રી જીવિતસ્વામી ભગવાન સાક્ષાત્ બિરાજે છે. બીજી વાત-મહાન જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની (કાશીવાળા) તેમજ આપણા મહાન ચરિત્રનાયકશ્રીની એ જન્મભૂમિ છે. અને એટલા માટે જ એ ઉત્તમ ક્ષેત્ર છે.
આવી આ ઉત્તમ ભૂમિ-પિતાની જન્મભૂમિ મહુવામાં આજે આપણા ચરિત્રનાયકશ્રી દીક્ષા લીધા પછી પ્રથમવાર ચાતુર્માસાર્થે પધારી રહ્યા હતા-શ્રી સંઘની અને પોતાના પૂર્વાવસ્થાના માતા-પિતાની અત્યાગ્રહભરી વિનંતિથી.
પૂ. મહારાજશ્રીને નગરપ્રવેશ વાજતે-ગાજતે ઉલ્લાસપૂર્વક થઈ ગયો. અને શ્રીસંઘમાં આનંદ-આનંદ છવાઈ રહ્યો. પૂજ્યશ્રી ઉપાશ્રયમાં વ્યાખ્યાન–પીઠ ઉપર આરૂઢ થયા. મહુવાના આ પનોતા પુત્રની વાણી સાંભળવા માટે ઉપાશ્રયમાં લોકોની ઠઠ્ઠ જામી ગઈ. માથે થાળી ફરે એટલી મેદની એકત્ર થઈ. અને પૂજ્યશ્રીએ સિંહશા ગંભીર–સ્વરે દેશના પ્રવાહ રેલાવ્યું?
હે ભવ્યાત્મન ! પ્રભાતમાં ઉઠીને તું ચાર ભાવના હદયમાં ભાવજે. એક મિત્રીભાવના, બીજી પ્રમોદભાવના, ત્રીજી કરૂણ ભાવના અને ચોથી માધ્યશ્ય ભાવના.
જગન્ના સર્વ જે સુખી થાવ, કઈ દુઃખી ન થાવ, કઈ પાપ ન કરો, એ મૈત્રી ભાવના.
આ જગમાં કઈ દાની હોય, ત્યાગી હોય, તપસ્વી હોય કે બીજા વિશિષ્ટ ગુણવાળે કેઈ જીવ હોય તે તેના ગુણ દેખી મનમાં આનન્દ માને, પણ ઈર્ષ્યા ન કરવી, આ અમેદભાવના,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org