________________
શાસનસમ્રા
ચોમાસા બાદ-મહુવાથી વિહાર કરી પૂજ્યશ્રી શ્રીસિદ્ધાચલજી મહાતીર્થની યાત્રા કરી, શ્રીશંખેશ્વર મહાતીર્થે પધાર્યા. યાત્રા કરી.
બે વર્ષથી પિતાના સહપતિ મુનિ શ્રીપ્રધાન વિજયજી મહારાજના ગુરુદેવ પૂજ્ય પંન્યાસજી મ. શ્રી ઉમેદવિજયજી મહારાજ થરા-જામપુર મુકામે બિરાજતા હતા. તેથી પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. અને પૂ. પંન્યાસજી મ. પાસે મુનિશ્રી સુમતિવિજયજી મ. તથા મુનિશ્રી સૌભાગ્યવિજયજી મ. ને ગદ્વહન કરાવી વડીદીક્ષા અપાવી. ત્યારપછી તેઓશ્રી રાધનપુરની આસપાસના પ્રદેશમાં થોડો સમય વિચર્યા, અને પછી રાધનપુર પધાર્યા.
આ સમયે તેઓશ્રી પાસે એક અકજી (હારિભદ્રીય) નું પુસ્તક તથા બે એક વ્યાકરણના પુસ્તકે હતા.
એક દિવસ બપોરે પૂજ્યશ્રી “અષ્ટક” વાંચતા હતા. એવામાં શ્રી ગોડીદાસ, કકલ જેટા, વીરચંદ ભીલેટા, સીરચંદભાઈ, વગેરે ત્યાંના શ્રાવકો વન્દ્રનાથે આવ્યા. વન્દન કરી, સુખશાતા પૂછીને બેઠા. પછી તેઓએ પૂછ્યું: સાહેબ ! આ કયા ગ્રન્થનું વાંચન ચાલે છે?
પૂજ્યશ્રીએ કહ્યું: અષ્ટકજીનું.. કયા અષ્ટકજીનું ? શ્રીહરિભદ્રસૂરિ મહારાજના? હા! હરિભદ્રસૂરિ મહારાજના અટકજી છે. તે સાહેબ ! આપને દીક્ષા-પર્યાય કેટલે ? સાત વર્ષને. કેમ પૂછવું પડ્યું ભાઈ ?
“સાહેબ! આ તો વીસ વર્ષના ચારિત્રપર્યાયવાળા વાંચી શકે એવો ગ્રન્થ છે.” દીક્ષા પર્યાય સાંભળીને અજાયબીમાં પડી ગયેલા શ્રાવકે એ જવાબમાં પિતાના આજ સુધીના અનુભવની વાત જણાવી. તેમને તો આ જૂની અને નવું જોવાનું હતું.
મહારાજશ્રીએ જવાબ આપ્યોઃ ભાઈ! ૧૪ સ્વર ને ૩૩ વ્યંજન લખ્યા છે, તે વાંચું છું. બાકી તમે કહો છો, એ નિયમ તો કયાંય સાંભળ્યું કે જા નથી, કે વીસ વર્ષના દીક્ષા પર્યાયવાળા જ આ ગ્રંથ વાંચવા સમર્થ હોય છે.
સાહેબ ! કાંઈક ઉપદેશ–વાણી સંભળાવવા કૃપા કરશો ? જિજ્ઞાસા–મિશ્ર સ્વરે શ્રાવકેએ પૂછ્યું.
તમારી રૂચિ હોય, તે હું જરૂર સંભળાવું. અને પછી શ્રાવકોની વિનંતિથી પૂજ્યશ્રીએ વ્યાખ્યાન વાંચ્યું.
વ્યાખ્યાન સાંભળીને આનન્દ્રિત બનેલા શ્રાવકોએ પૂજ્યશ્રીને વિનંતિ કરી કે આપ હંમેશાં વ્યાખ્યાન આપે, તે લોકોને ઘણો લાભ મળે. - પૂજ્યશ્રીએ સંમતિ આપી. એટલે બીજા દિવસથી વ્યાખ્યાન બેડું. લોકોને જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ શ્રેતાઓ વધવા લાગ્યા. અને વિશાળ ઉપાશ્રય ચિક્કાર ભરાઈ જવા લાગે. પછી તે શ્રીસંઘે પૂજ્યશ્રીને ચોમાસા માટે ખૂબ આગ્રહ કર્યો. પણ પૂજ્યશ્રીએ ના કહી.
રાધનપુરથી વિહાર કરી પુનઃ શ્રીશંખેશ્વરજી તીર્થની યાત્રા કરી, તેઓશ્રી વઢવાણ શહેર પધાર્યા. ત્યાંના શ્રીસંઘના આગ્રહથી એ ૧૫ર નું માસું ત્યાં જ કર્યું. આ મા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org