________________
મન્યન
શોધખેાળની રામાયણ ચાલુ હતી. લક્ષ્મીચ દભાઈ વ. ભારે મુંઝવણમાં મૂકાઈ ગયા. એમ ને એમ સાંજ પડી ગઈ. કાઈ ને કાંઈ સૂઝતુ' નહાતુ. એવામાં એકાએક લક્ષ્મીચંદભાઈમી વિચક્ષણ બુદ્ધિમાં ચમકારો થયે-“નેમચંદ અને દુર્લભજી મિત્રો હતા, બન્ને વારવાર મળતા. બંનેને દીક્ષા લેવી હતી. માટે તે અને એક થઈને દીક્ષા માટે જ ભાગી છૂટયા હોવા જોઈએ.’'
પછી તે કયાં ગયા છે તેની કલ્પના કરતાં શી વાર ! એક વાત તેા તેઓ જાણતા જ હતા કે–જાય તેા ભાવનગર પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે જ જાય, ખીજે નહી..
૨૫
આવે વિચાર સ્ફુરતાં જ તેમણે ગામમાં જે માણસા ઘેાડા-ઉંટ કે ગાડામાં લોકોને અહારગામ લઈ જતા હતા, તેમને ત્યાં તપાસ કરાવી તે જાણવા મળ્યુ કે—“ઝીણીયા ઉંટવાળે આજે વહેલી સવારે એકાએક ભાવનગર ગયા છે. સાથે એ કરાં હતા.”
હવે તે તેમના મનમાં નિશ્ચય થઈ ગયા કે--અને છેકરાએ ઝીણીયાની મદદ લઈ ને ભાવનગર જ ગયા છે.
આ વાત જાણ્યા પછી ઘરમાં બધાં ઉદાસ થઇ ગયા. ઘર આખામાં જાણે શૂનકાર થઈ ગયે. દીવાળી બહેનની આંખે આંસુઓની ધારા ચાલી. માતાની મમતા છે ને ? તેમાંય પેાતાના લાડીલે પુત્રરત્ન નેમચંદ દીક્ષા લઈ લેશે, એ વિચારે તા દીવાળીબેન અને લક્ષ્મીચંદ ભાઈ ને પણ અસ્વસ્થ બનાવી દીધા. તેમણે તત્કાળ ભાવનગર શેઠ જસરાજભાઈ ને પત્ર લખ્યું કે-“નેમચંદ ત્યાં આવ્યે હોય તે તુર્ત જ તેને અહીં પાછો મેાકલી આપે. તેને અમારી રજા સિવાય દીક્ષા આપશે નહિ.” ખરે જ ! માહુરાજની માયા અજખ છે. મમતાનું અ'ધન અસાધારણ છે.
ભાવનગરથી જવામ આવ્યે કે “નેમચંદ તથા દુ॰ભજી અહીં' આવ્યા છે. તેઓ દીક્ષા લેવાની વાત કરે છે. પણ પૂ. ગુરુમહારાજશ્રીએ માતા-પિતાની રજા વિના. દીક્ષા આપવાની તેમને ના પાડી છે. હાલ તેએ અહી' રહેશે.’’
આ સમાચાર મળવાથી લક્ષ્મીચંદભાઈના મનમાં કંઈક ધરપત વળી. દીવાળીમાનેય ઘેાડીક રાહત મળી, કારણ કે નેમચંદ્ગુ ગમે તેટલી ઉતાવળ કરે તાય હવે તેા પોતાની રજા સિવાય એને દીક્ષા મળવાની જ નહેાતી.
પણ નેમચંદભાઈ પણ બુદ્ધિમાન્ અને હાંશિયાર હતા. તેઓ દીક્ષા લેવા માટે મક્કમ જ હતા. અને એને કાઈ ઉત્તમ રસ્તા શોધી કાઢવા તેમણે પેાતાના સમગ્ર બુદ્ધિ-મળને કામે લગાડી દીધું હતું.
દુલ ભજીએ પણ પૂજ્યશ્રીને ખૂબ આજીજી કરવા માંડી, તેના પિતાજી તે ઘણા સમયથી સ્વર્ગવાસ પામ્યા હેાવાથી તેના માટે ખીજી કેાઈ ચિન્તા નહોતી. એટલે એની ઉત્કટ ભાવના જોઈ ને શ્રી ગુરુમહારાજે એક શુભ દિવસે તેને દીક્ષા આપી દીધી. પણ આપણા ચરિત્રનાયકશ્રીને ન આપી, કારણકે તેમના માતા-પિતા વિ. મધાં જ દીક્ષાની વિરૂદ્ધ હતાં. તેથી તેમની રજા મળે તેા જ આપવી, એવા ગુરુ મ. ના વિચાર હતા.
શા. ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org