________________
શાસનસમ્રાટ્
શ્રી લક્ષ્મીચંદભાઈ વધારે કુદ્ધ થયા. તેમણે કેસ કરવાની બીક બતાવી. અને તે મેજીસ્ટ્રેટ મગનલાલભાઈને ઉપાશ્રયે લઈ આવ્યા. તેમણે ધમકીપૂર્વક ઉલટતપાસ કરી. અને દરેક બાબતની ખૂમ ચકાસણીકરી, પણ મહારાજશ્રીની વાત તેા દીવા જેવી સ્પષ્ટ ને સત્ય હતી એટલે તેમણે જણાવ્યું કે “આ છેકરાએ કાઇની શીખવણીથી કે દોરવણીથી ભાગી જઇ ને દીક્ષા લીધી નથી, પણ પેાતાની સમજણપૂર્વકની ભાવનાથી જ લીધી છે. માટે આ ખાખતમાં કાયદેસર કાંઈ થઈ શકે નહિ.”
૨૮
પેાતાનાથી શકય એટલા દરેક ઉપાય અજમાવ્યા, પણ એકેયમાં શ્રીલક્ષ્મીચ ંદભાઈ સફ્ળ ન થયા. દીવાળી મા' પણ આવ્યા હતા. તેમનુ કલ્પાંત હૃદયદ્રાવક હતુ. તેમના મુખમાં એક જ વાત હતી કેમારા તેમચંદ ઘરે પાછો આવે. તેએ પથ્થર વડે માથું કૂટતાં હતાં. જોનારાઓ માટે એ અસહ્ય જ હતુ.
રડી-રડીને જ્યારે તેઓ થાકયા, ત્યારે અત્યાર સુધી નિમ અને નિવિ કાર–ભાવે રહેલા આપણા નવદીક્ષિત ચરિત્રનાયકશ્રીએ તેમને બેધભરી-પ્રેમભરી વાણીમાં સમજાવ્યા. શ્રી લક્ષ્મીચંદભાઈ જ્ઞાની અને સમજી તેા હતા જ. પણ અલવત્તર મહદશાને કારણે તેઓ જરા મુગ્ધ બન્યા હતા. પેાતાના સાધુ-પુત્રરત્નની બેાધ-વાણી સાંભળીને તેમની મેહુદશા ધીમે-ધીમે ઓછી થઈ ગઈ. પુત્ર-વિરહનું દુઃખ તા હતુ' જ, પણ સાથે-સાથે પેાતાના પુત્ર આવા ઉચ્ચ પંથે ગયા અનેા આનન્દ પણ હવે ખુખ જ થતા હતેા. તેઓ શાન્ત થઈ, પૂ. ગુરુ મહારાજની ક્ષમા યાચી, પુત્રને હિત-શિક્ષા આપીને પુનઃ ઘરે આવી ગયા.
આજથી સોળ વર્ષ પૂર્વે પુત્રજન્મ પછી યેાતિષી શ્રી વિષ્ણુભટ્ટજીએ કહેલી ઉક્તિ જાણે સત્ય પુરવાર થઇ રહી હતી
“કુંભ લગ્નકા ધૃત, ખડા અવધૂત. રાતદિન કરે ભજન.’
[૧૧]
શાસ્ત્રાભ્યાસ
દીક્ષા લીધા બાદ આપણા ચરિત્રનાયક મુનિપ્રવરશ્રી નેમિવિજયજી મહારાજ સાધુના આચારો પાળવામાં તલીન ખન્યા. ગુરુભગવંત પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનાશિક્ષા લઈ ને સાધુ ચેાગ્ય આવશ્યક સૂત્રાભ્યાસ તેએએ ટુંક સમયમાં જ કરી લીધેા. તેમની નવનવાં વસ્તુતત્ત્વની જિજ્ઞાસા અપૂર્વ હતી. ગુરુભગવંત તેમજ અન્ય મુનિવરાની સાથે તેઓ ખૂબ વિનય અને ભક્તિપૂર્વક વર્તતા. તેથી તેએ ગુરુમહારાજના પૂર્ણ કૃપાપાત્ર બની ગયા. બીજા પણુ-અષ્ટ પ્રવચનમાતાનુ અણીશુદ્ધપાલન, ક્રિયારૂચિ, સ્વાધ્યાય તત્પરતા વિગેરે સાધુયાગ્ય ગુણા તેમનામાં અલ્પ સમયમાં જ ખીલી નીકળ્યા.
તેઓશ્રીનું પ્રથમ ચામાસું ભાવનગરમાં જ થયું. આ પ્રથમ ચાતુર્માસમાં જ તેને વ્યાખ્યાન વાંચવાના પ્રસંગ આવ્યો. વાત એવી બની કે—તેઓશ્રી સ્વાધ્યાયાદિથી નિવૃત્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org