________________
શાસનસમ્રાટું
આજે આમ કેમ, મહારાજ ? પચ્ચકખાણની ઉતાવળ કેમ ? હજી તો ઘણી વાર છે.” આપણું પૂજ્યશ્રીએ પૂછયું. તેમની આશ્ચર્ય પરંપરા વધતી જ જતી હતી. હજી સુધી તેમને કલ્પના સરખીય નથી કે મારે વ્યાખ્યાન વાંચવાનું છે.
- જવાબ મળેઃ પર્વ દિવસમાં જલ્દી પચ્ચકખાણ આપી દઈએ તે તપસ્વીઓને અનુ કૂળતા રહે.
અને પચ્ચક્ખાણ અપાઈ જતાં જ પૂજ્યશ્રીના હાથમાં પાના સંપીને શ્રી ચારિત્રવિજ્યજી મહારાજ પાટ પરથી ઉતરી ગયા.
પૂજ્યશ્રીએ પૂછ્યું આ શું ? આપ કેમ ઉતરી ગયા ?
તેઓએ સસ્મિત જવાબ આપેઃ ગુરૂમહારાજની આજ્ઞા છે, કે બાકીનું વ્યાખ્યાન તમારે વાંચવું. આમ કહી તેઓ જતા રહ્યા.
પૂજ્યશ્રી તે ભારે વિસ્મય અને વિમાસણમાં પડી ગયા. તેમને હવે સમજાયું કે ગુરુદેવે આજે કેમ પિતાને મોકલ્યા હતા. પછી તે તરતજ તેઓએ ગુરુમહારાજની આજ્ઞાને શિરોધાર્ય ગણી સભા સમક્ષ અખલિત વાગ્ધારાથી રોચક શૈલીમાં અક્ષુબ્ધપણે વ્યાખ્યાન ચલાવ્યું, અને સમગ્ર સભાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી.
શેઠ જસરાજભાઈ વિગેરે આબાલ-વૃદ્ધજનોએ તેઓશ્રીની આવી વિદ્વત્તાની ખૂબખૂબ પ્રશંસા કરી. ગુરુ મહારાજ પણ ખૂબ સંતુષ્ટ થયા. થાય જ ને? તેમને શિષ્ય ઉપરનો વિશ્વાસ સંપૂર્ણ રીતે સફળ બન્યું હતું. તેઓ શ્રીમાન્ પિતાના આ તેજસ્વી તેમજ આશાસ્પદ શિષ્ય ઉપર અંતરના આશીર્વાદ વરસાવી રહ્યા.
આપણુ ચરિત્રનાયકશ્રીને જીવનને આ અનુપમ પ્રસંગ હતે.
આ ચોમાસામાં જ તેમની કુશાગ્ર બુદ્ધિ તથા ભણવાની તમન્ના જોઈને ગુરુદેવે તેમને સંસ્કૃત વ્યાકરણ ભણાવવાને પ્રબંધ કર્યો. સંસારીપણામાં તેઓએ સંસ્કૃતને અભ્યાસ કરેલે હોવાથી વ્યાકરણમાં પ્રવેશ મેળવવો હવે તદ્દન સરળ હતો.
ભાવનગરમાં એક વૃદ્ધ શાસ્ત્રીજી હતા. મણીશંકર ભટ્ટ એમનું નામ. તેઓ વ્યાકરણ તથા કાવ્ય બહુ સરસ ભણાવતા. તેમની પાસે “fસાતવ”િ નામનું વ્યાકરણ શરૂ કર્યું. વ્યાકરણને ઘણે ભાગ એમની પાસે ભણ્યા. થોડું ઘણું બાકી રહ્યું તે શ્રી નર્મદાશંકર. નામના શાસ્ત્રીજી કે જેઓ-જૈનધર્મ પ્રસારક સભામાં પંડિત તરીકે રહેતા, અને સાધુ-સાધ્વીઓને ભણાવતા–તેમની પાસે ભણ્યા. રઘુવંશ અને કિરાત જેવાં મહાકાવ્ય પણ વાંચ્યા. આટલું અધ્યયન કરતાં એમના જેવા બુદ્ધિશાળીને કેટલી વાર ? એ તે ચોમાસા દરમ્યાન જ પૂરું થઈ ગયું.
હવે આગળના અધ્યયનને પ્રશ્ન ઊભો થયો. તત્કાલીન સાધુઓમાં અભ્યાસની પ્રવૃત્તિ હજી ઘણુ અપ પ્રમાણમાં હતી. સાધુઓમાં બહુ બહુ તે ચન્દ્રિકા વ્યાકરણ સુધી જ અભ્યાસ પ્રવર્તતે હતે. સિદ્ધાન્ત કૌમુદી વ્યાકરણના તે નામથી જ લોકો ફફડતાં.
શ્રી ગુરુમ. ની ભાવના હતી કે--આપણે કોઈ બુદ્ધિમાન સાધુ “કૌમુદી વ્યાકરણ ભણે તે સારું. પૂજ્યશ્રીને એ વાતની ખબર પડી. તેમને પણ અભ્યાસમાં આગળ વધવું જ હતું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org