________________
અન્યન
સવાર પડી અને તેઓ પિલા ગૃહસ્થની સાભાર વિદાય લઈ ઉંટ પર બેસીને ભાવનગરરનાં પંથે પડી ગયા. અહીંથી ભાવનગર હવે આઠ જ ગાઉ હતું. રાતભરનાં આરામથી શ્રમમુક્ત બનેલું ઉંટ પવનવેગે દેડી રહ્યું હતું. જોતજોતામાં તે તેઓ ભાવનગર શહેરમાં આવી પહોંચ્યાં. મહવાથી નીકળે આજે ત્રીજો દિવસ હતો.
ત્યાં પહોંચીને તેમણે ઝીણીયાને બેવડું ભાડું ચૂકવીને છુટો કર્યો. પિતાની યુક્તિ સફળ થવાથી અપાર આનંદ-સાગરમાં સ્નાન કરતાં શહેરના ચિરપરિચિત માગે શેઠ જસરાજભાઈના ઘર તરફ ચાલ્યા. ડીવારમાં તેમનું ઘર આવી ગયું. બંનેએ એમને ત્યાં જઈને ઉતારે કર્યો. નેમચંદભાઈને એકાએક આવેલા જોઈને તેઓને આશ્ચર્ય થયું. કારણ કે-તેમના આવવાના કેઈ સમાચાર જ નહોતા. તેઓએ બન્નેને આવકાર આપીને બેસાડ્યા. નેમચંદભાઈએ પણ જમી લીધા પછી જરા સ્વસ્થ થઈને શ્રી જસરાજભાઈને પિતાની બધી વાત અતિ જણાવી દીધી.
આ બન્ને કિશોરો દીક્ષાથી છે, એ જાણે શ્રી જસરાજભાઈ ખૂબ આનંદિત બન્યા. શ્રીનેમચંદભાઈને સાહસને મનેમન વખાણવા લાગ્યા. અને “આવાં દીક્ષાથી આત્માઓના પુનિત પગલાં પિતાના ઘરે થયા” એ પિતાનું અહોભાગ્ય માની રહ્યા.
[૯]
મર્થન
માર્ગમાં લાગેલા શ્રમથી મુક્ત બનીને શ્રીનેમચંદભાઈ અને તેમના મિત્ર દુર્લભજીભાઈ પૂજ્યપાદ ગુરુમહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ગયા. વન્દનાદિ કરીને બેઠા. તેમને અચાનક આવેલા જોઈને ગુરુમહારાજ પણ જરા વિસ્મિત થઈ ગયા. તેમણે પૂછ્યું: “કયારે આ નેમચંદ?”
“આજે જ આવ્ય, સાહેબ !”
“અહીંથી મહુવા ગયા પછી તારા કેઈ સમાચાર જ નહોતા. અને આજે તું એકાએક આવી ચડ્યો. કેમ આવ્યો છે ભાઈ! આ દુર્લભજી પણ તારી સાથે આવ્યો છે કે શું !” વાત્સલ્યનીતરતાં સ્વરે ગુરુમહારાજે પૂછ્યું.
કૃપાળુ ! અહીં આપની પાસે આવવાનું બીજું કયું પ્રયોજન હોય? આપ અમારી બંનેની ભાવના સારી રીતે જાણે છે. એ ભાવના પૂર્ણ કરવા હું અને દુર્લભજી આપના શરણે આવ્યા છીએ” નેમચંદભાઈએ ભાવવાહી સ્વરે પિતાના આવવાનું પ્રયોજન જણાવ્યું.
આ સાંભળી ગુરુભગવંતે પ્રસન્નતા અનુભવી. પણ તરત જ તેઓ ગંભીર બની ગયા, અને પૂછ્યું: “નેમચંદ! તમારી ભાવના હું સારી રીતે જાણું છું. તમે બંને દીક્ષા લેવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org