________________
૧૮
શાસનસમ્રાટું સેવા કરવી, એ પુત્રને ધર્મ છે-પુત્રની ફરજ છે, એ આપની વાત હું જરૂર માનું છું અને સ્વીકારું છું. એમની સેવા કરે તે કલ્યાણ થઈ શકે છે, એ પણ હું માનું છું. પણ મારી આત્મકલ્યાણની ભાવનાનો અર્થ એ નથી કે હું માત્ર મારું જ કલ્યાણ સાધું કે મારાં માત-પિતાને દુઃખી કરું. મારી તે એવી ભાવના છે કે-દીક્ષા લઈને હું મારું, મારા માતાપિતા અને સમગ્ર કુટુંબનું કલ્યાણ હું કરૂં. એ બધાને સદધર્મ પમાડું. આવી મારી ઉચ્ચ ભાવના છે. અને એ માટે હું મારા પિતાજીની રજા ચાહું છું. રજા મળશે કે તરત જ દીક્ષા ગ્રહણ કરીશ.
પણ તારા માતા-પિતા દીક્ષા માટે રજા ન આપે તે ન્યાયાધીશ સાહેબે એક વધુ પ્રશ્ન કર્યો.
શ્રીનેમચંદભાઈ પાસે આનો ઉત્તર પણ તૈયાર જ હતો. તેમણે કહ્યું. “તે પછી સાહેબ ! મારે બીજી કોઈ યુક્તિ અજમાવવી પડશે અને એ યુક્તિથી હું દીક્ષા અવશ્ય લઈશ.”
* આવી અસીમ નીડરતા અને સ્પષ્ટ વકતૃત્વ જોઈને ન્યાયાધીશ સાહેબ પણ મુંઝવણમાં પડી ગયા, કે આને સમજાવે કઈ રીતે ? આથી તેઓ અધિકારી-સુલભ ઉગ્રતામાં આવી ગયા અને ધમકીને આશ્રય લીધે. તેમણે કહ્યું, “શું તું ભાગી જઈશ ? માતાપિતાની રજા વિના દીક્ષા લઈશ? તે તે તું યાદ રાખજે કે તારા હાથે-પગે બેડીઓ નખાવીશ.”
પણ જેને સંસારના–મેહના સોનેરી બંધને નડતા નથી, એને આ લેખંડની બેડીઓ શું ડરાવી શકે ? તેમણે પ્રત્યુત્તર આપે, “સાહેબ ! દીક્ષા માટે જે રજા નહિ જ મળે તે, છેવટનો રસ્તો એ જ છે. પણ દીક્ષા લેવાનો મારે નિર્ધાર તો અફર જ છે. અને બેડીઓ તે હાથપગ કે શરીરને બાંધશે–જકડશે. મારા મારા મન કે આત્માને તે નહીં જ જકડી શકે, એને તે એ બંધન નહીં જ નડે. માટે એ બધાથી હું ડરું તેમ નથી.”
આ જવાબ સાંભળીને ન્યાયાધીશ સાહેબ અને રૂપશંકરભાઈ બંને બાહોશ અધિકારીઓ ઠંડાગાર બની ગયા. તેઓ સમજી ગયા કે આ એની વાતમાં પૂરેપૂરો અચળ છે. માટે હવે એને સમજાવવાને–એનું મન પલટાવવા પ્રયત્ન કરે નકામો છે.
આ રીતે શ્રીનેમચંદભાઈ દીક્ષા અંગેની પ્રાથમિક કસોટીમાં તે સંપૂર્ણ સફળ નીવડ્યા. પણ હજુ તો દિલ્હી દર હતું. મા–બાપ આટલાથી જ રજા આપી દે, એ અશકય જ હતું. એટલે તેઓ બીજે કઈ ઉપાય શોધવા લાગ્યા. | શ્રી લક્ષ્મીચંદભાઈને જ્યારે આ બધી વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ નિરાશ બની ગયા. એની સાથે પુત્રને રજા ન આપવા માટે તેઓ વધારે દૃઢ પણ બની ગયા. અને નેમચંદ ભાગી જવા માટે કઈ પ્રયાસ ન કરે એની તકેદારીમાં પડ્યા.
ખરે જ ! સંસારની સોનેરી જંજાળ અકળ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org