________________
૨૦
શાસનસમ્રાટ્
ઉપાય તે શેાધ્યા, પણ એને કારગત કરવાનું ઘણું મુશ્કેલ હતુ. પણ મુશ્કેલીથી ડરે એ નેમચંદ્ઘભાઈ નહિ. તેમણે તા એ ઉપાયને કારગત કરવા માટે કમ્મર કસી લીધી.
શ્રી દુલ ભજીભાઈ નામે તેમના એક મિત્ર પણ દીક્ષા લેવા માટે તૈયાર થયા હતા. તે મહુવાના ખખાઈ કુટુંબના પુત્ર હતા. તેમની ભાવના શ્રીનેમચંદભાઈની સાથે જ દીક્ષા લેવાની હતી. અને તેમને પણ ઘરેથી રજા મળતી ન હતી. એટલે તેએ બન્ને કોઈ અન્ય ઉપાયની શેાધમાં હતા. ત્યાં જ શ્રીનેમચંદભાઈ એ આ ઉપાય શેાધી કાઢ્યો.
આજે તેએ બન્ને એકાન્તમાં એકત્ર થયા હતા. શી રીતે બનાવવા એની યુક્તિ ગાઠવવાના વિચારમાં
કેમ નેમચંદ્ર ! કાઈ યુક્તિ શોધી કે નહિ—“ભાગી જવાની” ? દુર્લભજીએ પૂછ્યું'.
ઉપાય તે શેાધ્યા, પણ એને સફળ તેઓ પડ્યા હતા.
હા દુર્લભજી ! ઘણા વિચાર કર્યાં પછી હમણાં જ એક રસ્તા જણ્યો છે. પેલા ‘ઝીણીયા’ ઉંટવાળા આપણા એળખીતા છે. તેની જોડે આપણે નક્કી કરીએ કે—“તુ અમને ઊંટ ઉપર બેસાડીને ભાવનગર પહેાંચાડી દે, તું કહીશ એટલું ભાડું આપીશુ”. અને જો તે માની જાય તે આપણે જરૂર ભાવનગર પહેાંચી જઈ એ. નેમચંદભાઈ એ પેાતાના સાથીદારને યુક્તિ જણાવી.
વાહ ! આ યુક્તિ તે આખાદ્ય છે. મને ખાત્રી છે કે વધારે પૈસા મળવાનું સાંભળશે, એટલે એ ઝીણીયા હા જ પડશે. એટલે હવે તા એને મળીને જલ્દી નક્કી કરી લેવુ જોઈએ,
તા પછી હું એને આજે જ મળીને મધુ નક્કી કરી લઉં છું. તારે આજે રાત્રે એના ઘેર આવી જવાનું. હું પણ આવી જઈશ. અને પરોઢિયે વહેલાસર આપણે રવાના થઈ જવાનુ.. ખરાખરને ! તું રાત્રે સમયસર આવી જઈશ ને ? નિર્ણયાત્મક સ્વરે નેમચંદભાઇએ દુલ ભજીને પુછ્યું.
હા ! હું ગમે તે રીતે આજે રાત્રે ઝીણીયાના ઘેર આવી પહેાંચીશ જ. એ માટે તું નચિંત રહે.
અને બંને મિત્રો પેાતાની યાજના ગેાઠવીને છૂટા પડ્યા. ત્યાર પછી શ્રીનેમચંદ્ઘભાઈ સમય મેળવીને પેલા ઉંટવાળાની પાસે ગયા, અને પોતાની વાત કરી. ઝીણુંમીયાંએ પ્રથમ તેા આનાકાની કરી. એવડુ' ભાડુ મળતુ હાવાથી તેનુ મન લલચાતુ તા હતુ. પણ પાછળથી લોકો આ વાત જાણે ત્યારે પાતાની શી દશા થાય ? એ વિચારથી તે આનાકાની કરતા હતેા. નેમચંદભાઈ એ એને ખૂબ સમજાવીને કહ્યું કે-તારા વાળ પણ વાંકો નથી થવાના. તારે ડરવાની બિલકુલ જરૂર નથી ત્યારે તે માની ગયા. એટલે હવે પૂરેપૂરૂં નક્કી થઈ ગયુ. એ જમાનામાં ખસ-મેટર કે રેલ્વે જેવાં આધુનિક સાધના હજુ ભારતના ગામેગામમાં નહેાતાં પહોંચ્યા. એક ગામથી બીજે ગામ જવુ હાય તા એક્કો (એક ખળદી ગાડુ'), ગાડું કે ઉંટને ઉપયોગ લેાકા કરતાં. ઝડપી મુસાફરી માટે ઉંટ અનુકૂળ હાવાથી શ્રીનેમચંદભાઈ એ ઊંટવાળા જોડે ઊંટનુ નક્કી કર્યુ.
.
અંધારાનુ શ્યામ એઢણું ઓઢીને નિશાદેવી પૃથ્વી પર પાતાના પ્રભાવ પાથરી રહ્યા હતા. દેરાસરમાં આરતીના સુમધુર ઘંટારવ થઈ રહ્યા હતા. એવે ટાણે આપણા ચરિત્રનાયકશ્રીએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org