________________
કુભ લગ્નના પૂત
વિ. સં. ૧૨–ા નવા વર્ષના શુભ-પ્રારંભ-કાર્તક શુદિ ૧” ને એ મંગલ દિવસ
હતે.
અનન્તલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ભગવાનને કેવલજ્ઞાનપ્રાપ્તિને એ મહાન દિવસ હતે.
જ્યારે ભારતભરના લાખ લોકેના હૈયામાં આ નવલાં વર્ષના પ્રારંભે અસીમ હર્ષને મહેરામણ છલકાઈ રહ્યો હતો, સાલમુબારક ને નૂતનવર્ષાભિનન્દનની આપ-લે વ્યાપકરૂપે થઈ રહી હતી, ભાવભર્યા ભટણ ને વધામણ અપાઈ રહ્યા હતા
ત્યારે આપણા મહાન ચરિત્રનાયકશ્રી દીવાળીબહેનની રત્નકુખે અવનિ પર અવતર્યા, જગમાં પ્રકાશ ફેલાવનાર દીવાળીને અખંડ દીવડે પ્રગટ્યો, અને સૌ કોઈને મન- દરિયામાં આનંદનું કે અણુકટપ્યું મોજું ફરી વળ્યું.
શ્રીલક્ષમીચંદભાઈના આનન્દ અને ઉલ્લાસની તો વાત જ શી કરવી? તેઓ તો પિતાના આ ૭ પેઢીના રતન સમા પુત્રનું ઝળહળતું મુખારવિંદ જોતાં થાકતાં જ ન હતા. તેમાંય તેમની ચકર આંખેએ પ્રથમ નજરે જ પુત્રના કમળ મસ્તક ઉપર રહેલા નાનાશા મણિને જોઈ લીધે. સામુદ્રિક લક્ષણોનું ફળ તેઓ જાણતા હતા, તેથી આ મણિ જેઈને તેમના હિંયામાં આનન્દની છોળે ઉછળી. એટલે બધે જોરદાર આવેગ હતો એ છોળોને કે હર્ષાશ્રરૂપે જાણે બહાર પણ પડવા લાગી.
સ્વજનો અને સગાંવહાલાંઓને પુત્ર-જન્મના સમાચાર મળતાં જ તેઓ આવી પહેચ્છા, ને સૌ વિવિધ પ્રકારે પુત્રજન્મની ખુશાલી મનાવી રહ્યા.
જેના જન્મ અવનિ-તલમાં હર્ષના મેહ વૂઠાં.”
—
[૪]
કુંભ લગ્નકા પૂત
દુનિયાની દરેક વ્યક્તિને જોતિષશાસ્ત્ર દ્વારા ભવિષ્ય-ભાવિને ભેદ જાણવાની જિજ્ઞાસા હોય છે. પરાપૂર્વથી–હજારો વર્ષથી માનવમાત્રના મનમાં આ જિજ્ઞાસા-કઈમાં ઓછે અંશે, કેઈમાં વત્તે અંશે, પણ સ્થાન પામતી જ આવી છે. એ જિજ્ઞાસાને લીધે તે મોટી મોટી સંહિતાઓ રચાઈ છે. અને એવી જિજ્ઞાસા માનવને હેવી જ જોઈએ. કારણકે–ભાવિના ભેદ જાણવાની ઈચ્છા થયા પછી એને પૂર્ણ કરવાનો પ્રયત્ન થાય છે. અને એ પ્રયત્ન વડે જ્યારે એ જિજ્ઞાસા સંતોષાય છે, ત્યારે એનું પરિણામ ઘણીવાર બહુ સુખદ અને સંતોષપ્રદ નીવડે છે. પિતાનું ભવિષ્ય જાણ્યા પછી અગણિત માનવોના જીવનમાં વિસ્મયકારક રીતે પરિવર્તન થઈ શકે છે–થાય છે. અને એ જીવન પરિવર્તન થયા પછી અનેક મહાનુભાવો આત્મ-પુરૂષાર્થ વડે સ્વ–ને પરનું કલ્યાણ સાધી ગયા છે, ને સાધી જાય છે. ઈતિહાસ અને સાક્ષી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org