Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન 34 | ઉત્તમોત્તમ સામગ્રી તને મળી આવી છે, તે વીતરાગદેવના કહ્યા મુજબ વર્તન કરી દુર્લભ સામગ્રીને તું સદુપયોગ કર. - જિનેશ્વર ભગવાનની આજ્ઞા ખરા અંત:કરણથી અંગીકાર કરી, તે પ્રમાણે વર્તન કરતાં અનાદિ કાળના સંચિત્ત કર્મોને જીવો ઘણી સહેલાઈથી દૂર કરી શકે છે; ઈત્યાદિ ઉપદેશ આપી તે મહામુનિ શાંત થયા. ગુરુમહારાજને ઉપદેશ સાંભળી ચંપકલતા ઘણી ખુશી થઈ પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગી. એ અવસરે તેના મનમાં એવો વિચાર આવ્યો કે સમુદ્રના વચમાં આવેલા આ વિમળપર્વત પર આ સંદર જિનપ્રાસાદ કેણે બનાવ્યો હશે? અતિશથી જ્ઞાની ગુ જરૂર આ શંકાનું સમાધાન કરશે. || 30 || પ્રકરણ પાંચમું આ જિનપ્રાસાદ કોણે બનાવ્યો? ચંપકલતાએ તે મહામુનિને નમસ્કાર કરી વિનયપૂર્વક નમ્રતાથી પ્રશ્ન કર્યો-હે ભગવાન! . છે. આવા વિષમ પ્રદેશમાં આ જિનપ્રાસાદ કોણે બંધાવ્યો? કયારે બંધાવ્યો ? અને કેવા સંગમાં AC: Gunratnasur M.S. Jun Gun Aaradhak True