Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના il33 થઈ શકતો નથી. આથી એમ નિશ્ચિત થાય છે કે ખરેખર પ્રબળ પુણ્યદય હોય તો જ દીધું આયુષ્ય અને નીરોગી શરીર મળે છે. આ સર્વ સામગ્રી મળ્યાં છતાં પણ ઘણા જી વિષય, કષાય, પ્રમાદાદિને વશ થઈ, જિનેશ્વર ભગવાનને કહેલ ધર્મ પામી શકતા નથી. તે ધર્મને કેટલાક જીવો પામે છે યા સાંભળે છે તથાપિ દર્શનમેહનીય કર્મના પ્રબળ ઉદયથી તે વચનમાં કે ધર્મમાં જોઈએ તેવું દઢ શ્રદ્ધાન થતું નથી. બુદ્ધિની કસોટી ઉપર ચડાવીને તેની વિશેષ પરીક્ષા કરતા નથી. વીતરાગ પ્રભુના વચને ઉપર શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ પામીને પણ જ્ઞાનાવરણીય કર્મોદયથી ઉત્સર્ગ, અપવાદસંગત સુત્ર કહેવા છતાં પણ સમજી શકતા નથી. કેટલાક જીવો વીતરાગનાં કહેલાં સાપેક્ષ વચને સમજે છે, અને તેના પર શ્રદ્ધાન પણ કરે છે. તેમજ બીજાને તેવો બોધ પણ આપે છે, છતાં ચારિત્રમેહનીય કર્મના ઉદયથી (દોષથી) પોતે તે પ્રમાણે સંયમ (વર્તન) કરી શકતા નથી. આમ ઉત્તરોત્તર લભ મનુષ્યાદિ અંગેની પ્રાપ્તિ અને શ્રદ્ધાન વિગેરે કારણોથી ચારિત્રમેહકમ ક્ષય થતાં, જે જીવો નિર્મળ તપ અને સંયમ માર્ગમાં પ્રયત્ન કરે છે તે જ જીવ સદાને માટે જન્મ, જરા, મરણના દુઃખથી મુક્ત થઈ પરમ સુખમય નિર્વાણપદને પામે છે. આ પ્રમાણે વીતરાગદેવનું ફરમાન છે. * ચંપકલતા ! પૂર્વે કહેલ આર્યક્ષેત્ર, મનુષ્ય જન્મ, દીર્ઘ આયુષ્ય, નીરોગી શરીર આદિ Jun Gun Aaradhak Trus PP. Ac. Gunnatrasuri MS