________________
પત્રક-૬૪૦ નિશ્ચય યથાર્થ હોય છે, સાચો હોય છે. એવું બને છે. એટલે એ પ્રકારે જેની ભાવના આત્મકલ્યાણની છે એને ડરવાનું કારણ નથી, એને ભય રાખવાનું કારણ નથી કે હું ક્યાંય ભૂલો પડી જઈશ તો? કોઈની વાત સાંભળીને હું ભૂલો પડી જઈશ તો? મારું કોઈ મગજ ફેરવી નાખશે તો ? એને એ ચિંતા કરવાની જરૂર નથી. ઓછો
યોપશમ હોય તોપણ એ ભૂલો નહિ પડે. અને વિશાળ ક્ષયોપશમવાળો પણ આ ભાવનામાં નહિ આવ્યો હોય તો ક્યાંકને ક્યાંક ગોથું ખાઈ જશે. એવો મુમુક્ષની ભૂમિકામાં એક પ્રકાર છે. એ આમા ૬૩૯ માંથી ગર્ભિતપણે નીકળે છે.
પત્રાંક-૬૪૦
મુંબઈ, આસો સુદ ૧૧, ૧૯૫૧ આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે.
અમ પ્રત્યે અનુકંપા રાખશો. કંઈ જ્ઞાનવાર્તા લખશો. શ્રી ડુંગરને પ્રણામ.
૬૪૦. “સોભાગ્યભાઈ' ઉપરનો પત્ર છે. “આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે.” “રાણપુર’ થઈને પછી “મુંબઈ ગયા છે. એટલે “વવાણિયાથી નીકળ્યા હતા. સુદ પૂનમ સુધી ક્યાંક વચ્ચે એકાદ અઠવાડિયું રોકાવું હતું. એમાં રાણપુર આવવાનું થયું છે. એટલે ગુજરાતના ક્ષેત્રમાં નથી ગયા. અંબાલાલભાઈને પૂછાવ્યું. કોઈ નિવૃત્તિ ક્ષેત્ર હોય તો લક્ષમાં રાખશો. “રાણપુર જવાનું બન્યું છે. આસો સુદ ૨, ભાદરવા વદ ૧૩ પણ ત્યાં છે. સુદ ૨ પણ ત્યાં છે. ૧૧ “મુંબઈ આવવાનું થયું છે. આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે.' એટલે ૧૦ સુધી ત્યાં રોકાણા છે.
વેદાંત કહે છે કે આત્મા અસંગ છે,” વેદાંતની અંદર આ સાંખ્યનો અભિપ્રાય છે. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનવથી આત્મા તેમ જ છે. જિન પણ કહે છે એટલે જિનાગમમાં પણ