________________
=
=
પરિચ્છેદ ]
રાજ્યવિસ્તાર
૧૫.
અસંતુષ્ટ બની ગઈ હતી. આ પરિસ્થિતિને લાભ લઈ,૫. ચાણકયે પિતાના યુવાન રાજા ચંદ્રગુપ્તની સરદારી નીચે, તે પાર્વતીય પ્રદેશની લઠ્ઠ દેહધારી ફેજને, પાસેના અંધ્રપતિના પ્રદેશ ઉપર હલ્લો કરવા મોકલી. આ યુદ્ધમાં અંધપતિ કહ મરાયો અને રાજા ચંદ્રગુપ્તની જીત થઈ, પણ તે મુલક પિતાની હદમાં ભેળવી ન લેતાં, ત્યાં રાણી નાગનિકાના પેલા બાળપુત્રને જ પુનઃ સ્થાપિત કર્યો એટલે ત્યાંની પ્રજાની લાગણ પિતા તરફ મેળવી લીધી. હવે ચાણક્યના અને ચંદ્રગુપ્તના ટાંટિયામાં જોર આવ્યું. તેમજ એક સત્તાધારી વ્યકિત તરીકે, ગમે તેવા મોટા રાજવંશી સાથે મંત્રણ કરવાને પણ જે બહાર આવે, તે તેનું કાંઈક વજન પડે તેવી સ્થિતિમાં તે મૂકાય. અત્યારે તેને માટે ગ્રહણ કરવા યોગ્ય બે માર્ગ ઉઘાડા હતા. કાં તે પોતાના આશ્રિત બનેલા અંધ્રપતિની કુમક લઈ મગધ ઉપર ચડી જવું અથવા તે દક્ષિણ હદે લગોલગ આવેલા કલિંગપતિની સાથે મંત્રણે ચલાવી તેને પણ પિતાની પડખે મેળવી લઈ સંયુકતપણે મગધ ઉપર ધસારો લઈ જ, કે જેથી મગધપતિને કેઈન ટકે મેળવવા ઈચ્છા થઈ આવે
તે પણ તેમાં તેના હાથ હેઠા પડે. આ બેમાંથી બીજો માર્ગ તેને વધારે દૂર દેશીવાળો લાગે. તુરત જ તે પ્રમાણે કાર્ય સાગપાંગ ઉતારવાના ઉપાયો તેણે ગતિમાં મૂકી દીધા અને તેમાં ભાગ્ય દેવીએ યારી પણ આપી-યશથી નવાજ્ય; કેમકે કલિંગપતિ રાજા વક્રગ્રીવને કાંઈક સત્તાને મદ હતા તેમાં વળી પિતાના બાપદાદાની વારીથી જે વૈર પેલી સુવર્ણ પ્રતિમા માટે મગધપતિ નંદવંશની સાથે ચાલી આવતું હતું તેની ખો ભૂલાવવા માટે આ તક ઠીક સાંપડી છે તે વિચારથી તેની લાગણી પ્રદિપ્ત થઈ આવી હતી. આવા કિવિધ મુદ્દાથી કલંગપતિ પણ તે બેની સાથે જોડાય અને મગધ ઉપર ચડાઈ લઈ ગયા. પરિણામ શું આવ્યું તે તે ઈતિહાસ-પ્રસિદ્ધ છે. (જુઓ પુ. ૧, પૃ. ૩૯૧ : પુ. ૨, પૃ. ૧૬૭ અને આગળ) આ પ્રમાણે મ. સં. ૧૫૫ઈ. સ. પૂ. ૩૭રમાં નંદવંશને અંત આવ્યો અને ચંદ્રગુપ્ત મગધને સમ્રાટ બન્યું. ત્યારપછી આપેલી કબૂલાત પ્રમાણે અથવા ઠરાવેલ કરાર પ્રમાણે રાજા ચંદ્રગુપ્ત પિતે મેળવેલ હિસ્સામાંથી રાજા વક્રગ્રીવને પાંતિ પાડી આપવા જતાં, કેવી રીતે
(૧) આ પ્રમાણે પગલું ભરવામાં બે કારણે હોઈ શકે છે: એક તે તે વખતે રાજનીતિ જ એવી હતી, કે જ્યાંસધી કોઈ હકદાર હોય ત્યાં સુધી તેને મુલક ખાલસા કરી ન શકાય.(જુએ પુ. ૧, પૃ. ૩૭૪). બીજું કારણ ત્યાંની પ્રજામાં લોકપ્રિયતા મેળવી લેવાનું પણ હેય. આ બેમાંથી કયું કારણ મુખ્યપણે હતું તે કહી ન શકાય, પણ બને કારણે વધતા-ઓછા અંશે અસ્તિત્વ ધરાવતાં હતાં એમ દેખાય છે, આ સ્થિતિ ઉલટાવી નાંખવા જ અને રાજને હક અમુક મર્યાદામાં બાંધી લેવા માટે જ ચાણકથજીએ પોતાની કેંદ્રિત ભાવનાવાળી યોજના અમલમાં મૂકવા પ્રયાસ કર્યો હતે. આથી કરીને રાજા ચંદ્ર-
ગુપ્તને વૃત્ત કહીને તે સંબંધો હતા. પણ તે રાજનીતિને પૂરતા પ્રમાણમાં અમલમાં મૂકવાને તે સમર્થ નીવડશે નહેતે (જુઓ પુ. ૨ ચંદ્રગુપ્તના વર્ણનમાં)
(૨) આ વખતે આ પ્રતિમા તે કલિંગપતિના કબજમાં જ રહી હતી એટલે મૂળ વૈર તે પણ અરો સમી ગયું જ હતું (હાથીગુફાના લેખમાં આ પ્રતિમા વાળા બનાવનું વર્ણન છે. તે માટે જુઓ પુ. માં રાન ખારવેલનું ચરિત્ર તથા પુ. ૧૫. ૩૮૨, ૩૮૯ અને ૧૭૪નો હકીકત) પણ કોઈ કાળે તેને પાછો મેળવવાનો વિચાર મગધપતિને સૂછે જ નહીં માટે અહી “ ભૂલાવવી” વાકયને પ્રયોગ કરે પડ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com