________________
३२४
અઝીલીઝ
[ અષ્ટમ
જુઓ). આ પ્રમાણે હકીક્ત બન્યાનું ઠરાવાય તે ઉપરમાં ટાંકેલાં-કે છે. ઈ. પૃ. ૬૮ નું અને કે. હિ. ઈ. પૃ. ૫૭૨ નું-અને વાનાં થનને ઊકેલ આપોઆપ આવી જાય તેમ છે.
આટલાં વિવેચનથી હવે સ્પષ્ટ થયું હશે કે અઝીઝને સંવતસર ચાલે છે કે કેમ? અથવા તેના સિક્કામાં શા માટે બબ્બે મહારાં પાડવામાં આવ્યાં છે ? તેમજ ગેડફારનેસને કેમ ઈરાન તરફ પાછું વળવું પડયું છે ?
(૩) અઝીલીઝ શહેનશાહ અઝીઝ પહેલાના ભરણ પછી તેની ગાદીએ તેને પુત્ર અઝીલીઝ આવ્યો છે. તેને સમય ઈ. સ. પૂ. પ૦ થી ૩૦=૨૮ પર્યતન ઠરાવાયો છે. તેમાં શંકા જેવું કારણ રહેતું ન હેવાથી આપણે પણ તે એમ ને એમ જ માન્ય રાખી લઈએ છીએ. આ સમય તેના સ્વતંત્ર રાજ્યાધિકારને જ છે. તે ઉપરાંત પિતાના પિતાના ઉત્તરજીવનમાં, તેમના મંદવાડને લઈને પણ તેણે રાજવહીવટ સંભાળી લીધે દેખાય છે. પણ ચાલુ આવતા નિયમ પ્રમાણે તે તેના પિતાના નામે ચડાવી શકાય નહીં.
તેના રાજ અમલમાં કે અન્ય મહત્ત્વને બનાવ બન્યાનું જણાયું નથી, કે બન્યો હોય પણ નોંધાયો જડતો ન હેય. બન્યું ન હવામાં બે ત્રણ કારણ આગળ ધરી શકાય તેમ છે. (૧) તેના પિતાની પેઠે તે પણ બળહીન કે તેજહીન હેય. જો કે તેમ ધારવાને આપણી પાસે કોઈ સાધન નથી. ઊલટું તેના પિતા કરતાં તેને રાજત્વકાળ દીર્ધકાલીન નીવડ્યો છે. એટલે વધારે નહીં તે કાંઈક ઠીક ઠીક સત્તાવાળા અને પરાક્રમી પણ હવે જોઈએ જ. (૨) ઇરાનની સાથે અમુક પ્રકારની સમજૂતિ થઈ ગઈ હેવાથી, તેને હવે પિતાને માટે બહુ ઉધાસ
કે ઉત્સાહ નહીં રહ્યો હોય એટલે તદ્દન નિષ્ક્રિયપશે અને ઉપેક્ષાવૃત્તિથી જ રાજકાજ કર્યો જતો હશે. (૩) સમજૂતિ થઈ ન હોય તો પણ બહુ મુલક વધારવા તરફ તેનું લક્ષ જ દેખાતું નહતું. તે પોતે ગાદી ઉપર બે કે બીજે જ વર્ષે અવંતિની ગાદી પાછી ખાલી પડી હતી. એટલે જો ધારત તે તે આખું રાજ્ય કે તેને કાંઈક હિસે પણ મેળવી શકત; પણ તે તક જેણે જતી કરી છે. આવાં વિધવિધ અનુમાને તેના જીવન વિશે દોરી શકાય છે; છતાં એક પ્રસંગ તેને નબળે રાજકર્તા માની લેવાને મને પ્રથમ મળ્યો હતો. પરંતુ વિશેષ શોધનથી માલૂમ પડયું છે કે તે માત્ર મારી ભ્રમણા જ હતી. છતાં તે ઐતિહાસિક બીન જ હોવાથી, ભવિષ્યમાં કોઈ અન્ય સંશધકને તેમાંથી કદાચ સાર જેવું હાથ લાગી જાય તેવા આશયથી તે નીચે રજૂ કરું છું.
રાજતરંગિણિ કે જે કાશ્મિરદેશને પ્રાચીન કાળને પ્રમાણિક ઇતિહાસ દર્શાવતે વર્તમાન
કાળે લબ્ધ થતો ગ્રંથ મનાય મારી છે, તેમાં એમ જણાવાયું છે ભ્રમણું કે, હિંદી સમ્રાટ વિક્રમાદિત્યે
દેશ સર કરીને પિતાના પ્રતિનિધિ તરીકે મંત્રી નામના પ્રધાનને ત્યાં વહીવટ કરવા ની હતી. આ હકીકતનો ઉલ્લેખ સરખોયે ભારતદેશના શિખવાતા કોઈ ઇતિહાસમાં કોઈ હિંદી સમ્રાટ વિષે કરાયે હેવાનું જણાતું નથી. જ્યારે વિક્રમાદિત્ય નામની વ્યક્તિએ તે લગભગ દશ બાર જેટલી (જુઓ આ પુસ્તકને અંતે તેને લગત પરિછેદ) હિંદની ભૂમિ ઉપર થઈ ગઈ છે. એટલે પ્રશ્ન
એ ઉદ્ભવે છે કે, તરંગિણિકારે ક્યાં વિક્રમાદિત્યને ઉદ્દેશીને તે બીના લખી હશે. તેણે લખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com