________________
૩૮૮
ગૂર્જર પ્રજાની
[ એકાદશમ
થડાકે રૂષભદત્તના રાજ્યને માર્ગ લીધે હતા. અને વર્તમાનકાળે ઉત્તર ગુજરાત જે કહેવાય છે ત્યાં આશરો લીધો હત; જેથી પરવાડની વસતી ત્યાં પણ મળે છે. પણ સૌરાષ્ટ્ર સુધી તેઓ પહેચેલ નહીં હોવાથી, સૌરાષ્ટ્રમાં પરવાડ બીલકુલ નથી અથવા બહુ જ જુજ છે. વળી જે ઓશવાલ અને શ્રીમાળી કચ્છમાં ઉતર્યા તેમાં મોટો ભાગ મધ્યમ સ્થિતિને લેવાથી, ત્યાં પિતાને અસલ ધ છે જે ખેતીવાડી અને ઢેરઉછેરને હતો તેમાં તેઓ પડી ગયા, તેમજ ત્યાં ભૂમિની વિશાળતા હોવાથી તે ઠેકાણે તેમને ફાવટ પણ આવી ગઈ અત્યારે પણ તે પ્રદેશના ઓશવાલ અને શ્રીમાળ તે ધંધામાં મચ્યા રહેલ જણાય છે. ખરી વાત છે કે, કાળપલટા પ્રમાણે હવે તો તેમણે તે અસલને વ્યવસાય છોડી પણ દીધો છે.
આ સમયે શક પ્રજાના મૂળ વતનમાંથી એક ત્રીજું ટોળું ઉતરી આવવાનો પ્રસંગ ઉપસ્થિત થયા હતા. જેનું વર્ણન ગઈ ભીલ વંશના વૃતાંતમાં લખવાનું છે જ. અત્ર તે સમય પૂરતું જ જણાવીશું. રાજા ગર્દભીલના દુષ્ટ આચરણને લીધે તેને શિક્ષા કરવા કઈ જબરદસ્ત હાથની જરૂર હતી. હિંદમાં તે વખતે જે પરા- ક્રમી અને બળવાન સત્તાઓ રાજ્યઅમલ ઉપર હતી તેમાંથી કોઈ ઉપયોગી થાય તેમ નહોતું૧૫ એટલે સિંધુની પેલી પાર વસ્તા શક સરદારોની મદદ લેવી પડી હતી. તે પ્રજા શિસ્તાનના કાંઠે ઇરાની અખાતના રસ્તેથી ઉતરીને સૌરાષ્ટ્રમાં ઉતરી હતી. ત્યાં રૂષભદત્ત-અસલ પિતાની જ શક પ્રજાના સરદાર–ની સત્તા હતી એટલે તેમને બધાને ફાવતું આવી ગયું હતું રાજા રૂષભદત્ત
(૧૫) આ માટે કેટલુંક વિવેચન ઉપરમાં દશમા પરિચ્છેદે અપાઈ ગયું છે.
(૧૬) રાણબળશ્રીને પુત્ર જે ગૌતમીપુત્ર શાત
જેન ધમી હતા. વળી શક પ્રજાને તેડી લાવનાર પણ જૈનાચાર્ય જ હતા, તેમ પ્રસંગ પણ જૈન ધર્મની રક્ષા ખાતરને હતો. ઉપરાંત પોતાના દુશ્મનની સામે-કેમકે પિતાને હકક ડુબાવીને અવંતિપતિ બની બેઠેલા ગર્દભીલની સામે-યુદ્ધ કરવાનું હતું એટલે રૂષભદત્તને તે સોનું અને સુગંધ ભેળું મળ્યા જે પ્રસંગ હતો. પણ પોતે અતિ વૃદ્ધ થઈ ગયો હતો અથવા મરણ પથારીએ હતે. એટલે બહુ ઉપયોગી થાય તેમ નહોતું જ; તેમ પિતા પુત્ર દેવણક નાની ઉમરન હોવાથી ઘણે મદદગાર થઈ પડે તેમ નહોતું. જેથી પોતાની શક્તિ અનુસાર નવા આગંતુક શક પ્રજાના ટેળાને પોતાના પ્રદેશમાં રહેવાની માસું બેસી ગયેલ હેવાથી યુદ્ધ માટે ઋતુ પ્રતિકુળ ગણાય માટે) તથા અન્ય જરૂરીઆતની અનુકૂળતા કરી આપી હતી. પછી તે યુદ્ધ થયું અને તેમાં શક પ્રજાને વિજય થયો વિગેરે ઇતિહાસ આગળ ઉપર કહેવામાં આવશે. પણ અત્ર જે નેંધ લેવી ઘટે છે તે એ કે, અહીં રહેલી રૂષભદત્તવાળી શક પ્રજા (જો કે તેમને તે હવે હિંદી પ્રજા જ કહી શકાય, પણ સંબંધ બતાવવા ખાતર આ શબ્દ વાપર્યો છે) તેમજ યુદ્ધ પછીના શક રાજાની પ્રજા તે બન્ને મિશ્રિત થઈ ગઈ હતી. પછી જ્યારે અંધ્રપતિ ગૌતમીપુત્ર શાતકરણીએ સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર યુદ્ધમાં વિજય મેળવીને આ શક પ્રજાને સંહાર વાળી નાંખે, ત્યારે તેને જે જુજ ભાગ બચત રહેવા પામે તેમાંથી આભીર પ્રજાને ઉદય થયાનું અને તેમાંથી પ્રખ્યાત સૌરાષ્ટ્રપતિ રા"વંશની ઉત્પત્તિ થયાનું કહી શકાય. તેમ બીજી બાજુ કરણી (જુઓ કે. આ. રે. પ્રસ્તાવનામાં શિલાલેખ નંબર ૩૭) તરીકે ઓળખાય છે તે.
(૧૭) તેમનામાં ઓશવાલ વિગેરેની વસ્તી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com