________________
[૬].
(૧૭) 3. શ્રી. ત્રિભોવનદાસ લહેરચદે હિંદુસ્તાનને પ્રાચીન ઈતિહાસ ગુજરાતીમાં લખે છે, જે હું અથથી ઇતિ સુધી વાંચી ગયેલ છું. ત્રિભુવનદાસ ભાઈએ આ ઈતિહાસ જૈન, બૌદ્ધ અને હિંદુ સાહિત્ય ઉપર રચ્યો છે. ને તેમણે તે સાહિત્ય ઉપરાંત સિક્કાઓ, ગુફાઓ વિગેરેના શિલાલેખ ઈત્યાદિ બહુ વિગતવાર જોયાં છે. ઈતિહાસકારોએ અત્યાર સુધી જૈન સાહિત્યની અને જૈન સામગ્રીની અવગણના કરી હતી તે ત્રિભુવનદાસભાઈએ કરી નથી, તેથી તેમના લખાણમાં સમગ્રતાને ગુણ આવી જાય છે. અને અત્યાર સુધી નહીં જાણવામાં આવેલું સાહિત્ય એમની કૃતિમાં જોવામાં આવે છે. તેમને પ્રયાસ જૈન સમાજે તે ખાસ વધાવી લેવું જોઈએ, કારણ તેમનું સાહિત્ય તે તેમણે પૂરેપૂરું આ કૃતિમાં ઉપયોગમાં લીધું છે.
કામદાર કેશવલાલ હિંમતરામ એમ. એ. વડેદરા
ઈતિહાસના પ્રોફેસર, વડોદરા કોલેજ ઈતિહાસના એકઝામીનર, મુંબઈ યુનીવરસીટી
(૧૮). એન્સાઈકલે પીડીઆ જૈનીકા જે ગ્રંથ લખવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જાણું આનંદ થાય છે અને તેમાંથી થોડેક ભાગ જુદો કાઢી ભારતવર્ષને પ્રાચીન ઈતિહાસ એ નામનું પુસ્તક જલદીથી બહાર પાડવા માંગે છે તથા તેની શરૂઆતના ભાગના ફેમ મને જેવા તમે મોકલ્યાં છે તે માટે આપને ઉપકાર માનું છું. જૈન સાહિત્યને વળગી રહી તે ઉપરથી ઉપસ્થિત થતાં ઈતિહાસનાં તો બરાબર ગોઠવી એક કાળને ઈતિહાસ લખવાની તમારી તૈયારી સ્તુત્ય છે, એવું બને પણ ખરું કે બ્રાહ્મણ સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં જે રીતે વિષે ચર્ચા છે, તેથી જેમ થોડે થોડો ફેર પડે છે તેમ તેને અને જૈન સાહિત્યના ગ્રંથોમાં ફેર પડે તો એમાં કંઈ અસ્વભાવિક નથી. બધા વિષયોને મેળવી જતાં એમાંથી કંઈક પણ તાત્પર્ય સારું નીકળશે અને આપના એ પ્રયાસને હું ખરેખર સ્તુત્ય ગણું છું.
વિશ્વનાથ પ્રભુરામ બાર એટલે મુંબઈ
ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટના કાર્યવાહક ઓલ ઈન્ડીઆ ઓરીએન્ટલ સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય
(૧૯) ગુજરાતી ભાષામાં ઈતિહાસના વિષય પર અને તેય સંશોધન તરીકે લખાયેલાં પુસ્તકે આંગળીને વેઢે ગણાય એટલાં જ છે. તેમાં ૉ. ત્રિભુવનદાસભાઈના આ બહદુ ગ્રંથથી ગૌરવભર્યો ઉમેરે થાય છે. એટલું જ નહીં પણ એ ક્ષેત્રમાં એને નંબર પ્રથમ ગણાય તે નવાઈ નહીં. અભ્યાસ પૂર્ણ આવી ઉપયોગી કૃતિ, સતત પરિશ્રમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com