Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 396
________________ ૩૬૨ રૂષભદત્તને [ દશમ જુનેર, કાર્લા, નાસિક, સપારા ઈત્યાદિમાં. વળી ઘણુંખરામાં સાલ પણ માંડેલ છે. તેને અંક ૪૦ થી ૪૫ અને ૪૬ સુધીનો છે. તે સર્વ આંકને ક્ષહરાટ ભૂમક અને નહપાણને સંબંધ છે એમ પણ આપણે પુરવાર કરી ગયા છીએ, એટલે તેણે પિતાના શ્વશુર પક્ષ સાથે જોડાઈને યુવાન અવસ્થામાં જ રાજકીય કારકીર્દીનો આરંભ કર્યો હતા એમ જણાય છે. તેથી મિ. રેસન સાચું જ કહે છે કે “Apart from the two places ( Prabhas and Pushkar ) which were under the direct control, probably both within Nahapana's dominions but not under the direct control of Rishabhadatta: the inscriptions at Nasik and Karle seem to show that hetruled as Nabapana's viceroy over S. Gujarat and the Northern Konkan from Broach to Sopara and over the Poona and Nasik districts of the Mahratecountry=પ્રભાસ અને પુષ્કર- નામની બે જગ્યા જે ઘણું કરીને નહપાણના રાજ્યમાં જ અને તેની સીધી હકુમતમાં હતી પણ રૂપભદત્તની સીધી દેખરેખમાં નહોતી તે સિવા. યના, નાસિક અને કાના શિલાલેખોથી સાબિત થાય છે કે, નહપાણના પ્રતિનિધિ તરીકે તે (રૂષભદત્ત) દક્ષિણ ગુજરાત, ભરૂચથી સોપારા સુધીનો ઉત્તર કાંકણુ પ્રાંત તેમજ મરાઠા પ્રદેશના પુના અને નાસિક જીલ્લાઓ ઉપર રાજ્ય ચલાવતે હતો.” એટલે તેમનું કહેવું એમ છે કે, નહપાણના સમયે જ રૂષભદત્ત ગુજરાત, કણ અને પુના જીલ્લાવાળો ભાગ છતી લઈને તે ઉપર સત્તાધિકાર ભોગવ્યો હતો, પણ પ્રભાસ (સૌરાષ્ટ્ર) અને પુષ્કર (અજમેરની પાસે) ના પ્રદેશ ઉપર રૂષભદત્તની સત્તા નહતી. ત્યાં તે નહપાણની પોતાની જ દુવાઈ ચાલતી હતી. ગમે તેમ હતું. અહીં આપણે નહપાણ કે રૂષભદત્ત-એકેની છત વિશેના કે રાજસત્તાના હકુમતવાળા પ્રદેશના બારિક ભેદની મિમાંસામાં ઉતરવાનું પ્રયોજન નથી. પણ અત્રે તે જણાવવાનું એટલું જ છે કે મહાક્ષત્રપ ભૂમકને જે રાજ્યવિસ્તાર ગાદીએ બેસતાં મળ્યો હતો તેમાં નહપાણે તથા રૂષભદત્તે ઘણો (ઉપર જણાવેલ સ્થળની ભૂમિને) વધારો કરી લીધો હતે. અને તે જીત મેળવવામાં જે પરાક્રમ તથા વીર્ય રૂષભદત્તે ફેરવ્યાં હતાં તેને યશ જો કે તેને ખાતે ચડાવી શકાય ખરો; છતાં તે સમયે તે સર્વસત્તાધારી રાજકર્તા ન હેવાથી, જેમ અનેકના કિસ્સામાં ઉપર બની ગયું છે તેમ, આ રૂષભદત્તની બાબતમાં પણ માત્ર નોંધ લઈને જ અટકવું પડે છે. પરંતુ ભૂમકની પછી ગાદીએ આવનાર તરીકે તે સર્વ મુલક, નહપાણને મળેલ. તે બાદ તેમાં પોતે અવંતિ દેશ જીતીને જે વૃદ્ધિ કરી હતી તે અવં. તિને પ્રદેશ, તેના મૃત્યુ બાદ, જે પુરૂષ અવંતિપતિ થયો હતો તેના હિસ્સે ચાલ્યો ગયેલ હતે. એટલે ૪રૂષભદત્તના ભાગે તે, ભ્રમક મહાક્ષત્રપના સામ્રાજ્યને વિસ્તાર જ લા હતા. તેમાં કાંઈ વધારે કરવા જેવું સ્થાન કે અવકાશ તેના માટે રહ્યાં હતાં નહીં, કેમકે તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉમર જ એટલી બધી મોટી થઇ ગઈ હતી કે, કોઈ પ્રદેશ જીતવા માટે યુદ્ધ કરી (૪૬) જૂઓ કે, આ. કે. પ્રસ્તાવના પૃ. ૫૭. (૪૭) જુએ છે. ઍ. પૂ. ૭૫, ૪૪ તથા જ. જે. એ. સે. ૧૯૦૫, ૫. ૨૩૦. (૪૮) રાજ્યપ્રાપ્તિ સમયે તેની ઉમર ૮૫ વર્ષ લગભગની હતી. જુઓ પૃ. ૩૬૦, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502