________________
પરિછેદ ]
વૈકૂટકને સંબંધ
૩૮૫
ઈશ્વરદત્ત અને ધરસેન વચ્ચેનો ) પડ્યા છે તેના ઐતિહાસિક મંડા જે મળી રહે તે એક સળંગ વસ્તુ હાથ આવી ગઈ કહેવાશે, જે આપણે આગળ ઉપર જોઈશું.
જેમ દરેક પ્રજાનું વર્ણન કર્યા પછી તેમના ધર્મ વિશે લખવાની પદ્ધતિ અખત્યાર કરી છે તેમ અહીં પણ આ ત્રણ પ્રજા વિશે લખત, પરંતુ હવે પછીના બીજા પરિશિષ્ટમાં જે પ્રજાનું વર્ણન કરવાના છીએ તે લખાઈ ગયા બાદ, તે સર્વેના ધર્મને લગતો એક જ પારિગ્રાફ લખવા ધાર્યો છે, કેમકે તે સર્વેને એક જ ધર્મ હોવાનું શિલાલેખથી તથા સિક્કાથી જણાયું છે.
પરિશિષ્ટ ના આ પરિશિષ્ટમાં ગૂર્જર પ્રજા વિશે બેલવું રહે છે. તેમાં ઓશવાલ, શ્રીમાલ અને પોરવાડપિરવાલન ઇ. ને સમાવેશ પણ થઈ જાય છે. જો કે સામાન્ય રીતે હવે તે તે શબ્દ એવા જ અર્થમાં વપરાતે રહ્યો છે કે સારાયે ગુજરાતગૂર્જર રાષ્ટ્રમાં વસતી પ્રજા તે ગૂર્જર પ્રજાઃ એટલે તેમાં ગમે તે જ્ઞાતિ અને ધર્મ પાળતા માનવીને સમાવેશ થતો ગણી શકાય. બાકી જે સમયની આપણે હકીકત લખી રહ્યા છીએ તે સમયે તે ગૂર્જરરાષ્ટ્ર કે ગુજરાત તેવો શબ્દ જ અસ્તિત્વમાં નહેર એટલે હાલની માફક તેવડા બહેળા અને
(1) પૂર્વમાંથી આવ્યા તે પીરવાલ, પરવાલ, પિરવાડ કહેવાય. કેની પૂર્વ દીશા સમજવાની છે તેને ખ્યાલ આગળ ઉપર આપણે ખાપીશું.
(૨) તે સમયે ( એટલે ઈ. સ. પૂ. ની ચારથી પાંચ સદીએ ) આ પ્રદેશને મુખ્યત્વે કરીને ‘લાદેશ'ના નામે ઓળખવામાં આવતો હતો. જો કે, તેની સીમા ચોક્કસપણે હજુ કહી શકાતી નથી જ.
જ્યારે વિદ્વાનોએ ગૂર્જર પ્રજાની ઉત્પત્તિને સમય છે, સ ની છઠ્ઠી સદીમાં માને છે અને તેનું સ્થાન
વિશાળ અર્થના રૂપમાં ગૂર્જર શબ્દની વ્યાખ્યા થતી નહતી. તે સમયે તે માત્ર એશવાળ, શ્રીમાળ અને પોરવાડ જાતિના સભ્યોને જ ગૂર્જર પ્રજામાં સમાવેશ કરાતું હતું. તે આપણને નીચેના વર્ણનથી સમજાશે; છતાં ગૂર્જર શબ્દની ઉત્પત્તિ કેમ થવા પામી તે અદ્યાપિ પર્યત અંધારામાં જ રહ્યું છે. એટલે વિદ્વાનોએ સ્વીકાર્યા પ્રમાણે આ શબ્દને મેં પણ ઉપયોગમાં લીધો છે.
વિદ્વાનોની માન્યતા એવી છે કે, એશિઆઈ તુકની ઉત્તરે આવેલા કોકેસસર પર્વતવાળા પ્રદેશમાંના ઓઈયા કે ટાઉનમાંથી જે આ હિંદ તરફ ઉતરી આવ્યા હતા, તેમાંથી અપભ્રંશ થતાં થતાં ગૂર્જર નામ કદાચ પાડવામાં આવ્યું હોય. જ્યારે આ પુરતમાં આર્યોનું મૂળ સ્થાન એશિયાઈ તુક નહીં, પણ એશિથાઈ તુર્કસ્તાનમાંહેલા મર્વ નામના શહેર અને એકસસ નદીવાળા પ્રદેશમાં ઠરાવી, ત્યાંથી તેમનું સરણ અફગાનિસ્તાનના શિસ્તાન પ્રાંતમાં થયેલું જણાવ્યું છે. ત્યાં શ્રતિકાર ઇત્યાદિની જન્મભૂમિ હોવાથી અને તે પ્રદેશને –ીઆના કહેવાતો હોવાથી, ત્યાંની પ્રજાને તેને મળતું જ કેઈ નામ અપાયું હોય અને પછી કાળ જતાં તેનું અપભ્રંશ બનીને ગૂર્જર થયું હોય તેવી એક શંકા ઊભી કરી છે. ખરું શું હોઈ વાલિયર-ઝાંસીવાળા પ્રદેશમાં ( સરખા નીચે ટી. નં ૨૫.) ઠરાવ્યું છે.
(૩) નીચેની ટીકા નં. ૪ જુએ.
(૪) કોકેસસ અને એકસસ બને નામ સરખાંજ ગણાય એટલે નામોચ્ચારના સાદાપણાને લીધે યુરોપીય વિદ્વાનોએ અનેક વખતે એક વસ્તુને બીજી તરીકે જેમ માની લીધી છે, તેમ આ કિસ્સામાં પણ બન્યું હશે કે?
(૫) જુએ ઉપરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com