________________
૩૫૪
શકપ્રજાનાં
[ દશમ
ભિન્નમાલ નગરેજે હતી, તેને બદલે તે નગરેથી ફેરવીને હવે તેણે સૌરાષ્ટ્રમાં રાજગાદી કરી નાંખી. તે માટેનાં બે ત્રણ કારણ ક૯પી શકાય છે. (૧) એક તે પોતે મેટી આશામાં ને આશામાં ઘેરથીભિન્નમાલથી–નીકળેલો. તેમાં વચ્ચે જ હતાશ થયે જેથી તેનું મન ખિન થઈ જતાં સ્વગૃહે પાછા ન ફરતાં, પિતાની જ સત્તાના આ અન્ય પ્રાંતમાં વાસે કરે તે પિતાને મુલક પણ કહેવાય તેમજ નાક પણ જળવાઈ રહી ગણાય. આ સામાજિક કારણ છે. (૨) બીજું કારણ એ છે કે, માલવામાં શું બને છે? તેના ઉપર સીધી દેખરેખ રખાય અને પ્રસંગે ઉપસ્થિત થાય તે ભિનમાલથી અર વલ્લીના અને આબુના ડુંગરાળ પ્રદેશમાંથી અવંતિમાં પહોંચી જવું તેના કરતાં ગુજરાતના સપાટ પ્રદેશ રસ્તે પહોંચી જવું તે વધારે સરલ ગણાય. આ કારણ રાજકીય છે. (૩) જ્યારે ત્રીજું કારણ વળી ધાર્મિક છે. આપણે જાણી ચૂક્યા છીએ કે, ક્ષહરાટ અને હિંદીશક પ્રજા ધર્મચૂત હતી, તેમ તેઓ જૈનધર્માનુયાયીઓ પણ હતા. એટલે તેમના ધર્મનું સૌથી મોટામાં મોટું તીર્થધામ સૌરાષ્ટ્રમાં ગિરિનગરે જ આવેલું હોવાથી ત્યાં આત્મિક આનંદ પણ મેળવી શકાય. આવા અનેકવિધ આશયને લીધે તેણે રાજગાદી સૌરાષ્ટ્રમાં કરી હતી. એટલે શાહીવંશના રૂષભ- દત્તની સત્તા રાજપૂતાના અને સૌરાષ્ટ્ર ઉપર
પૂર્વની પેઠે રહી જ કહેવાય; માત્ર તેમાં ફેરફાર એટલો જ થય ગણાય કે, પૂર્વે રાજગાદી ભિમાલ નગરે હતી તેને બદલે હવે ગિરિનગરે થઈ.
ઉપર પ્રમાણે જ્યારે રાજગાદીના સ્થળનું પરિવર્તન થયું ત્યારે ત્યાંની વસ્તી પણ સ્થિત થઈને પડી રહે એમ કેમ બને? તેથી તેણે પણ સ્થાનાંતર કર્યું. એટલે ભિન્નમાલ નગરને સારે પ્રતિષ્ઠિત અને ધનિક વર્ગ જે હવે તેમને કેટલોક ઉઠાંગિરિ કરીને સૌરાષ્ટ્રમાં આવી વસ્યા તથા કેટલોક વચ્ચે આવતા કચ્છમાં રહ્યો. તે વસ્તિમાંના પૈસાદાર અને મોભાદાર પ્રજાજન સાથે, કેટલીક સામાન્ય વર્ગની પ્રજાએ પણ હિજરત આદરી હતી. તેમણે મોટા શહેરમાં જઈ સંકડાશ ભોગવીને પડયા રહેવા કરતાં, હિજરતના માર્ગમાં વચ્ચે આવતા કચ્છદેશની પહોળી, બિનવસ્તીયાણ અને ખુલ્લી જગ્યા નિહાળતાં, ત્યાં જ ધામા નાંખી દીધા; અને પિતાને મૂળ કૃષિવિષયક પશુપાલનને બંધ ઉપાડી લીધો. આ પ્રમાણે શાહીવંશની સ્થાપનાની સાથે જ, ભિન્નમાલમની વસ્તીનું સરણ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં થયું હતું તથા ત્યાં તેઓ સ્થિત થઈને રહેવાથી, મૂળસ્થાનમાં રહેલાં તેમનાં સગાંવહાલાં સાથે તેમનું સામાજિક અને વ્યવહારિક સંધાણ પણ તેમને રાખે જવું પડતું હતું.
દક્ષિણ હિંદ અથવા સામાન્ય રીતે જેને
(૫) જુએ ઉપરની ટી. નં. ૩ ( મધ્ય દેશ સંબંધી વિગતની સાક્ષી તેમાં આપી છે, તે વર્ણન ર હીં સાથે રાખીને વાંચવું)
(૬) જુઓ ઉપરમાં, ષષમ ખંડે, થડમ પરિચ્છેદે તથા પૃ. ૩૩૯ ની હકીકત.
() એટલે જ તેમને સૈ રાષ્ટ્રના રાહી કઝર Shahi Kings of Saurashtra તરીકે ઓળખાવાય છે,
(૮) આ સ્થાનાંતર બાબતની કેટલીક માહિતી - આ પરિચ્છેદમાં આગળ આપવામાં આવશે. જાઓ ગૂર્જર પ્રજા વિશેની હકીકત.
(૯) સરખા નીચેની ટી. નં. ૨૫.
(૧૦) અત્યારે પણ કચ્છના આ પ્રદેશની વસ્તી કૃષિના ધંધામાં પડેલ છે, આ કૃષિવર્ગમાં ઓશવાળ અને શ્રીમાળી જ્ઞાતિને વર્ગ વિશેષ સંખ્યામાં કેમ છે તે આગળ ઉપર ગુર્જર પ્રજની હકીકતે જાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com