________________
-
-
-----
=
=
=
=
===
=
==
=
૧૭ર
જબૂદીપની
[ પ્રથમ
માત્ર પણ વિચાર કર્યા વિના, કેટલાકને જે એવી એક આદત જ પડી ગઈ છે કે, પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલી સર્વ હકીકતે કાંઈ પણ આધાર વિના જ ઘોથે રાખી છે એમ ઉચ્ચાર્યે રાખે છે, તે સર્વની પણ ખાત્રી થશે કે તેમાં પ્રાચીન પુરૂષોને દોષ જે છે તેના કરતાં પોતાની બુદ્ધિ. મંદતા અને વિચારશક્તિને અભાવ જ વિશેષ અંશે દેષિત છે. વળી આ પ્રમાણેનું જ કથન પુરાણોમાં અને અન્ય સાંપ્રદાયિક ગ્રંથમાં વર્ણવાયલી ઐતિહાસિક ઘટનાઓના સંબંધમાં પણ, પ્રથમ બહાર પડી ગયેલ આ પુસ્તકના બે વિભાગમાં મારે વારંવાર જણાવવું પડયું છે.
આ પ્રમાણે જંબુદ્વીપની હદ લગભગ ચક્કસ થઈ જવાથી તેના ઉત્તર અને દક્ષિણ બે ભાગ પાડવાનું પણ જેમ સુગમ થઈ પડે છે તેમ ઈતિહાસ સાથે સંબંધ ધરાવતાં અન્ય કેટલાંક ભૌગોલિક ત પણ તેના ખરાં સ્વરૂપમાં સમજી શકાય તેવી સ્થિતિ ઊભી થતી નજરે પડે છે. જેમકે (૧) પૂર્વગેળાદ્ધની મધ્યમાં પશ્ચિમથી પૂર્વ સુધી એક સીધી રેખા દોરીએ તે તે ભૂમધ્ય સમુદ્ર, કાળો સમુદ્ર, કાસ્પિઅન સમુદ્ર, તથા એશિઆઈ તુર્કસ્તાનમાંની એકસસ નદીવાળા પ્રદેશ( કે જેની બે શાખાને સીરદરિયા અને આમુદરિયા કહેવાય છે તથા જે પ્રદેશમાં મર્વ નામનું શહેર આવ્યું છે)માંથી પસાર થઈને આગળ પૂર્વમાં જે પર્વતમાળા લંબાતી
લંબાતી શાંઘાઈ-કંતાન શહેર પાસે સમુદ્રને મળે છે ત્યાં સુધી તે રેખા લંબાતી ગણી શકાશે; તથા તે પ્રમાણમાં જંબુદ્વીપના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગલા પાડતી બતાવાશે; વળી સાથે સાથે એમ પણ અનુમાન દોરી શકાશે કે, (૨) જંબુદ્વીપનું મધ્ય બિંદુ “મેરૂ પર્વત’ હેવાનું જે આપણે ઉપરમાં જણાવ્યું છે તે કાંઈક વાસ્તવિક દેખાય છે : ( શું ત્યારે પ્રાચીન સમથના Meru શબ્દમાં ફેરફાર કરીને વર્તમાનને Mery શબદ જાયો હશે ?) (૩) વળી કુદરતી ચમત્કારો બને છે ત્યારે કેટલીક વખતે જમીનને સ્થાને જળ અને જળને સ્થાને જમીન થઈ આવે છે. તેમજ જમીન ઉપસી આવીને પર્વ તોનું અસ્તિત્વ પણ થઈ જાય છે, એવું ભૂશાસ્ત્રના વૈજ્ઞાનિકોએ જે સૂર શોધી કાઢયું છે તેને અનુ. સરીને એમ પણ આપણે કહી શકીએ કે, આ મેરૂ પર્વતની એક બાજુની જમીન ઢંકાઈ જઈને જળમય થઈ ગઈ લાગે છે જ્યારે બીજી બાજુની ઉપસીને પર્વતમય બની ગઈ છે (૪) અને તે પ્રમાણે જળમય બની જતાં, કેટલીક પૃથ્વીને ભાગ સપાટ હોવાથી મોટા સમુદ્રરૂપે-ભૂમધ્ય સમુદ્ર તરીકે નજરે પડી રહ્યો છે. જયારે કેટલોક ભાગ ઊંડે બેસી જવાથી કે આસપાસની જમીન ઊંચી ઉપરથી આવવાથી, તે ભાગમાંનું જળ એક બીજાની સાથે મળી ન જતાં, તેનાં એરલ સરોવર, અને કાસ્પિઅન સમુદ્ર૧૭ જેવાં જળાશયો
૧૫૦ બાદ જતાં) તેમાં ૧૩૭ હિંદુસ્તાન જેટલો પ્રદેશ સમાઈ શકે એમ ગણવું રહે છે. ]
(૧૬) આ વિસ્તાર બહુ મટે હેવાથી કેટલાક વિદ્વાને તેને સમુદ્ર પણ કહે છે, જ્યારે તેનું પાણી મી હેવાથી કેટલાકે તેને સરવર કહીને પણ ઓળખાવે છે.
સામાન્ય રીતે એ નિયમ હોય છે કે, (૧) સમુદ્રો
હંમેશાં એક બીજાને જોડાયેલા જ હોય છે તેથી (૨) તેનું પાણી ખારું જ રહે છે. આ બંને નિયમો એરલના કિસ્સામાં સચવાતા નથી એટલે તેને એરલ સરેવર કહેવું વધારે ન્યાયભરેલું કહેવાશે.
(૧૭) સમુદ્રને લગતા જે બે નિયમે ઉપરની ટી. નં. ૧૬ માં આપણે જણાવ્યા છે તેમાંના એકનું પરિપાલન કાપિઅનની સ્થિતિમાં થાય છે પણ બીનનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com