________________
૧૫૦
ડિમેટ્રીઅસ
[ દ્વિતીય
બહુ સમર્થન મળતું નથી. તેના પિતાએ જરૂર પંજાબ જ હતા પણ ખરે, તેમ તે છતાયેલા પ્રદેશ ઉપર પિતાના હાકેમ પણ નીમ્યા હતા ખરા, છતાં તે પિતે ત્યાં રાજગાદી કરીને વસવાટ કરવા મંડ્યો હતો તે હકીકતમાં તે બહુ સત્યાંશ નથી જ.
ઉપર જે જણાવ્યું કે રાજા ડિમેટ્રીસે જ, અને નહીં કે તેના પિતાએ, હિંદમાં પોતાની રાજગાદી સ્થાપી હતી તેની પ્રતીતિ ખૂદ ગ્રીક ઇતિહાસમાં સેંધાયેલી એક બીજી હકીકતથી પણ મળતી રહે છે. તેમાં જણાવાયું છે કે રાજા ડિમેટ્રીઅસે હિંદ ઉપર જાતે જવાનું પ્રસ્થાન કર્યું એટલે બેકટ્રીઆમાં તેનું સ્થાન ખાલી પડેલું જોઇને તથા તે બહુ દૂર ગયેલ છે, જેથી પાછા વળવાનું મન કરશે તે પણ ત્યાં આવી પહોંચતાં ઘણો સમય નીકળી જશે; તે દરમ્યાન પિતાનું મનધાર્યું પરિણામ પતે બેકટ્રીઆમાં નીપજાવી શકશે. આવી ગણત્રી વડે યુક્રેટાઈડઝ નામના કેઈ એક સરદારે બળ કરીને બેકટ્રીઆની ગાદી પચાવી પાડી અને પિતાને બેકટ્રીઆના રાજા તરીકે જાહેર કરી દીધો.૧૩ આ સમાચાર ધીમે ધીમે રાજા ડિમેટ્રીઆસને હિંદમાં
પહોંચ્યા. પણ તે સમયે તે એવી સંકડામણમાં આવી પડ્યો હતો કે તેની સ્થિતિ સુડી વચ્ચે સોપારીના જેવી થઈ પડી હતી. જે પોતે વતન તરફ પાછો ફરે છે તે પિતાના હાથમાંથી બેકટ્રીઓની લગામ સરી ગઈ હોવાથી ત્યાં કેટલે દરજે ફહ મેળવે તે શંકાસ્પદ જ હતું અને બીજી બાજૂ હિંદમાંથી પગદંડ ઉપાડે છે તે, તે તે ગુમાવી બેસે તે ચક્કસ જ હતું. એટલે એક બાજુ બેકટ્રીઆ બેવાનો ભય અને બીજી બાજુ હિંદમાં વિજય મેળવી પ્રાપ્ત કરેલ મુલક ગુમાવવાને જ્યઃ એ બેમાંથી પિતાને કયું વિશેષ હિતકારક હતું તે મુદ્દો જ વિચારવાને રહ્યો હતો. આ બે કાર્યની પસંદગીમાંથી હિંદની ભૂમિ સાચવી રાખવાનું જ કાર્ય તેણે ઉપાડી લીધું હતું, કેમકે પેલી ઉક્તિ
૧૪ કે “જે ધ્રુવ એટલે નકકી છે તેને ત્યાગ કરીને અધવ એટલે શંકાસ્પદ મેળવવાને તલસે છે, તેને શંકાસ્પદ જે અનિશ્ચિત છે તે તેને મળતું નથી જ, પણ નિશ્ચિત જે છે તેને પણ ત્યાગ કરેલ હોવાથી તેની પ્રાપ્તિથી પણ તે વંચિત રહે છે. મતલબ કે નિશ્ચિત અને અનિશ્ચિત બને તે ગુમાવી બેસે છે. આ પરિસ્થિતિથી સમજાય છે કે, તેણે હિંદમાં ગાદી તે પ્રથમ કરી હશે
(૧૨) c. H. I. 446–Dr. George Macdonald points out that the statement Demetrius fixed his capital at Sagala which he called Euthydemia in honour of his father is open to challenge (Ind. His. Quart. v. Sept. P. 404. )
કે. હિ. ઈ. પૃ. ૪૪૬૯-ડે. જ્યોર્જ મેકર્ડોનલ્ડ જે એમ કહેવા માંગે છે કે, ડિમેટ્રીઅસે સાગલમાં રાજગાદી કરી હતી અને પોતાના પિતાના નામ ઉપરથી તેનું નામ યુથી ડીમીઆ પાડયું હતું તે શંકા સ્પદ છે. (ઈ. હિ કન્વ. પુ. ૫, સપ્ટે. પૂ. ૪૦૪)
[મારૂં ટીપણું એટલે તેમનું કહેવું એમ છે કે, સાકલમાં ગાદી ડિમેટીઅસે નથી કરી પણ તેના પિતા યુથીમસે કરેલી સંભવે છે જે તેમ હોય તે ગ્રીક ઈતિહાસમાં ડિમેટ્રીઆસને જે હિંદ ભૂપતિ કહ્યો છે તેને સ્થાને યુથી ડીમેસને જ તે ખિતાબ આપ્યો હત પણ ગ્રીક ઈતિહાસમાં તે વાતને ટેકોપ નીવડે તેવી કોઈ હકીકત નોંધાયાનું જણાતું નથી.] જુઓ ઉપરની ચી. . ૧૦ તથા ૧૧ તેમજ હવે પછીનું લખાણ. (૧૩) કે હિ. ઈ. પૃ. ૫૫૪; ઈ. એ. પૂ.૩૭, પૃ.૫૬. (૧૪) ચો પૂરે પરિચય મધુરં વાવતે
अध्रुवं तस्य नश्यति, अध्रुवं नष्टमेव च ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com