________________
૧૯ર
ભૂમકની
[ તૃતીય
કે, તેનું રાજ્ય અરવલ્લી પહાડની પૂર્વ દિશામાં કોઈ કાળે પણ થવા પામ્યું જ નથી; એટલે મધ્યમિકા નગરીનું સ્થાન મેવાડમાં હોવું માની શકાય તેમ નથી. પણ ભૂમકના મરણ પછી તેના પુત્ર નહપાણે પોતે અવંતિ સર કર્યું તે પહેલાં
અરવલ્લીની પૂર્વમાં કાંઈક રાજ્યનો વિસ્તાર વધારીને તે પ્રદેશમાં થોડે વખત સ્થિતિ કરી હતી. તે સમયે–માત્ર વરસ કે દઢવરસના ગાળા માટે જ-કદાચ તેની ગાદીનું સ્થાન આ ચિતોડગઢના પ્રદેશમાં કરાયું હોય તે શંકા રાખવાનું કારણ નથી; ભૂમક પતે તે તે મુલકની જમીન ઉપર પગ માંડવાને પણ નશીબાંત થયો નથી જ. બાકી તેના રાજકાળમાં નહપાણે, પિતાને જમાઈ રૂષભદત્તની સહાયથી ગુજરાતમાં થઈને દક્ષિણમાં જે પ્રવેશ કર્યો હતો તેને ઉતરવાને માર્ગ શિરોહીની દક્ષિણે થઈને કર્યો હતો એમ સમજાય છે. મતલબ કે અરવલ્લી અને સલંબર પર્વતને ફરતો માગે તેણે ગ્રહણ કર્યો હતો, જેથી ચિતોડ-મેવાડની ભૂમિને ભૂમકની સત્તા બહાર ગણવી રહે છે, તે પછી તેને રાજપાટનું સ્થાન કર્યું હોઈ શકે તે જરા વિચારી લઈએ.
જે કે કોઈપણ સ્થળ નિશ્ચયપૂર્વક આપણે બતાવી શકીએ તેમ તે નથી જ, પણ તે સમયની ભૂગોળ ઉપર દષ્ટિપાત કરતાં જે ત્રણ ચાર સ્થાનની સંભવિતતા દેખાય છે તેને ઉલ્લેખ કરીશું તો ભવિષ્યમાં તે બાબતમાં પ્રયાસ
કરનારને કદાચ તે માર્ગદર્શક થઈ પડશે ખરૂં. તેવાં સ્થાન મારી નજરમાં ચારેક નજરે પડે છે. સૌથી પ્રથમ ભિન્નમાલ નગર૪૩ : તેનું સ્થાન હાલના શિરોહી રાજ્ય ગોલવાડ પ્રાંતમાં અને જોધપુરની દક્ષિણે અંદ જ ગણી શકાય. બીજું સ્થાન તંબાવટી નગરીનું કે જેની જગ્યા અરવલ્લી પહાડની પશ્ચિમ કિનારીના પ્રદેશ ઉપર ગણવામાં આવે છે. તે પ્રદેશની જમીન વિષે એમ કહેવાય છે કે તે ભૂમિમાં તાંબાની ખાણો આવી હતી તેથી તે નગરીનું નામ તંબાવટી-તાંબાવટી-ત્રાંબાવટી પડયું હતું અને હાલ પણ તે ભૂમિને રંગ તાંબાની ધાતુના જેવો હોય તેવો રતુંબર નજરે પડે છે. ત્રીજું સ્થાન વેરાટ નગરવાળું કે જ્યાં આગળ સમ્રાટ પ્રિયદર્શિનને બામ્રા-વૈરાટવાળો શિલાલેખ ઊભો કરાયો હતો. તેનું વર્તમાન સ્થાન અવાવર રાજ્ય મંચેરી ગામ પાસે આવેલું ગણું શકાય. અને ચોથું સ્થાન હર્ષપુર નગરનું, કે જે ઈ. સ. પૂ. ની પહેલી સદીમાં પૂર સમૃદ્ધિવાળું નગર હતું. તેનું વર્તમાન સ્થાન અજમેર શહેર અને પુષ્કર સરોવરની નજીકમાં હતું કે જે પ્રદેશમાંથી ભૂમકના સિક્કાઓ પણ મળી આવ્યા છે. આ શહેરનું વર્ણન જૈન સાહિત્ય ગ્રંથમાં નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે. “ત્રણસે છે જિનભુવને જેમાં, ચારસો છે લૌકિક પ્રાસાદો જેમાં, અઢાર સે છે બ્રાહ્મણોનાં ઘર જેમાં,
(૪૩) આ સ્થાનની કેટલીક હકીકત માટે પુ. ૧, પૃ. ૬૬, ટી. નં. ૬૩-૬૪: પૃ. ૨૧૯ તથા પુ. ૨, પૃ. ૧૭૫ ઈ. ઈ. જુઓ; વળી વિરોષ હકીકત આગળમાં કપ્રજનના વણને આવશે ત્યાં જેવું.
હિ ઉ. છે. પૃ. ૫૮ (ગુ x વ x સે. તરફથી બહાર પાડેલુ)માં લખે છે કે, આબુ પર્વતની વાયવ્યે ૫૦ માઇલ ઉપર આવેલ ભિન્નમાળ અથવા શ્રીમાલનગરમાં
ગૂર્જર રાજપૂતની રાજધાની હતી. ભરૂચને નાનો ગુર્જરવંશ ભિલ્લમાલ રાજવંશની એક શાખા માત્ર હતી. વળી નીચેની ટીકા નં. ૪૬ જુઓ.
(૪૪) આના વર્ણન માટે જુઓ. પુ. ૧ લું, પૃ. ૪૯-૫૧ ટી. નં. ૨૨; પુ. ૨, ૫, ૩૫૪.
(૪૫) કે, આ. રે. પૂ. ૬૪. (૪૬) જુએ. ક. સુ. સુ. ટી. ૫. ૨૮,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com