________________
૨૦૨
નહષાણને
[ ચતુર્થ
ભાવનાથી બેપરવા થઈ પડેલા શુંગવંશી રાજાએનો અમલ ચાલું હતું તે આપણે તેમના વૃત્તાંત ઉપરથી જાણી ચૂક્યા છીએ. તેમ વળી આ શુંગવંશીઓના તથા ક્ષહરાટ પ્રજાના ધર્મો પણ ભિન્ન હતા, જેથી એકે વર્તાવેલ જુલ્મ ચલાવી લેવા, બીજે તૈયાર નહે. તેમ અવંતિની ગાદીનું મહત્ત્વ પણ રાજકીય નજરે પ્રથમ કેટિનું હતું. આવા અનેકવિધ કારણોને લીધે નહપાણે અવંતિ જીતી લેવા પ્રથમ તૈયારી કરી અને તે દેશ જીતી લીધો. હવેથી પોતે “રાજા” કહેવરાવવા લાગે અને તે પ્રમાણેના સિક્કા પણ પડાવવા૨૨ શરૂ કરી દીધા. આ બનાવ ઈ. સ. પૂ ૧૧૪=મ. સં. ૪૧૩=ક્ષહરાટ સંવત ૪૬ માં બન્યો નોંધ રહે છે,
જેમ ઉપરમાં જણાવ્યા પ્રમાણે પોતે અવંતિ ઉપર ધસારો લઈ ગયા હતા તેમ દક્ષિણમાં અંધ્રપતિ ઉપર તેના જમાઈ રૂપભદત્ત અને મંત્રી અમય ચડી ગયા હતા. આ સમયે દક્ષિણપતિની ગાદી ઘણું કરીને પૈઠણમાં હતી તે કદાચ જુનેરમાં પણ હોય.) તે લડાઈમાં દક્ષિણ તિની સખ્ત હાર થઈ એટલે તેના રાજપાટવાળો ભાગ તથા આસપાસને કેટલાય પ્રદેશ, ગોદાવરી નદીનાં મૂળવાળા ગેવરધન પ્રાંત સાથે, નહપાણની આણમાં ચાલ્યો ગયે. આનો સમય ઉપરના જ પ્રસંગ પ્રમાણે અથવા તેની પછી બે-ચાર
મહિને થયાની નોંધ લેવી રહે છે. શાતવાહન વંશની આ હાર કાંઈ જેવી તેવી નહતી, કારણ કે રાજપાટની નગરી ગુમાવી તેમને પાછા હકી જવું પડયું હતું અને જે સ્થાનમાં વર્ત માન વરંગુળ શહેર આવેલું છે તે પ્રદેશમાં રાજગાદી લઈ જવી પડી હતી. જો કે આ પરાજય પછી તે જ પ્રદેશમાં અને તે જ વરંગુળમાં કેટલાય શાતવહનવંશી રાજા રાજ્ય કરી ગયા અને મરી પણ ગયા; છતાં આ નામોશીને ડંખ તેમના મનમાંથી વિસરાય નહતો. એટલે સુધી કે છેવટે જ્યારે તે વંશમાં ગૌતમીપુત્ર શાતકરણી થયો તેણે મહાન યુદ્ધનો જંગ ખેલી તેમાં ક્ષહરાટ નહપાણુ અને શક રૂષભદત્તના તે સમયના વંશજોને હરાવી, કાપી નાંખીને સર્વને નિમ્ળ કરી નાંખ્યા ત્યારે જ તેઓના મગજમાંથી કાંઈક અંશે વેરને કી કમી થવા પામ્યો હતો. આ છત મળવાથી ગૌતમીપુત્રને કેટલી મોટી ખુશાલી ઉત્પન્ન થઈ હોવી જોઈએ તેનું માપ આપણે એટલા ઉપરથી જ કાઢી શકીએ છીએ કે ખુદ તેનીજ માતાએ રાણીશ્રી બળશ્રીએ-વૃદ્ધાવસ્થામાં પહોંચી ગઈ હતી, અરે કહે કે મરણની સમીપે આવી ગઈ હતી છતાં-નાસિકના શિલાલેખમાં ચેખા શબ્દોમાં કેતરાવ્યું છે કેRestored the glory of Satavahanasશાતવાહનની કીર્તિ પુનરૂપાર્જન કરી ૨૫. વળી
(૨૨) વિશેષ હકીક્ત માટે જુઓ આગળના પારિગ્રાફે.
(૨૩) નાસિકના શિલાલેખમાં ૪૬ રાક લખ્યો છે. જુઓ ઉપરની ટી. નં. ૧૨.
કેઆ. રે. પ્રસ્તાવના પૃષ્ઠ પ૯ ઉપર નાસિક શિલાલેખ નં. ૩૫ ની હકીકત જુઓ. તેમાં અમયનું નામ, મહાક્ષત્રપ નહપાણ તથા ૪૬ ની સાલ ઈ. સર્વ હકીકત લખાયેલી છે.
(૨૪) જુએ છે. આ. કે. પ્રસ્તાવના. પૃ. ૩૧ પારિગ્રાફ. ૪૪.
(૨૫) કોઈને એમ પ્રશ્ન ઉદ્દભવે કે ગતમીપુત્રે કીતિને પુનઃ પ્રાપ્ત કરી તે હકીક્તની, પંક્તિ શિલાલેખમાં છે એટલે સત્ય તરીકે તે માની લઇએ, પણ તે કીર્તિને નહપાસે જ ખંડિત કરી હતી એમ કયાં ઉલ્લેખ છે કે આપણે નહપાના વૃત્તાંતમાં તેને ઉતારી બેઠા છીએ તેના જવાબમાં જણાવવાનું કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com