________________
૩૨૨
અઝીઝની
[ અષ્ટમ
have fallen in the reign of Mause= જે તેમ હોય તે, તે શિલાલેખને સમય આશરે ઇ. સ. પૂ. ૭૨ ગણાશેઃ જે વર્ષ મઝના રાજ્ય અમલમાંનું થઈ રહેશે. આ બન્ને તેમનાં કથન છે. અને તે ઉપરથી જ તેમણે અનુમાન ઘડી કાઢયું સંભવે છે કે, રાજા મેઝીઝનો હિંદની ભૂમી ઉપરને પ્રથમ દેખાવ ઈ.સ. પૂ. ૭૫ની લગભગમાં થયો છે. પણ મોઝીઝ શક પ્રજાને સરદાર હોવાની તેમની માન્યતાનું ખંડન આપણે સારી રીતે કરી બતાવ્યું છે. એટલે તેમને મત પણ ગ્રાહ્ય થતો નથી. જેથી તે બન્ને વિદ્વાનનાં મંતવ્યનાં દેખાતાં કારણોની તપાસમાં ઉતરતાં અને તે કારણોની નિબળતા સબળતાને વિચાર કરતાં, મોઝીઝનું મરણ હજુ ૭૫ માં માની શકાય ખરૂં બાકી તેનું રાજ્ય ૭૮ માં શરૂ થયાનું માનવાને તે અંત:કરણ ના પાડે છે.
આખી ચર્ચાને સાર એટલો જ કે અઝીઝના રાજ્યની શરૂઆત ઇ. સ. પૂ. ૭૮ કે ૭૫ માં માનવીઃ અને તેનું મરણ જેમ મિ. સ્મિથ સાહેબ માને છે તેમ ઇ. સ. પૂ. ૫૮ માં ગણીને તેને સત્તાકાળ ૨૦ અથવા ૧૭ વર્ષને ગણવે. ગમે ત્યારે-ઈ. સ. પૂ. ૭૮માં કે ૭૫માં
ગાદીએ બેઠેલો તેને માને તોયે તેની ઇ. સ. પૂ. ૭૪ માં તે તે કારકીદી ગાદીપતિ હો હોને હતો જ.
આ સમયે અવંતિપતિ રાજા નહપાણુનું મૃત્યુ થતાં, તેની ગાદી માટે અનેક ખટપટ થઈ હશે એમ સમજાય છે. છેવટે, એક
અણધાર્યાજ અને કોઈ દીવસ ખ્યાલમાં પણ ન હોય તેવા પુરૂષના હાથમાં તે ગઈ આ પુરૂષનું નામ રાજા ગર્દભીલ અને તેના નામ ઉપરથી તેને વંશ ગદંભીલ વંશ કહેવાય છે. આ ગદ્ય ભીલનું મરણ પાછું ઈ સ. પૂ. ૬૪ માં (કોઈકના મને ૬૧ માં) જયારે થયું ત્યારે પણ અવંતિની ગાદી માટે પાછી તેવીજ ભાંજગડ ઉભી થઈ હતી. અને પરીણામે બીજે ફાવી ગયું હતું. કહેવાની મતલબ અત્ર એ છે કે અવંતિના ઉપર પ્રમાણે બન્ને પ્રસંગે રાજા૫૧ અઝીઝનો કારકીદીના સમયમાંજ બનવા પામ્યા છે. વળી પિતાના રાજ્યની હદની અડોઅડજ અવંતિની હદ હતી. એટલે કે લાંબી મજલ કાપી લડવા જવું પડે તેવું પણું નહોતું. તેમ જે ફાવી ગયા છે તેના કરતાં અનેક ગણે તે મોટે ભૂપાળ પણ હતો, તેમ સામગ્રી પૂર્ણ હતો. છતાં બેમાંથી એકે પ્રસંગે તેણે હાથહલા કર્યો છે એમ જણાયું નથી. જો તેને પિતા મેઝીઝ આ વખતે હયાત હેત તે, કોઈને પૂછવાની વાટ જોયા વિના તુરતજ અવંતિ જેવું હિંદના મુગટ સમું રાજ્ય કબજે કરી લીધું હેત.
એટલે સમજાય છે કે અઝીઝ તેના પિતાના જે ઉત્સાહી અને સાહસીક વૃત્તિવાળે જ નહીં હોય; અથવા પિતાને ત્યાંજ રાજ ખટપટ જાગી હેય અથવા પ્રજા અસંતુષ્ટ બની હેય-કેમકે તેના પિતાએ તક્ષિલાનું અને મથુરાનું રાજ્ય વિના યુધે–અથવા તે રાજ્યકર્તાઓ પાસેથી ગાદી પડાવી લઇને જ-મેળવી લીધું હતું તેથી કદાચ પ્રજા નારાજ થઈ હેય-તે પિતાનું ઘર પહેલું
(૪૯) જુઓ ઉપરમાં તેને વૃત્તાંતે.
(૫) તેના રાજયને અંત આવ્યો છે, જ્યારે કેટલાક મરણ થયું માને છે. વળી કેટલાકને તે પ્રસંગ શોધીને તે નાસી ગયો લાગે છે (જુઓ હવે પછી આ પુસ્તકના અને તેનું કૃત) ગમે તેમ પણ તેની ગાદી તે વખતે
ખાલી પડી હતી તેટલું ચોક્કસ છે જ.
( ૫ ) તેમાંના એક પ્રસંગે પોતે તન અસહાય સ્થિતિમાં હતો એમ સમજાય છે. આ પ્રસંગને અંગે વધુ વિગત માટે જુઓ આગળ આવતી હકીકત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com