________________
તેમની
[દ્વિતીય
લખાઈ ગઈ છે, છતાં ફરીને જણાવવાનું કે, હિંદની૬૭ બહારની ભૂમિની કોઈ પણ પ્રજા હાયપછી તે આર્ય સંસ્કૃતિથી રંગત બનીને રક્ત થઈ ગઈ૮ હોય કે અધરંગિત બની હોય૬૯ કે તેને જરા પણ સ્પર્શ ન થ ય૭૦-તેયે તે પિતાના સિક્કા ઉપર મહારૂં તે અવશ્ય પડાવતી જ; જ્યારે હિંદમાં રહેતી કોઈ પ્રજા પોતાના સિકકા ઉપર મહોરું પડાવવામાં સમજતી જ નહતી. આનું કારણ કદાચ એમ હવા સંભવ છે કે, જેને આપણે ધર્મનું નામ આપી શકીએ છીએ અને જેને સંબંધ આમાની ઓળખ સાથેના વિજ્ઞાનમાં રહેલું છે, તેનું ભાન હિંદની પ્રજામાં વિશેષપણે હતું. એટલે તેઓ મારું પડાવવાની પદ્ધતિને અહંભાવની નિશાની- રૂપ ગણી, પિતાની છત્મવંચના થવા દેતા નહીં; પણ ઊલટું પિતાના ધર્મ પ્રત્યેની ભાવના વ્યક્ત કરવાને સિકકા ઉપર તેમના પિતાના ધર્મને લગતાં જ ચિહ્નો કોતરાવતા; અને પોતાનો જ ધર્મ પાળતા; પણ અન્ય દેશ કે વંશના રાજા એથી પિતાની ઓળખાણ જુદી પડી શકે માટે, સાથે સાથે-અલબત્ત, સિક્કાની બીજી બાજુ ઉપર
પિતાનાં કુળસુચક કે દેશસૂચક નિશાનીઓ મૂકતા,
જ્યારે હિંદની બહારની ભૂમિવાળાઓને ધર્મભાવના કે અધ્યાત્મિકતા જેવું ન હોવાથી ધાર્મિક ચિહ્નની સમજ પણ તેમને નહતી તેમ તેની આવશ્યકતા પણ નહોતી. એટલે તે સિક્કો કોને છે એટલું બતાવવા પૂરતું જે મહેરું કહેવાય, તે પ્રત્યેક રાજવી પોતે પાડેલા સિક્કા ઉપર કતરાવવાને તલપાપડ બની રહે.” આ તેમની મનોદશામાં-મમત્વ કહે કે અહંભાવ કે ચેતન્યજ્ઞાનપિપાસાને અભાવ કહે કે જડતાની સન્મુખતા કહે-જે પ્રમાણમાં વસી રહી હોય તેનું સૂચક છે. આ સ્થિતિ તેઓ જ્યાં સુધી હિંદની ભૂમિથી અલગ પડ્યા રહ્યા હતા ત્યાં સુધી ચાલુ રહી હતી; પણ જેવા તેઓ હિંદી સાથે હળતા મળતા થયા તેવા તેમની સંસ્કૃતિ, રહેણીકરણી અને રાહોથી પરિચિત બનવા લાગ્યા તેમજ તેમાં તે પ્રમાણે ઘટતે ફેરફાર કરવા મંડ્યા. આ મહત્વનો ફેરફાર તેમણે બે દિશામાં અરસપરસ કર્યો દેખાય છે; પરદેશી પ્રજાએ પોતાના સિક્કામાં ધાર્મિક ચિહ્નો દાખલ કર્યા ૭૩ અને હિંદી ભૂપતિઓએ મહેરાં દાખલ કર્યા. આટલું
(૬૭) વર્તમાન હિંદુસ્તાન કહેવાનો મતલબ છે. પ્રાચીન હિંદમાં= મરતખંડમાં તે હાલને બલુચિસ્તાન અને અફગાનિસ્તાનને સમાવેશ પણ થઈ જતો હતો (જુઓ ઉપરમાં જંબુદ્વીપ વિગેરેનું વર્ણન )
(૬૮) આવી પ્રજામાં ક્ષહરાટ અને સિથિખન્સને કેટલેક અંશે ગણી શકાશે. કારણ એમ લાગે છે કે, તે હિંદની અતિ નિકટમાં વસી રહી હતી અને વ્યાપારી સંબંધને લીધે વારંવાર અરસપરસ સહવાસમાં તેમને આવવું પડતું હતું.
(૬૯) આના દેહાંત તરીકે, ન. ૬૮ ના ટીપણવાળી પ્રજાના સ્થાનથી જરાક આધે વસનારી, એટલે પશ્ચિમે ઇરાની પ્રજા ( પલવાઝ ) અને ઉત્તરમાં કુશાન પ્રજાનાં નામ ગણવાં.
(૭૦) આને દષ્ટાંતમાં ન. ૧૯ ના ટીપણ કરતાંયે વિશેષ આ વસનારી પ્રજા ગણવી રહે છે, એટલે પશ્ચિમે યવન અને ઉત્તરે યાન (ધ્યાનમાં રાખવાનું છે કે અત્યારે બધી વાત ઈ. સ. પૂ. ની બીજીથી પાંચેક સદી સુધીની થાય છે. નહીં કે બે ત્રણ ચાર હજાર વર્ષ પૂર્વની )
( ૭ ) આ માટે પુ. ૨, પરિચ્છેદ ત્રીજો; સિક્કા પ્રકરણે; શિશુનાગ, નંદ અને મૌર્યવંશી સિક્કાઓ જુઓ.
( ૭૨ ) ખાનાં દષ્ટાંત તરીકે, યાન (રાના ડિમેટ્રીઅસ, મિનેન્ડર ) મેગ્નીઝ, કુશનવંશી કડફસીઝ વિગેરેના સિક્કાઓ જુએ.
( 69 ) ભૂમક, નહપાણ, હવિષ્ય, કનિષ્ક વસુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com