________________
[ સાતમ
માર્ય સમ્રાટે
૩૮.
અને આક્રમક પ્રજા, બને ટૂંક સહવાસ, સંસર્ગ કે સંપર્કમાં આવતી હોવાથી, અરસ્પરસના સંસ્કારનું મિશ્રણ બનવા પામતું નથી; પણ જે બીજા પ્રકારનું લક્ષ્ય રખાયું હોય તે તો ઘાટા સંસર્ગને લીધે બન્ને પ્રજાની સંસ્કૃતિનું મિશ્રણ આપસ આપસમાં થવા માંડે છે, અને કાળગમે તે એટલું તો એકતપ્રેત થઈ જાય છે, કે એક બીજાથી છૂરું પાડવું અને કહ્યું કેવું હશે એમ પારખવાનું કાર્ય પણ કઠિન થઈ પડે છે. પણ એટલું તે ખરું કે જેની શ્રેષ્ઠતા વધારે ને વધારે પ્રહણીય બને છે; પ્રથમ પ્રકારનાં આક્રમણે પિતાની ક્ષણિક અસરો નીપજાવવાનાં કારણેટૂંક સમયમાં જ ભૂલાઈ જવાય છે અને તેથી કરીને ઇતિહાસમાં તેને બહુ સ્થાન મળતું નથી, કે તે હકીકત કે દિવસ અસ્તિત્વમાં આવી હોય એનું નામનિશાન પણ શેડ્યું જતું નથી. જ્યારે બીજા પ્રકારનાં આક્રમણે, તેણે નીપજાવેલ પરિણામોના પ્રમાણમાં, ઐતિહાસિક પ્રસંગે તરીકે ઓળખીતાં થાય છે. આવી જાતનાં જે અનેક આક્રમણે–પછી તેને ધસારે, સુવ્યવસ્થિત ગોઠવણ કરીને એકદમ દષ્ટિએ ચડી જાય તે રીતે કરવામાં આવ્યો હોય કે વ્યાપારિક લાભો મેળવવાની ગણત્રી રાખીને મંદગતિથી લઈ જતાં આયં દે તેનું સ્વરૂપ ફેરવાઈ જાય તે રીતે લઈ જવામાં આવ્યું હોય, પણ હિંદ ઉપર થયેલા જે ધસારા આપણી જાણમાં આવ્યા છે તેમાં
સૌથી પહેલામાં પહેલે ઈ. સ. પૂ. ૩૨૭ માંને મૌર્યસમ્રાટ અશોકવર્ધનના રાજ્યારે કરવામાં આવેલ ગ્રીક શહેનશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટને મૂકી શકાય તેમ છે. તેની યોજના જ્યારે પ્રથમ ઘડવામાં આવી હશે, ત્યારે તે એક લેખકના મંતવ્ય પ્રમાણે (જુઓ પુ. ૨, પૃ. ૩૮૧) તેનું
રૂપ તેના જ શબ્દોમાં લખ્યા પ્રમાણે કદાચ હશે 22:-Alexander's expedition was an organised one and had historians, geographers, scientists, merchants etc.-one object of Alexander's con quest was to spread Greek civiliza. tion abroad-અલેકઝાંડરના હુમલા વ્યવસ્થિત રીતે ગોઠવી રાખ્યા હતા. તેમાં ઇતિહાસત્તાઓ, ભૂગોળશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિક તેમજ વ્યાપારીઓ વિગેરે પણ હતા. તે હુમલાની મુખ્ય એક મુરાદ તો પરદેશમાં ગ્રીક સંસ્કૃતિને પ્રચાર કરવાની હતી. પણ વચ્ચેથી જ તેનું સ્વરૂપ બદલાઈ જતાં ૪ તેમજ પાછળથી પણ તેની ધારણા ૫ પ્રમાણે સ્થિતિ જળવાઈ ન રહેતાં તેનો હેતુ ફળીભૂત થવા નથી પામ્યો એમ સ્પષ્ટ સમજાય છે. તે માટે તે જ પ્રકારે પિતાના વિચારો નીચેના શબ્દોમાં વ્યકત કર્યા છે (જુઓ પુ. ૨, પૃ. ૩૮૧) કે-" The Indian probably regarded Alexander as a mighty robber and
(૨૪) શામાટે સ્વરૂપ બદલાઈ ગયું તેનું કારણ શેધવા જરૂર પણ છે. તે માટે આગળ ઉપર જુઓ.
(૨૫) જેમ અભિરાજાને લાલચ બતાવી કે બીજી રીતે હથેલીમાં ચાંદ બતાવી સ્વપક્ષે જીતી લીધો હતો તેમજ સર્વત્ર પણ “પડપાસા પોબાર ” કરી લેવાશે તેવી ધારણ સેવી હશે, પણ તે ધારણું રાજ પિરસના કિસ્સામાં અફળ થઈ હતી, તેમજ અશકવર્ધન સામે દરદમામથી કામ લેવા જતાં તે પાછે પડ હતા. આ
પ્રમાણે કામ લેવાની તેની જ નીતિ-રીતિ હેય કે, તે સમયની તે તરફની પ્રજાની જ ખાસીયત હોય, તે જુદી વાત છે; પણ વસ્તુની ખરીદીમાં જેમ સાચો સિક્કો પણ ખપમાં આવે છે તેમ બનાવટી સિક્કાવડે પણ ખરીદી થઈ શકે છે, છતાં સાચા સિક્કાથી કરેલી ખરીદી પ્રશંસનીય લેખાય છે. તેવી જ ઉપમા અને લાગુ પાડી સરખામણી કરી શકાશે. (૨૬) જીઓ ઉપરની ટીકા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com